નેશનલ સેન્ટર ફોર ધ પરફોર્મિંગ આર્ટ્સ (NCPA) દ્વારા એક નવો અને અનોખો ઇન્ટરનેશનલ કલાત્મક શો ‘ધ એબસન્સ ઓફ પ્રેઝન્સ’ (The Absence of PRESENCE) થવાનો છે. આ કલાત્મક કૃતિ સિમ્ફની ઓર્કેસ્ટ્રા ઓફ ઈન્ડિયા (SOI) અને જાણીતાં કથક નૃત્યાંગના- કોરિયોગ્રાફર અદિતિ મંગળદાસ વચ્ચેના સહયોગથી થવાનો છે.
૩૧મી ઓક્ટોબર અને ૧લી નવેમ્બર ૨૦૨૬ના રોજ સાંજે 6:00 વાગ્યે જામશેદ ભાભા થિયેટર, NCPA, મુંબઈ ખાતે આશરે 75 મિનિટ સુધી આ પ્રોગ્રામ થશે. ટિકિટો બુકમાયશો અને NCPA બોક્સ ઓફિસ પર ઉપલબ્ધ છે.
શું વિષય છે?
આ શો વિશ્વભરમાં હિંસા અને યુદ્ધના કારણે પીડાતા બાળકોની સ્થિતિ, સમાજની મૌન રહેવાની વૃત્તિ અને તેને કારણે જે રીતે માનવતા ઘવાય છે તેનાં પર પ્રકાશ પાડે છે
જાણવા જેવુ:
સંગીત અને નૃત્ય: આ પ્રદર્શનમાં કથક પર આધારિત સમકાલીન નૃત્ય, સિમ્ફનિક મ્યુઝિક, કવિતા અને દ્રશ્ય કલાનો સંગમ જોવા મળશે.
સંગીતકાર: ભારતીય મૂળના બ્રિટીશ કંપોઝર ઋષિલ રંજન દ્વારા સંગીત આપાવમાં આવ્યું છે.
અન્ય કલાકારો: આ શોમાં મૂર્તિકાર મનીષ કંસારા, સંગીતકાર ફરાઝ અહમદ અને આશિષ ગંગાણી જેવા કલાકારો પણ જોડાયેલા છે. સંગીતનું સંચાલન મેલ્વિન તાઈ કરશે.
અદિતિ મંગળદાસ (કોરિયોગ્રાફર અને ડાન્સર) જણાવે છે કે, 'હિંસા સામે દુનિયા શા માટે ચૂપ રહે છે? એ પ્રશ્નમાંથી આ કૃતિનો જન્મ થયો છે. બાળકોની સહનશક્તિ અને તેમની આશાને કેન્દ્રમાં રાખીને આ નૃત્ય-સંગીતની રચના કરવામાં આવી છે.'
આ શો ભવિષ્યમાં ભારત બહાર આંતરરાષ્ટ્રીય મંચ પર પણ પ્રદર્શિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
