Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ‌ચિપકો આંદોલન: વર્લ્ડ ટ્રી ડે પર વર્સોવાના નાના-નાની પાર્કમાં ભેગા થઈને પર્યાવરણપ્રેમીઓ વીફર્યા

‌ચિપકો આંદોલન: વર્લ્ડ ટ્રી ડે પર વર્સોવાના નાના-નાની પાર્કમાં ભેગા થઈને પર્યાવરણપ્રેમીઓ વીફર્યા

Published : 22 November, 2026 07:35 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોસ્ટલ રોડ માટે નીકળી રહેલા વૃક્ષોના ‌નિકંદનનો અનોખો અને આકરો ‌વિરોધ

કાલે વર્સોવાના પાર્કમાં નાના-નાની વૃક્ષોને વળગી પડેલા પર્યાવરણપ્રેમીઓ. તસવીરો: સતેજ શિંદે

કાલે વર્સોવાના પાર્કમાં નાના-નાની વૃક્ષોને વળગી પડેલા પર્યાવરણપ્રેમીઓ. તસવીરો: સતેજ શિંદે


મુંબઈના વર્સોવાથી ભાઈંદર કોસ્ટલ રોડનો પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે, જેના અંતર્ગત કોસ્ટલ રોડથી વર્સોવાથી ગોરેગામના બાંગુરનગર જવા માટે ઇન્ટરચેન્જ બનાવવામાં આવશે. એ ઇન્ટરચેન્જ રોડ વર્સોવામાં આવેલા નાના-નાની પાર્કમાંથી પસાર થવાનો હોવાથી પાર્કનાં વૃક્ષોમાંથી ૧૩૭ વૃક્ષોને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) હટાવવા માગે છે. એમાંથી ૮૯ વૃક્ષો કાપવાનો અને ૪૮ વૃક્ષો અન્ય સ્થળે ટ્રાન્સપ્લાન્ટ કરવાનો પ્લાન BMCએ બનાવ્યો છે. જોકે વૃક્ષોની આ રીતે થતી કતલના વિરોધમાં સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને એનો વિરોધ થઈ રહ્યો છે. ગઈ કાલે સ્થાનિક રહેવાસીઓ દ્વારા પાર્કમાં જ કરવામાં આવી રહેલા ચિપકો આંદોલનને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ સાથ આપ્યો હતો.

વૃક્ષોની કતલ રોકવા મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ ગઈ કાલે પાર્કમાં પહોંચી ગયા હતા. આંદોલન થવાની આશંકા હોવાથી મોટા પ્રમાણમાં પોલીસ-બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો. પોલીસે જમાવબંધી આદેશ લાગુ કર્યો હતો એમ છતાં આંદોલનકારીઓએ જોરદાર નારાબાજી કરી હતી. તેમણે BMCને સીધા સવાલ કરતાં પોસ્ટર હાથમાં રાખ્યાં હતાં, જેમાં BMCની ટ્રી- ઑથોરિટીને પૂછવામાં આવ્યું હતું કે કેમ વૃક્ષો ખરા એક્સપર્ટ્સની મદદ સાથે ટ્રાન્સપ્લાન્ટ નથી કરવામાં આવતાં? રૅન્ડમલી છોડ વાવી દેવાય છે અને એને જ ટ્રાન્સપ્લાન્ટ તરીકે ખપાવી દેવાય છે. અન્ય એક પોસ્ટરમાં લખાયું હતું કે આ ભગવાનની પ્રૉપર્ટી છે અને અમે તેમના વારસદાર છીએ. વૃક્ષો કાપી BMC મુંબઈનું ડેથ-વૉરંટ લખી રહી છે એનાં કારણો દર્શાવતું આખું બૅનર પણ ત્યાં લગાવવામાં આવ્યું હતું. એક પોસ્ટરમાં હાથમાં ચંપલ દેખાડવામાં આવ્યું હતું. એ મહિલાએ કહ્યું હતું કે આ ચંપલ એ બધા જ BMCના ઑફિસરો અને કર્મચારીઓ માટે છે જે આડેધડ વૃક્ષોની કતલ કરી રહ્યા છે. આ આંદોલનમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી અને બાળકોએ પણ ભાગ લીધો હતો. ઘણા આંદોલનકારીઓ રીતસરના ઝાડને વળગી પડી એને બચાવવાના પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.




ગઈ કાલે વર્સોવામાં નાના-નાની પાર્કમાં ભેગા થયેલા પર્યાવરણપ્રેમીઓ. તસવીરો : સતેજ ‌શિંદે


MNSના વર્સોવાના વિભાગ અધ્યક્ષ પ્રશાંત રાણે અને સ્થાનિક નેતા સંદેશ દેસાઈની આગેવાનીમાં પાર્ટીના કાર્યકરો નાના-નાની પાર્કમાં ઝાડને કાપવામાં ન આવે એ માટે ચિપકો આંદોલન કરીને ઝાડને વળગી પડ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

22 November, 2026 07:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK