Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બીજી ટેસ્ટ-મૅચમાં બંગલાદેશના ૨૭૮ રન સામે પાકિસ્તાન ૨૩૨ રનમાં ઑલઆઉટ

બીજી ટેસ્ટ-મૅચમાં બંગલાદેશના ૨૭૮ રન સામે પાકિસ્તાન ૨૩૨ રનમાં ઑલઆઉટ

Published : 18 May, 2026 03:30 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બીજી ઇનિંગ્સમાં ત્રણ વિકેટે ૧૧૦ રન કરીને યજમાન ટીમે ૧૫૬ રનની લીડ મેળવી

બંગલાદેશ

બંગલાદેશ


સિલહટમાં ગઈ કાલે પાકિસ્તાન સામે બીજી ટેસ્ટ-મૅચના‍ બીજા દિવસના અંતે બંગલાદેશે ૧૫૬ રનની શાનદાર લીડ મેળવી હતી. બંગલાદેશે લિટન દાસના ૧૨૬ રનની મદદથી પહેલી ઇનિંગ્સમાં ૭૭ ઓવરમાં ૨૭૮-૧૦નો સ્કોર કર્યો હતો. જવાબમાં પાકિસ્તાન ૫૭.૪ ઓવરમાં ૨૩૨ રને ઢેર થયું હતું. ૪૬ રનની લીડ સાથે બીજી ઇનિંગ્સની શરૂઆત કરનાર બંગલાદેશે દિવસના અંતે ૨૬.૪ ઓવરમાં ૩ વિકેટે ૧૧૦ રન કર્યા હતા. પાકિસ્તાનની બૅટિંગ વખતે ચોથા ક્રમે રમી રહેલા બાબર આઝમે ૫૦+ રન કર્યા હતા. તેણે ૧૦ ફોરની મદદથી ૮૪ બૉલમાં ૬૮ રન કર્યા હતા. સ્પિનર તૈજુલ ઇસ્લામ અને ફાસ્ટ બોલર નાહિદ રાણાએ બંગલાદેશ માટે ૩-૩ વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર તસ્કીન અહમદ અને સ્પિનર મહેંદી હસન મિરાઝને પણ બે-બે સફળતા મળી હતી. બે મૅચની ટેસ્ટ-સિરીઝમાં બંગલાદેશ ૧-૦થી આગળ છે.


Whatsapp-channel Whatsapp-channel

18 May, 2026 03:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK