
હરીન્દ્ર દવેના જન્મદિન નિમિત્તે ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરી અને હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે `ઊડે તેજનો ગુલાલ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાવ્યસંપદા શ્રેણી અંતર્ગત આપણું આંગણું બ્લૉગના સંકલનમાં કાવ્યસંગીત, કાવ્યપઠન અને વાચિકમ દ્વારા વૈવિધ્યસભર પ્રસ્તુતિ કરવામાં આવશે. તેમાં સનત વ્યાસ, રાજુલ દીવાન, જ્હોની શાહ, હિમાંશુ ઠાકર, રક્ષા શાહ, મિતા ગોર મેવાડા, ડૉ. ભૂમા વશી, ડૉ. મંજરી મુઝુમદાર અને સ્નેહલ મુઝુમદાર ભાગ લેશે. સંકલન હિતેન-મુકેશનું છે.
૧૯ સપ્ટેમ્બરે સાંજે ૬.૩૦ વાગ્યે આયોજિત આ કાર્યક્રમમાં હરીન્દ્ર દવેના ગીતો, એમની પંક્તિને આધાર બનાવી લખાયેલી નવી ગઝલો તથા `માધવ ક્યાંય નથી મધુવનમાં' નવલકથાના અંશનું પઠન કરવામાં આવશે. સ્થળઃ એસ. પી. જૈન સભાગૃહ, ભવન્સ કૅમ્પસ, અંધેરી (પશ્ચિમ)