
મુંબઈના અંધેરીમાં સ્થિત જાણીતા ક્લબ ખાતે ફિલ્મ અને મીડીયા જગતની હસ્તીઓની ખાસ ઉપસ્થિતિમાં આ સમારંભ યોજાયો હતો. આગામી ૧૮ જુલાઇના રોજ રીલીઝ થઇ રહેલી મલ્ટી સ્ટારર ગુજરાતી મેગા અને સંપુર્ણ પારિવારિક ફિલ્મ 'સંઘવી & સન્સ' નું ટ્રેલર મુંબઇના અંધેરી સ્થિત જાણીતા ક્બબ ખાતે થયું.
ફિલ્મ અને મીડીયા જગતના દિગ્ગજોની ખાસ ઉપસ્થિતિ રહી હતી.પદ્મશ્રી મનોજ જોષી, ક્યોંકી સાસભી કભી બહુથી ફેમ હીતેન તેજવાણી, ગૌરવ પાસવાલા, કોમલ ઠક્કર, ધર્મેશ વ્યાસ, નિસર્ગ ત્રિવેદી સહિત ૩૮થી વધુ જાણીતા કલાકારોને લઈને તૈયાર થયેલી આ મોટા બજેટની મેગા ફિલ્મનું શુટીંગ અમદાવાદ સહિત કૃષ્ણ રૂક્ષ્મણીના લગ્નસ્થળ માધવપુર અને વૃન્દાવન ખાતે કરવામાં આવ્યું છે.
અત્યારથી જ ચર્ચાઓમાં રહેલી આ ફિલ્મના લેખક/દિગ્દર્શક છે ચંદ્રેશ ભટ્ટ તથા નિર્માતાઓ છે અનેક ફિલ્મોના અનુભવી અને GTPLના ડીરેક્ટર રાજુ રાયસિંઘાણી, આનંદ ખમાર, આકાશ દેસાઈ, અંકુર અઢીયા, સંજય ભટ્ટ અને હેત દોશી.