Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ઍન્થ્રૉપિકના IPOથી એના ૯૬ ટકા કર્મચારીઓ બન્યા કરોડપતિ

ઍન્થ્રૉપિકના IPOથી એના ૯૬ ટકા કર્મચારીઓ બન્યા કરોડપતિ

Published : 21 November, 2026 10:59 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે ટેક્નૉલૉજી નિષ્ણાતોના મતે AI ક્ષેત્રે જંગી ખર્ચ વચ્ચે આ ઊંચું વૅલ્યુએશન ટકાવી રાખવું પડકારજનક રહેશે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) કંપની ઍન્થ્રૉપિકના શૅરબજારમાં પ્રવેશ સાથે જ એના લગભગ તમામ કર્મચારીઓ કરોડપતિ બની ગયા છે. ‘ક્લૉડ’ ચૅટબૉટ બનાવનારી કંપનીએ ગુરુવારે નૅસ્ડૅક પર ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગ (IPO)માં શૅરનો ભાવ ૭૮૮૫ રૂપિયા (૮૩ ડૉલર) રાખ્યો હતો. હિલ ડૉટ કૉમના ડેટા મુજબ સપ્ટેમ્બર સુધીના ૫૩૦૦ કર્મચારીઓમાંથી અંદાજે ૫૧૦૦ એટલે કે ૯૬ ટકા કર્મચારીઓ પાસે હવે ૯.૫ કરોડ રૂપિયા (૧ મિલ્યન ડૉલર)થી વધુ મૂલ્યના શૅર છે. કંપનીમાં ‘ઍન્ટ્સ’ તરીકે ઓળખાતા લગભગ ૨૮૦૦ કર્મચારીઓ પાસે ૯૫ કરોડ રૂપિયા (૧૦ મિલ્યન ડૉલર)થી વધુના અને ૬૦૦ કર્મચારીઓ પાસે ૯૫૦ કરોડ રૂપિયા (૧૦૦ ‌મિલ્યન ડૉલર)થી વધુના શૅર છે. ૨૦૨૧માં સ્થપાયેલી ઍન્થ્રૉપિકે જૂનમાં આવેલા સ્પેસઍક્સના IPO (૨૨,૦૦૦માંથી ૪૪૦૦ કરોડપતિ) કરતાં ઓછા કર્મચારીઓ અને ટૂંકી સફરમાં જ મોટી સંપત્તિ ઊભી કરી હતી. આ IPOની ખાસિયત એ રહી હતી કે સ્થાપકો સિવાયના કર્મચારીઓને લૉકઅપ સમયગાળાની રાહ જોયા વિના પહેલા જ દિવસે તેમના ૧૦ ટકા શૅર વેચવાની છૂટ અપાઈ હતી. ગુરુવારે શૅર ૧૦,૫૯૫ રૂપિયા (૧૧૧.૫૩ ડૉલર) પર ખૂલીને અંતે ‌લિ‌સ્ટિંગના ભાવથી ૧૭ ટકા ઉપર ૯૨૩૧ રૂપિયા (૯૭.૧૭ ડૉલર) પર બંધ રહ્યો હતો. એનાથી કંપનીનું માર્કેટ-વૅલ્યુએશન અંદાજે ૧૬૭.૨ લાખ કરોડ રૂપિયા (૧.૭૬ ટ્રિલિયન ડૉલર) પહોંચી ગયું હતું અને એ વિશ્વની સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપનીઓમાં સામેલ થઈ છે. જોકે ટેક્નૉલૉજી નિષ્ણાતોના મતે AI ક્ષેત્રે જંગી ખર્ચ વચ્ચે આ ઊંચું વૅલ્યુએશન ટકાવી રાખવું પડકારજનક રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

21 November, 2026 10:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK