Navratri 2023 : દુબઈમાં પણ ગરબાની રમઝટ થવા જઈ રહી છે. આગામી ૧૩ અને ૧૪ ઓક્ટોબરે દુબઈમાં સૌ પ્રથમ વખત ગુજરાતની સિંગર કૈરવી બુચ દ્વારા ગરબાની ધૂમ મચવા જઈ રહી છે.
કૈરવી બુચ
નવરાત્રી (Navratri 2023)ની ધૂમ હવે થોડા જ દિવસમાં જામશે ત્યારે તેની આગોતરી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં પણ હવે તો વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ આ તહેવારની શાનદાર ઉજવણી કરે છે. વિદેશમાં પણ નવરાત્રી (Navratri 2023)ને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે. દુબઈમાં આ ગરબા આયોજનમાં અમદાવાદની જાણીતી સંસ્થા તીહાઇ - ધ મ્યુઝિક પીપલના સહયોગથી દુબઈની જાણીતી કંપની ડીવાઇન એન્ટરટાઇનમેન્ટ દ્વારા નવરાત્રિના ભાગરૂપે ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગરબા-રાસ જેવું જ વાતાવરણ ઊભું થયું છે. હવે દુબઈમાં પણ ગરબાની રમઝટ થવા જઈ રહી છે. આગામી ૧૩ અને ૧૪ ઓક્ટોબરે દુબઈમાં સૌ પ્રથમ વખત ગુજરાતની કૈરવી બુચ દ્વારા ગરબાની ધૂમ મચવા જઈ રહી છે.
ADVERTISEMENT
કૈરવી બુચ હવે દુબઈના જાણીતા ક્રીક પાર્ક ખાતે ગરબાની રમઝટ બોલાવશે. આ સમગ્ર કાર્યક્રમ બે દિવસ સુધી ભવ્ય રીતે ઉજવાશે. જેમાં અનેક ઉત્સાહી ગુજરાતીઓ ભાગ લેશે. ગુજરાતનો ગરબો હવે ગ્લોબલ બની ચુક્યો છે. વિદેશમાં પણ તેની બોલબાલા છે ત્યારે કૈરવી બુચ દ્વારા આ જ ગ્લોબલ ઉજવણીમાં વધુ એક મોરપીંછ ઉમેરાશે.
હવે પહેલાંની જેમ ૯ કે ૧૦ દિવસના આયોજનની સાથે વિદશાં પ્રી નવરાત્રી (Navratri 2023)નો ક્રેઝ પણ સતત વધતો જોવા મળી રહ્યો છે. વિદેશમાં જેમ કે અમેરીકા, કેનેડા, લંડન, ઓસ્ટ્રેલિયા , દુબઈ સહિતના વિવિધ દેશોમાં ગુજરાતના નામી ગાયક કલાકારો વિદેશીઓ સહિત ગુજરાતી પ્રજાને પણ ગરબાનો આનંદ કરવી રહ્યા છે. કૈરવી બુચે પોતાના અવાજ અને પરફોર્મન્સ થકી વિદેશમાં મોટાભાગના દેશોમાં બહોળો ચાહક વર્ગ ઉભો કર્યો છે. ત્યારે હવે તેઓ સૌ પ્રથમવાર દુબઈમાં આવી રહ્યા છે. કૈરવી બૂચના પરફોર્મન્સની જાહેરાતથી જ દુબઈ સ્થિત ગુજરાતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ રીતે ગુજરાતી સંસ્કૃતિને, ગુજરાતના અદભૂત નૃત્ય વારસા (Navratri 2023)ને દુબઈની ધરતી પર સતત ધબકતી રાખવામાં ડીવાઇન એન્ટરટાઇનમેન્ટ અને વ્યાપ્તિ જોષી તથા પ્રશાંત જોષીનો સિંહ ફાળો છે. તેઓ અવારનવાર આવા પ્રોજેક્ટ થકી વિદેશની ધરતી પર પણ ગરબાનો આનંદ લોકોને કરાવી રહ્યા છે.
પ્રશાંત જોષી, વ્યાપ્તિ જોષી અને અભિલાષ ઘોડા
મળતી માહિતી મુજબ દુબઈમાં શાનદાર રીતે ઉજવવા જઈ રહેલ આ ગરબા મહોત્સવના આ બન્ને દિવસના એન્ટ્રી પાસ મેળવવાની વિગતો DYine Entertainment ના ફેસબુક પેજ પરથી મળી શકશે.
કૈરવી બુચ `કાના મને દ્વારિકા દેખાડ` આ ગીતથી જાતીતી થઈ છે. આ ગુજરાતની ગરબા પરફોર્મર અમેરીકા, ઓસ્ટ્રેલિયા, કેનેડામાં લોકોને ગરબાની મજા કરાવીને આગામી ૧૩ અને ૧૪ ઓક્ટોબરે દુબઈના જાણીતા ક્રીક પાર્ક ખાતે ગરબાની ધૂમ પર સૌ ગુજરાતીઓને ઘેલા કરશે.