
આઠમી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હતો, એ નિમિત્તે પૂર્ણ પ્રજ્ઞા હાઇસ્કુલ, દહીસર ઇસ્ટના ગુજરાતી માધ્યમ બેચ એસએસસી 2002ના વિદ્યાર્થીઓ અને એમના પરિવારનું નાનું સ્નેહ સંમેલન યોજવામાં આવ્યું હતું. આ મેળાવડામાં લગભગ 15 જેટલા વિદ્યાર્થીઓ, 10 મહિલાઓ અને 11 બાળકોએ ઉજવણી કરી હતી. ગ્રુપના પરફેક્ટ પ્લાનર મેમ્બર્સ અવારનવાર આવા નાના-મોટા આયોજનો કરતા રહે છે. આનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે દરેક વિદ્યાર્થીઓને તથા તેમના પરિવારોને એકબીજાથી જોડાયેલા રહે. સુખ-દુઃખમાં સાથ આપે અને બીજાઓને પણ પ્રેરણા આપે. સંમેલનમાં દરેક જણે ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો, ફક્ત વિદ્યાર્થીઓ જ નહીં પણ તેમની પત્નીઓ તથા બાળકોએ પણ આ પ્રસંગને ઉમંગ અને દોસ્તીથી માણ્યો હતો.
મહિલાઓને ખાસ ભેટ આપવામાં આવી હતી. લગભગ ત્રણ ચાર કલાકના કાર્યક્રમ પછી સૌ મીઠી યાદો સાથે છૂટા પડ્યા હતા.
વિશાલ ગજ્જર જણાવે છે કે, '2002માં શાળા પૂર્ણ કર્યા પછી અમારું ગ્રુપ અવારનવાર નાના મોટા આયોજનો કરે છે, અને ભવિષ્યમાં પણ લોકોના સાથ-સહકારથી આવા રિયુનિયન, પર્યટન-પ્રવાસ ઈત્યાદી કરતા રહીશું.