
માટુંગામાં આવેલ સેવા મહલ એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત ડૉ. બી.એમ.એન. કૉલેજ ઑફ હોમ સાયન્સ દ્વારા શ્રીમતી દક્ષાબેન પાઠક મેમોરિયલ લેક્ચર સિરીઝ અંતર્ગત “મહિલા અને સ્વાસ્થ્ય” વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
સેવા મંડળ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ ડૉ. દિલીપ ત્રિવેદીએ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તથા ગેસ્ટ સ્પીકર તરીકે હાજર પ્રૉફેસર ડૉ. નિલેશ શાહ (મનોવૈજ્ઞાનિક, એલ.ટી.એમ.એમ.સી. હોસ્પિટલ, સાયન), આયોજક ડૉ. ભરત પાઠક અને તેમનો પરિવાર, તમામ અતિથિઓ, શિક્ષકો અને વિદ્યાર્થિનીઓનું સ્વાગત કર્યું.
શિલ્પા શેટ્ટીગરે ગેસ્ટ સ્પીકરનો પરિચય આપ્યો. ત્યારબાદ ડૉ. નિલેશ શાહે 'ધ બેટર હૉક' વિષય પર વ્યાખ્યાન આપ્યું. ડૉ. બી.એમ.એન. કોલેજનાં પ્રિન્સિપાલ ડૉ. માલા પાંડુરંગે સમગ્ર કાર્યક્રમ અંગે પ્રતિસાદ વ્યક્ત કર્યો.
આ પ્રસંગે રાધા અને નિતિ જય પાઠક પરિવાર તેમજ લાયન્સ ક્લબ ઑફ સાયન દ્વારા 250 જરૂરિયાતમંદ વિદ્યાર્થિનીઓને મફત અનાજ વિતરણ કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં મેનેજમેન્ટ સેક્રેટરી ડૉ. ભરત પાઠક, વસંત ખેડાણી, ટ્રેઝરર અતુલ સંઘવી, ભારતી પાઠક, શ્રીમતી કોકિલા મહેતા, એમ.એમ.પી. શાહ કોલેજનાં પ્રિન્સિપાલ ડૉ. અર્ચના પત્કી, રાધા પાઠક, નિતિ જય પાઠક, વિનોદ દાવડા, ચેતના ઝવેરી, શિરીષ મહેતા અને પારુલ હિમાણીએ વિદ્યાર્થિનીઓને અનાજ વિતરણ કર્યું.
કાર્યક્રમમાં ડૉ. વત્સલા ત્રિવેદી, લાયન હુજૈફા ઘડિયાળી, લાયન મોહન વાયદાંડે, શિવાજીરાવ ભોંસલે સહિતના અનેક લાયન સભ્યો, પાઠક પરિવારના સભ્યો અને 300થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રૉફેસર મિલિના પેરીરાએ કાર્યક્રમનું સંચાલન કર્યું, જ્યારે એનએસએસ પ્રોગ્રામ ઑફિસર શારદા સિરિસિલ્લાએ આભાર વ્યક્ત કર્યો.