સુરતમાં આવેલ ચૈતાલી આર્ટ પેઇન્ટઇંગ અને ફેનિલ કૉમિક્સ દ્વારા બાળકોમાં ઈસરો તેમ જ ઈસરોના અંતરિક્ષ મિશન અંગે જાગૃતિ લાવવા માટે 'ચંદ્રયાન ડ્રોઈંગ કૉમ્પિટિશન'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 5થી ૧૨ વર્ષના બાળકોએ ભાગ લીધો હતો. સ્પર્ધાના નિર્ણાયક તરીકે ચૈતાલી દમવાળા ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતાઓને પ્રોત્સાહન સ્વરૂપ તેલુગુ ફિલ્મ અભિનેતા કિરીટી રામભટલા દ્વારા ચંદ્રયાન મિશન પર લખેલ તથા ફેનિલ કોમિક્સ દ્વારા પ્રકાશિત ગ્રાફિક નોવેલ 'ઝુરા' ઇનામ સ્વરૂપ આપવામાં આવી હતી.