આ બન્ને ઇન્ડેક્સનું પુનર્ગઠન દર મહિને કરવામાં આવશે
પ્રતીકાત્મક તસવીર
બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE)ની સંપૂર્ણ માલિકીની BSE ઇન્ડેક્સ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ બે નવા ગવર્નમેન્ટ સિક્યૉરિટીઝ (G-Sec) ઇન્ડેક્સ — BSE 4-8 યર જી-સેક ઇન્ડેક્સ અને BSE 8-13 યર જી-સેક ઇન્ડેક્સ લૉન્ચ કર્યા છે.
આ બન્ને ઇન્ડેક્સનું પુનર્ગઠન દર મહિને કરવામાં આવશે. ઇન્ડેક્સની ૨૦૧૫ની ૩૧ ઑગસ્ટે બેઝ-વૅલ્યુ ૧૦૦ નક્કી કરવામાં આવી છે અને ઇન્ડેક્સનું વેઇટ ટર્નઓવર અને આઉટસ્ટૅન્ડિંગ રકમના આધારે નક્કી કરવામાં આવશે.
ADVERTISEMENT
BSE 4-8 યર જી-સેક ઇન્ડેક્સ ચારથી ૮ વર્ષની બાકી રહેલી મુદત ધરાવતી અને ૭૫૦૦ કરોડ રૂપિયાથી અધિકની આઉટસ્ટૅન્ડિંગ એવી ટોચની ત્રણ સૌથી અધિક લિક્વિડ ગવર્નમેન્ટ સિક્યૉરિટીઝની કામગીરીને માપે છે. BSE 8-13 યર જી-સેક ઇન્ડેક્સ આઠથી ૧૩ વર્ષની બાકી રહેલી અવધિ ધરાવતી અને ૭૫૦૦ કરોડ રૂપિયાથી અધિકની આઉટસ્ટૅન્ડિંગ એવી ટોચની ત્રણ સૌથી અધિક લિક્વિડ ગવર્નમેન્ટ સિક્યૉરિટીઝની કામગીરી માપે છે.
આ નવા ઇન્ડેક્સનો ઉપયોગ એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ અને ઇન્ડેક્સ ફન્ડ જેવા પરોક્ષ વ્યૂહનો અમલ કરવામાં થઈ શકે છે. એ ઉપરાંત પોર્ટફોલિયો મૅનેજમેન્ટ સર્વિસના વ્યૂહ, મ્યુચ્યુઅલ ફન્ડ યોજનાઓ અને ફન્ડ પોર્ટફોલિયોના બેન્ચમાર્ક તરીકે પણ એનો ઉપયોગ કરી શકાય છે. આ નવા ઇન્ડેક્સ સાથે રોકાણકારોને બજારમાં વધુ વિસ્તૃત તક મળી રહેશે અને તેમના રોકાણવ્યૂહો વધુ મજબૂત બનશે.


