ભારતના ઓપનિંગ બૅટર અભિષેક શર્માની ફિટનેસ વિશે મહત્ત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે. અહેવાલો અનુસાર મુંબઈમાં અમેરિકા સામેની મૅચથી જ પેટની સમસ્યાનો સામનો કરનાર અભિષેક દિલ્હીમાં બે દિવસ સુધી હૉસ્પિટલમાં દાખલ હતો.
અભિષેક શર્મા
ભારતના ઓપનિંગ બૅટર અભિષેક શર્માની ફિટનેસ વિશે મહત્ત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે. અહેવાલો અનુસાર મુંબઈમાં અમેરિકા સામેની મૅચથી જ પેટની સમસ્યાનો સામનો કરનાર અભિષેક દિલ્હીમાં બે દિવસ સુધી હૉસ્પિટલમાં દાખલ હતો. આ દરમ્યાન તેનું બે કિલો વજન ઘટી ગયું છે. તે હાલમાં ટીમ ઇન્ડિયા સાથે જ છે, પરંતુ ૧૦૦ ટકા ફિટ નથી અને રિકવરી કરી રહ્યો છે.
પેસ બોલર અર્શદીપ સિંહના એક વિડિયોમાં અભિષેક શર્માએ ખુલાસો કર્યો કે તે હાલમાં દાળ અને ભાત સહિતનો સાદો ખોરાક જ લઈ રહ્યો છે. તેણે ગઈ કાલે પોતાના ફોટો શૅર કરીને તેની ફિટનેસ માટે ચિંતા કરનાર તમામનો આભાર માન્યો હતો. ફૅન્સ આશા રાખી રહ્યા છે કે તે પાકિસ્તાન સામેની મહત્ત્વપૂર્ણ મૅચ પહેલાં સંપૂર્ણ રીતે ફિટ થઈ જાય.


