Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પુણેની IT કંપનીના એન્જિનિયરે લોનાવલાની ખીણમાં કૂદીને આત્મહત્યા કરી

પુણેની IT કંપનીના એન્જિનિયરે લોનાવલાની ખીણમાં કૂદીને આત્મહત્યા કરી

Published : 14 February, 2026 12:30 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વીરેન્દ્ર સિંહાનો મૃતદેહ કાર પાર્ક કરેલી જગ્યાની સામે ખીણમાં લગભગ ૨૦૦થી ૨૫૦ ફુટ ઊંડે મળી આવ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પુણેના બાણેરમાં રહેતા અને હિંજવડીની IT કંપનીમાં કામ કરતા ૩૨ વર્ષના વીરેન્દ્ર સિંહાએ લોનાવલાના લાયન્સ પૉઇન્ટ વિસ્તારમાં ખીણમાં કૂદીને આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટનાની જાણ ગુરુવારે ૧૨ ફેબ્રુઆરીએ વહેલી સવારે થઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર લોનાવલાના લાયન્સ પૉઇન્ટ પર વીરેન્દ્ર સિંહાની બ્લુ કલરની કાર શંકાસ્પદ હાલતમાં પાર્ક કરેલી મળી આવી હતી. એવું પણ જાણવા મળ્યું હતું કે તેણે વહેલી સવારે મેસેજ અને ઈ-મેઇલ દ્વારા તેના મિત્રો અને પત્નીને કહ્યું હતું કે તે કોઈ કડક પગલું ભરવા જઈ રહ્યો છે. આ પછી સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને ખીણમાં સર્ચ-ઑપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.



વીરેન્દ્ર સિંહાનો મૃતદેહ કાર પાર્ક કરેલી જગ્યાની સામે ખીણમાં લગભગ ૨૦૦થી ૨૫૦ ફુટ ઊંડે મળી આવ્યો હતો. સ્થાનિક બચાવટીમ શિવદુર્ગની મદદથી ગુરુવારે સાંજે લગભગ ૪.૩૦ વાગ્યે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી માટે પોલીસને સોંપવામાં આવ્યો હતો.


૧૨ ફેબ્રુઆરીએ તેની પત્ની રિયાનો જન્મદિવસ હતો. પ્રાથમિક માહિતી સામે આવી છે કે પતિ-પત્ની વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ઝઘડો ચાલી રહ્યો હતો. વીરેન્દ્ર મિડ-નાઇટથી જ રિયાનો કૉન્ટૅક્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પણ રિયાએ તેનો નંબર બ્લૉક કર્યો હોવાથી બન્ને વાત કરી શક્યાં નહોતાં. એથી વીરેન્દ્રએ ત્યાર બાદ રિયા અને તેના ફ્રેન્ડ્સને વહેલી સવારે મેસેજ અને વિડિયો મોકલ્યા પછી તે ખીણમાં કૂદી ગયો હતો. તેણે મોકલેલા મેસેજમાં તેની કાર ક્યાં છે અને કારની ચાવીઓ ક્યાં છે એ જણાવ્યું હતું. પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ વીરેન્દ્રએ આ છેલ્લો સંદેશ એક પરિચિતને મોકલ્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે મારી કાર લાયન્સ પૉઇન્ટ પર પાર્ક કરેલી છે, કારની ચાવી ટાયરની નીચે રાખવામાં આવી છે અને મોબાઇલ ફોન પણ કારમાં છે.

વીરેન્દ્રએ મૃત્યુ પહેલાં એક વિડિયો રેકૉર્ડ કર્યો હતો. તેણે કંપનીના ઉચ્ચ અધિકારીઓને પણ ઈ-મેઇલ કરી હતી. તેણે આ વિડિયોમાં પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું કે કેટલાક લોકો તેને જીવવા દેતા નથી. તેણે કામ પર પણ હેરાનગતિનો અનુભવ કર્યો હતો. દરમ્યાન, વીરેન્દ્રની પત્ની રિયાની ફરિયાદ પર પોલીસે પાંચ લોકો સામે કેસ નોંધ્યો છે અને વધુ તપાસ ચાલુ છે.


Whatsapp-channel Whatsapp-channel

14 February, 2026 12:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK