Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



અકાદમીના ઉપક્રમે યોજાયો છે કાર્યક્રમ 'કથાસેતુ' જેમાં વિવિધ ભાષાની અનુદિત વાર્તાઓનું વાચિકમ કરશે નાટ્યકલાકાર

06 February, 2026 10:15 IST | Mumbai

અકાદમીના ઉપક્રમે યોજાયો છે કાર્યક્રમ 'કથાસેતુ' જેમાં વિવિધ ભાષાની અનુદિત વાર્તાઓનું વાચિકમ કરશે નાટ્યકલાકાર

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી, સાહિત્ય આદાનપ્રદાનના વિવિધ કાર્યક્રમો યોજીને ભાવકને અન્ય ભાષાના સાહિત્યથી પરિચિત કરાવવાનું ઉમદા કાર્ય કરી રહી છે.આ વખતે એને સહયોગ આપ્યો છે બોરીવલી એજ્યુકેશન સોસાયટીએ.

પ્રતાપ સચદેવ અને વૈશાલી ત્રિવેદી
   

૮ ફેબ્રુઆરી રવિવારે સાંજે ૫.૪૫ વાગ્યે ' કથાસેતુ ' નામના કાર્યક્રમમાં વરિષ્ઠ કલાકાર પ્રતાપ સચદેવ, જાણીતાં અભિનેત્રી તથા લેખિકા વૈશાલી ત્રિવેદી, યુવા કલાકાર દેવ જોષી વિવિધ ભાષાની ગુજરાતીમાં અનુદિત વાર્તાઓનું વાચિકમ કરશે. જાણીતા સર્જક દિનકર જોષીની જીવનચરિત્રાત્મક નવલકથા ' પ્રકાશનો પડછાયો ' નવ ભાષામાં અનુવાદિત થઈ છે.એના કેટલાક અંશનું પણ વાચિકમ થશે.

દેવ જોષી અને મહેક પરમાર
     

યુવા પ્રતિભા મહેક પરમાર એન.મેકેન્ઝીની ટૂંકી વાર્તા ( અનુવાદ: યામિની પટેલ)ને વિશેષ રીતે ભાવકો સમક્ષ ઉઘાડી આપશે. 
     

સઆદત હસન મંટોની વાર્તા ( અનુવાદ: શરીફા વીજળીવાળા) , નીરજાની વાર્તા (અનુવાદ: કિશોર પટેલ) , નારાયણ ગંગોપાધ્યાયની વાર્તા ( અનુવાદ: સંજય છેલ) તથા કુસુમાગ્રજની જાણીતી કૃતિ નટસમ્રાટ( અનુવાદ: વૈશાલી ત્રિવેદી)ના અંશો ભાવકો સમક્ષ રજૂ થશે.
   

આ કાર્યક્રમનું સંકલન અને સંચાલન સંજય પંડ્યા કરી રહ્યા છે. બોરીવલી એજ્યુકેશન સોસાયટીના સહયોગથી યોજાયેલા આ જાહેર કાર્યક્રમનું સ્થળ છે ન્યૂ એમ કે હાઈસ્કૂલ, ફૅકટરી લેન, બોરીવલી પશ્ચિમ.


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK