Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > બજાજ ૧૦૫૮ પૉઇન્ટના ઘટાડા પછી બાઉન્સબૅક થઈ નજીવા સુધારામાં

બજાજ ૧૦૫૮ પૉઇન્ટના ઘટાડા પછી બાઉન્સબૅક થઈ નજીવા સુધારામાં

Published : 19 May, 2026 09:13 AM | IST | Mumbai
Anil Patel

માર્કેટ-બ્રેડ્થમાં મોટા પાયે નબળાઈ, રોકડું અને બ્રૉડર માર્કેટ ખરડાયેલું : ડૉલર સામે કંગાલિયતમાં રૂપિયો ૯૬.૪૦ના નવા તળિયે : નિફ્ટી ૫૦માં સ્થાન મળવાની શક્યતામાં BSE લિમિટેડ નવા શિખર સામે મજબૂત : પરિણામ પૂર્વે ૬૩મૂન્સ વૉલ્યુમ સાથે છેલ્લા કલાકમાં ઊછળ્યો

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


કી હાઇલાઇટ્સ

  1. નફાશક્તિ ભીંસમાં રહેવાના નિર્દેશમાં અંબર એન્ટરપ્રાઇઝિસમાં ૧૩૨૭ રૂપિયાનો કડાકો
  2. નબળા રિઝલ્ટ પાછળ KEC ઇન્ટરનૅશનલ ત્રણ વર્ષના તળિયે
  3. અરવિંદ લિમિટેડ ઑલટાઇમ હાઈ 

ટ્રમ્પે શાંતિના જાપ છોડીને ઈરાન સામે ફરીથી ધમકીની ભાષા વાપરવાનું શરૂ કરી દીધું છે. એમાં ક્રૂડ વધીને ૧૧૨ ડૉલરે પહોંચ્યું છે. ડૉલર સામે રૂપિયો ઑલટાઇમ બૉટમની હારમાળામાં ૯૫.૯૭ના આગલા બંધ સામે ગઈ કાલે ૯૬.૪૦ના નવા વર્સ્ટ લેવલે જઈ ૯૬.૩૫ જોવા મળ્યો છે. વૈશ્વિક શૅરબજારો વધુ મૂડલેસ થયાં છે. એશિયન બજારોમાં ઇન્ડોનેશિયા બે ટકા લથડ્યું હતું. હૉન્ગકૉન્ગ સવા ટકા તથા જપાન અને તાઇવાન પોણા ટકાની નરમાઈમાં હતા. સાઉથ કોરિયા સાધારણ સુધર્યું છે. યુરોપ દોઢથી સવાબે ટકાની આગલા દિવસની ખરાબી બાદ સોમવારે રનિંગમાં પોણા ટકા સુધી હતું. બિટકૉઇન ચોથા દિવસે નરમાઈની ચાલ જાળવી રાખતાં ૭૬,૮૮૯ ડૉલર દેખાયો છે. ઘરઆંગણે સેન્સેક્સ ૪૩૦ પૉઇન્ટના ઢીલા ઓપનિંગમાં ૭૪,૮૦૮ ખૂલી ૭૭ પૉઇન્ટ સુધરી ૭૫,૩૧૫, નિફ્ટી ૬ પૉઇન્ટ વધીને ૨૩,૬૫૦ બંધ થયો છે. બજાર નીચામાં ૭૪,૧૮૦ અને ઉપરમાં ૭૫,૪૬૬ થયું હતું. ખાબ માર્કેટ-બ્રેડ્થમાં NSEમાં વધેલા ૯૪૧ શૅર સામે ૨૩૮૨ જાતો

ઘટી છે. માર્કેટકૅપ ૨.૨૨ લાખ કરોડ ઘટીને ૪૫૮.૩૭ લાખ કરોડ રહ્યા છે. ગઈ કાલે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૧.૧ ટકા, મેટલ ઇન્ડેક્સ ૧.૧ ટકા, PSU બૅન્ક નિફ્ટી ૧.૯ ટકા, ઑટો ઇન્ડેક્સ પોણાબે ટકા કૅપિટલ ગુડ્સ પોણો ટકો, યુટિલિટીઝ ૧.૧ ટકા, પાવર એક ટકો, નિફ્ટી મીડિયા સવાબે ટકા, નિફ્ટી ડિફેન્સ અડધો ટકો ડાઉન થયો છે. IT બેન્ચમાર્ક બે ટકા કે ૯૯૮ પૉઇન્ટ વધ્યો હતો. GE શિપિંગ રિઝલ્ટની તેજી આગળ ધપાવતાં ૧૭૩૦ની વિક્રમી સપાટી બતાવી ૧૦.૮ ટકાના ઉછાળે ૧૬૯૭ થઈ છે. રેમન્ડ લિમિટેડ ઉપરમાં ૫૧૨ વટાવીને ૧૦.૭ ટકા વધી ૫૦૩ થઈ છે. અરવિંદ લિમિટેડે ૨૫૫૩ની કરોડના ફ્લૅટ રેવન્યુ પર ૬ ટકા વધારામાં ૧૬૦ કરોડ નેટ નફો કર્યો છે. એમાં શૅર ત્રણ ગણા વૉલ્યુમે ૪૮૩ની સર્વોચ્ચ સપાટી દર્શાવી ૪.૮ ટકા ઊંચકાઈને ૪૭૩ થઈ છે. ૬૩મૂન્સ પરિણામ પૂર્વે ૩ ગણા કામકાજે ૬૨૪ની ઇન્ટ્રા-ડે બૉટમથી વધીને ઉપર ૬૯૫ થઈ ૫.૧ ટકાના જમ્પમાં ૬૮૦ હતી. અંબર એન્ટરપ્રાઇઝિસે સાડાદસ ટકાના વધારામાં ૪૧૪૭ કરોડની આવક પર સવાપંદર ટકાના વધારામાં ૧૩૪ કરોડ નજીકનો ત્રિમાસિક નેટ નફો કર્યો છે, પરંતુ મૅનેજમેન્ટ તરફથી માર્જિન ભીંસમાં રહેવાનો સંકેત અપાતાં ભાવ સાત ગણા કામકાજે નીચામાં ૭૦૪૮ની અંદર જઈ ૧૫.૭ ટકા કે ૧૩૨૭ રૂપિયા તૂટી ૭૧૪૪ બંધ આવ્યો છે. KEC ઇન્ટરનૅશનલે પોણાસાત ટકાના ઘટાડામાં ૬૪૨૦ કરોડની આવક પર ૨૮ ટકાના ગાબડામાં ૧૯૩ કરોડ નફો કરતાં શૅર ૪૮૩ની ત્રણ વર્ષની બૉટમે જઈ ૧૧ ટકા ગગડી ૪૮૮ હતો. પ્રિકોલ લિમિટેડ બે ગણા વૉલ્યુમે ૮.૭ ટકા ગગડી ૫૬૦ થઈ છે. ઓલા ઇલેક્ટ્રિક દ્વારા ૧૮મીને બદલે ૨૦ મેએ પરિણામ જાહેર કરવાની જાણ કરવામાં આવી છે. શૅર ગઈ કાલે બે ટકા ઘટીને ૩૫ હતો. BSEનો સમાવેશ નિફ્ટી ૫૦માં વિપ્રોના સ્થાને થવાની ગણતરીમાં શૅર ૪૧૩૪ની ટૉપ બનાવી ૩ ટકા વધીને ૪૧૨૧ થયો છે. 


Whatsapp-channel Whatsapp-channel

19 May, 2026 09:13 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK