° °

આજનું ઇ-પેપર
Saturday, 04 December, 2021


રોકડું બાઉન્સબૅક, તમામ સેક્ટોરલ પ્લસમાં આપી સેન્સેક્સમાં સુધારાની આગેકૂચ

27 October, 2021 03:37 PM IST | Mumbai | Anil Patel

તાતા મોટર્સ છ ટકા અને તેનો ડીવીઆર ૧૦ ટકા ઊંચકાયા, રિલાયન્સ બજારને ૧૭૪ પૉઇન્ટ ફળ્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑટો, મેટલ, સ્મૉલ કૅપ, મિડ કૅપ, અૅનર્જી ઇન્ડેક્સ ઝળક્યા : તાતા મોટર્સ છ ટકા અને તેનો ડીવીઆર ૧૦ ટકા ઊંચકાયા, રિલાયન્સ બજારને ૧૭૪ પૉઇન્ટ ફળ્યો : પારસમાં સતત બીજી મંદીની સર્કિટ, તત્ત્વચિંતનની તેજી આગળ વધી, અમી ઓર્ગેનિક્સ બાઉન્સબૅક થયો : નીટ તથા એપટેકમાં ડબલ ડિઝિટના જમ્પ, ઇન્ફી, ટીસીએસ અને વિપ્રો સહેજ ઘટાડે બંધ

વૉલેટિલિટીનો સિલસિલો જાળવી રાખતા દિવસ દરમ્યાન આશરે ૧૮૦૦ પૉઇન્ટનો ઝોલ દાખવી માર્કેટ મંગળવારે ૩૮૩ પૉઇન્ટ વધી ૬૧૩૫૦ બંધ થયું છે. સેન્સેક્સ નીચામાં ૬૦૭૯૧ અને ઉપરમાં ૬૧૪૯૮ થયો હતો. નિફ્ટી ૧૪૩ પૉઇન્ટ વધી ૧૮૨૬૮ રહ્યો છે. પાંચેક દિવસની બુરાઈ બાદ ૮૯૫માંથી ૭૪૨ શૅરના સુધારામાં ૬૧૩ પૉઇન્ટ કે સવા બે ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ ૧૦૬માંથી બીએસઈ ૫૦૦ ખાતે ૫૦૧માંથી ઘટેલા શૅરની સંખ્યા ૧૦૫ હતી. આના કારણે માર્કેટ બ્રેડ્થ પણ મંગળવારે સારી એવી પૉઝિટિવ બની છે. એનએસઈમાં ૧૫૨૬ શૅર પ્લસ હતા. સામે ઘટેલી જાતો ૪૫૩ હતી. સેન્સેક્સના ૩૦માંથી ૨૦ અને નિફ્ટીના ૫૦માંથી ૩૯ શૅર વધ્યા છે. તાતા મોટર્સ છ ટકા તથા તાતા સ્ટીલ ૪.૨ ટકા જેવી મજબૂતીમાં નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર હતા. ઇન્ડ્સઇન્ડ બૅન્ક પોણા બે ટકાના ઘટાડે બન્ને બજારમાં ટૉપ લૂઝર બન્યો છે. હેવી વેઇટસ રિલાયન્સ સવા બે ટકા ઊછળી ૨૬૬૧ બંધ રહેતાં ગઈ કાલે સેન્સેક્સને સર્વાધિક ૧૭૪ પૉઇન્ટનો ફાયદો થયો હતો. પરિણામની પૂર્વ સંધ્યાએ ટાઇટન સવા ત્રણ ટકા વધીને ૨૪૫૭ નજીક જોવાયો છે. બજાજ ફાઇનૅન્સ ૨૦૪ રૂપિયા કે ૨.૭ ટકા તથા બજાજ ફિનસર્વ ૨૫૧ રૂપિયા કે ૧.૪ ટકા અપ હતા. નિફ્ટી ખાતે પ્રાઇવેટ બૅન્કને બાદ કરતાં બાકીના બધા અને બીએસઈ ખાતેના તમામ ૧૯ સેક્ટોરલ મંગળવારે પ્લસ રહ્યા છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ ૨.૮ ટકા કે ૧૧૯૮ પૉઇન્ટ, રિયલ્ટી ઇન્ડેક્સ ૩.૪ ટકા, ઑટો ઇન્ડેક્સ બે ટકા, અૅનર્જી ઇન્ડેક્સ પોણા બે ટકા મજબૂત હતા. હેલ્થકૅર ઇન્ડેક્સ આમ તો અડધો ટકો વધ્યો હતો પણ તેના ૯૦માંથી ૬૪ શૅર ગ્રીન ઝોનમાં હતા. અત્રે ટોરન્ટ ફાર્મા ૪.૪ ટકા ખરડાઈ ૨૯૫૧ બંધ હતો. ઇન્ડિયન રેલવે કેટરિંગ ઉપરમાં ૪૩૯૯ થઈ ચાર ટકા વધી ૪૧૮૯ બંધ આવ્યો છે. તત્ત્વચિંતન બેક-ટુ-બેક તેજીમાં ૨૬૬૦ના બેસ્ટ લેવલ બાદ ૧૪ ટકાનો જમ્પ મારી ૨૬૩૫ બંધ રહ્યો છે. પારસ ડિફેન્સ સતત બીજી મંદીની સર્કિટમાં ૧૦૯૩ હતો. આગલા દિવસની ખરાબી બાદ અમી ઓર્ગેનિક્સ સાડા નવ ટકા વધી ૧૧૦૮ દેખાયો છે. રિલાયન્સનો પાર્ટ પેઇડ સવા ત્રણ ટકા વધી ૨૦૨૩ તો તાતા મોટર્સનો ડીવીઆર ૧૦ ટકાની ઉપલી સર્કિટે ૨૬૭ નજીક બંધ આવ્યા છે.

આરપીએસજી વેન્ચર્સને આઇપીએલનું સાહસ ના ફળ્યું, શૅર ઘટ્યો

ટેક મહિન્દ્રએ સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં સારા પરિણામ રજૂ કરીને શૅરદીઠ ૧૫ રૂપિયાનું ઇન્ટરિમ જાહેર કર્યું છે. ભાવ મંગળવારે ઉભરામાં એક તબક્કે ૧૦૫ રૂપિયા ઊછળી ૧૬૨૯ની સર્વોચ્ચ સપાટીએ ગયો હતો. અંતે અઢી ટકા વધી ૧૫૬૩ રહ્યો છે. વૉલ્યુમ ચાર ગણું હતું. નીટ લિમિટેડ ૧૯ ઑક્ટોબરના રોજ ૩૭૬ હતો. ઘસારામાં ઘટતો રહી મંગળવારે ઇન્ટ્રા-ડેમાં ૨૮૨ થયા પછી પ્રત્યાઘાતી સુધારો કામે લાગતાં ૩૨૨ થઈ ૧૦.૩ ટકા ઊછળી ૩૧૪ બંધ આવ્યો છે. એપટેક પાંચ ગણા કામકાજમાં ૩૪૮ની નવી ટૉપ બતાવી બાર ટકા વધી ૩૪૦ હતો. માસ્ટેક ૧૯ ઑક્ટોબરના રોજ ૩૬૬૬ની ઑલટાઇમ હાઈથી પરિણામ પાછળ ખરડાઈ તાજેતરમાં ૨૬૧૫ની બૉટમ પર આવ્યા પછી ગઈ કાલે બાઉન્સબૅક થતાં ૨૯૨૫ની ઇન્ટ્રા-ડે હાઈ દેખાડી સવા પાંચ ટકા વધી ૨૮૩૨ હતો. આરપીએસજી વેન્ચર્સ ૭૦૯૦ કરોડ રૂપિયાની બીડ મૂકીને આઇપીએલ માટે લખનઉની ફ્રેન્ચાઇઝી મેળવવામાં સફળ થઈ છે. શૅર ૮૪૬ના આગલા બંધ સામે ગઈ કાલે ઉપરમાં ૮૯૨ થયા બાદ ગગડી ૭૮૫ની ઇન્ટ્રા-ડે બૉટમ બનાવી ૫.૭ ટકા તૂટી ૭૯૭ બંધ રહ્યો છે. ૨૦ ઑક્ટોબરના રોજ ભાવ ૧૧૪૭ના શિખરે હતો.

જાગરણ પ્રકાશન સારા પરિણામ પાછળ ૨૦ માસના શિખરે

જાગરણ પ્રકાશને સપ્ટેબર ક્વૉર્ટરમાં કોન્સો. ધોરણે ૪૦ ટકા જેવા વધારામાં ૪૦૩ કરોડ નજીકની આવક ઉપર અગાઉના ૧૦ કરોડની સામે આ વખતે ૬૧ કરોડ આસપાસનો ચોખ્ખો નફો કરતાં શૅર મંગળવારે ૧૧ ગણા વૉલ્યુમ સામે ૭૧ની વીસ માસની ટૉપ બનાવી ૮.૧ ટકા ઊછળી ૬૭ નજીક બંધ આવ્યો છે. વર્ષની બૉટમ ૩૪ રૂપિયા છે, જે ૨૯ ઑક્ટોબરના રોજ બની હતી. બે રૂપિયાના શૅરની બુકવૅલ્યુ ૮૪ રૂપિયા જેવી છે. અન્ય મીડિયા શૅરમાં એચટી મીડિયા ૮.૬ ટકા, ડીબી કોર્પ ૩.૫ ટકા, સંદેશ સવા ટકા, જસ્ટડાયલ ૪.૪ ટકા અપ હતા. બ્રોડકાસ્ટિંગ સેગમેન્ટમાં એન્ટરટેઇનમેન્ટ નેટવર્ક ૭.૮ ટકા, ટીવી-૧૮ બ્રોડકાસ્ટ છ ટકા, યુએફઓ ૩.૧ ટકા, હેથવે કેબલ બે ટકા, ટીવી ટુડે ૧.૭ ટકા, ડેન નેટવર્ક અઢી ટકા અપ હતા. ઝી એન્ટરટેઇનમેન્ટ ૪.૩ ટકા વધીને ૩૧૭, તો ડીશ ટીવી અઢી ટકા ડાઉન હતો. ઝી મીડિયા ૪.૩ ટકા વધીને બંધ હતો. એનડીટીવી પાંખા કામકાજમાં સવા ટકો વધી ૮૦ હતો. હેથવે ભવાની પાંચ ટકા વધી ૨૨ રહ્યો છે. સનટીવી સવા ટકો સુધરી ૫૬૭ બંધ હતો. મૂવી તથા એન્ટરટેઇનમેન્ટ સેગમેન્ટમાં પ્રીતિશ નાન્દી કૉમ્યુ. ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૪૫ નજીક જઈ ત્યાં જ બંધ રહ્યો છે.  ટિપ્સ ઇન્ડ પાંચ ટકા વધી ૧૪૪૯ બંધ હતો. એલન સ્કોટ ઇન્ડસ્ટ્રીઝ, જેનું જૂનું નામ સુકેતુ ફૅશન્સ હતું અને મૂળ ધંધો હોઝિયરીનો હતો તે હવે બૉલીવુડ મૂવીઝ બનાવવા માંડી છે, શૅર ગઈ કાલે ૮૦ નજીક ઑલટાઇમ હાઈ બનાવી પાંચ ટકાની ઉપલી સર્કિટે ત્યાં જ બંધ હતો. સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં કંપનીએ ચાર લાખ રૂપિયાની આવક પર એક લાખની ચોખ્ખી ખોટ કરી છે. કંપની જેવું કાંઈ નથી, ખાલી ખોખું લાગે છે આ.

ઑટો શૅરોમાં સુધારાની ચાલ, પરંતુ મારુતિ સુઝુકી સુસ્ત

મારુતિ સુઝુકીના ત્રિમાસિક રિઝલ્ટ બુધવારે છે. શૅર ગઈ કાલે સરેરાશ કરતાં માંડ ત્રીજા ભાગના કામકાજમાં ઉપરમાં ૭૩૬૩ અને નીચામાં ૭૨૧૩ થઈ અડધો ટકો વધી ૭૩૦૦ બંધ રહ્યો છે. તાતા મોટર્સના રિઝલ્ટ ૧ નવેમ્બરે આવવાના છે. ભાવ ગઈ કાલે ઉપરમાં ૫૧૦ થઈ છ ટકા ઊંચકાઈ ૫૦૯ નજીક બંધ હતો. તેનો ડીવીઆર ૧૦ ટકા વધી ૨૬૭ હતો. બજાજ ઑટો પરિણામની પૂર્વ સંધ્યાએ પોણો ટકો વધી ૩૭૯૬ હતો. સારા પરિણામનું જોર જાળવી રાખતાં ટીવીએસ મોટર ઉપરમાં ૬૨૯ થઈ ૪.૫ ટકાની આગેકૂચમાં ૬૨૬ હતો. એસ્કોર્ટસ ૩.૩ ટકા, અશોક લેલેન્ડ ૪.૪ ટકા, આઇશર મોટર સવા ટકા અપ હતા. મહિન્દ્ર સાધારણ પ્લસ હતો. હીરો મોટોકોર્પ અડધો ટકો વધીને ૨૭૦૦ હતો. સીએટનો ત્રિમાસિક નફો ૭૭ ટકા ગગડી ૪૨ કરોડ આવતાં શૅર ૧૧૬૫ની નવ માસની બૉટમ બતાવી અંતે એક ટકો વધી ૧૩૦૬ રહ્યો છે. એપોલો ટાયર્સ નજીવો નરમ હતો. સામે બાલક્રિશ્ના ઇન્ડ. ત્રણ ટકા વધી ૨૪૮૭, પિક્સ ટ્રાન્સમિશન ૨.૨ ટકા વધી ૭૬૫ તથા ટીવીએસ શ્રી ચક્ર દોઢ ટકા વધી ૨૩૪૩ હતો. એમઆરએફ પોણો ટકો વધી ૭૯૯૮૦ થયો છે. ઑટો પાર્ટસ સેગમેન્ટમાં જીએનએ, ફીએમ, મિન્ડાકોર્પ, સોના કોમસ્ટાર, સુપ્રજિત, રાજરતન ગ્લોબલ વાયર, એનડીઆર ઑટો. ઑટો પિન્સ, સુબ્રોસ, પંકજ પીયૂષ, ભગવતી ઑટો, પ્રિસિઝન કોમશાફ્ટ જેવી જાતો પાંચેક ટકાથી ૧૧ ટકા સુધી વધેલી હતી.

સ્ટેટ બૅન્ક, પીએનબી, કૅનેરા બૅન્ક, બૅન્ક ઑફ બરોડામાં નવા શિખર

કોટક મહિન્દ્ર બૅન્કનો ત્રિમાસિક સ્ટેન્ડ અલોન નેટ પ્રોફિટ સાત ટકા ઘટી ૨૦૩૨ કરોડ રૂપિયા થયો છે, પરંતુ ધારણા ૧૭૯૨ કરોડની હતી તેથી શૅર ગઈ કાલે ૨૧૨૩ની ઇન્ટ્રા-ડે બૉટમથી ઉપરમાં ૨૨૩૮ વટાવી અંતે અઢી ટકા વધી ૨૨૧૦ બંધ રહ્યો છે. એક્સીસ બૅન્ક પરિણામ પૂર્વે ૮૨૫ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ સહેજ ઘટીને ૮૪૨ હતો. કૅનેરા બૅન્કનો સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ચોખ્ખો નફો ૨૦૦ ટકા વધીને ૧૩૩૩ કરોડ થયો છે. શૅર ૨૦૭ની નવી ટૉપ દેખાડી ૪.૨ ટકાની નરમાઈમાં ૧૯૩ બંધ આવ્યો છે. બૅન્ક ઑફ બરોડા બમણાથી વધુના કામકાજમાં ૧૦૩ ઉપર નવું શિખર બતાવી સાડાત્રણ ટકા વધી ૧૦૦ નજીક બંધ થતાં તેનું માર્કેટ કૅપ હવે ૫૧૬૬૩ કરોડ થઈ ગયું છે. પંજાબ નૅશનલ બૅન્ક પરિણામની પૂર્વ સંધ્યાએ ૪૮ નજીક નવી ટૉપ દેખાડી બે ટકા વધી ૪૬ હતો. તેનું માર્કેટ કૅપ પણ હવે ૫૦૪૮૫ કરોડ નોંધાયું છે. ઇન્ડ્સઇન્ડ બૅન્કના પરિણામ બુધવારે છે. ભાવ ગઈ કાલે બે ટકા ઘટીને ૧૧૫૫ હતો. સારા પરિણામની અસરમાં ૧૧ ટકાની અસાધારણ તેજી દાખવનાર આઇસીઆઇસીઆઇ બૅન્ક વળતા દિવસે નીચામાં ૮૨૨ થઈ દોઢ ટકાની નરમાઈમાં ૮૨૯ હતો. સ્ટેટ બૅન્કના પરિણામ ત્રણ નવેમ્બરે જાહેર થવાના છે. શૅર ગઈ કાલે ૫૧૮ની નવી ઊંચી સપાટી હાંસલ કરી સવા ટકાની મજબૂતીમાં ૫૧૩ હતો. બૅન્ક નિફ્ટી બારમાંથી છ શૅરના ઘટાડામાં ૪૬ પૉઇન્ટ વધી ૪૧૨૩૮ બંધ હતો. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૩માંથી એક શૅરની નરમાઈમાં એકાદ ટકા વધીને બંધ આવ્યો છે.

આજનાં મહત્ત્વનાં કંપની પરિણામ

આજે, બુધવારે જાહેર થનાર અગત્યનાં કંપની પરિણામ નીચે મુજબ છે ઃ આરતી ડ્રગ્સ, અદાણી એન્ટરપ્રાઇઝીસ, અદાણી પોર્ટસ, એજીસ લોજિસ્ટિક્સ, એપોલો ટ્રાઇકોટ, અરવિંદ, એસ્ટેક લાઇફ, બજાજ ઑટો, બાલાજી એમાઇન્સ, બટરફ્લાય ગાંધીમતી, કોસ્મો ફિલ્મ્સ, ક્યુમિન્સ ઇન્ડિયા, દાલમિયાં ભારત, દીપક નાઇટ્રેટ, એઇમ્કો એલીકોન, એકસારો ટાઇલ્સ, ગ્રીન પેનલ ઇન્ડસ્ટ્રીઝ, જિઓજિત ફાઇ, ગોલકુન્ડા ડાયમંડ, જીઆરએમ ઓવરસીઝ, એચઆઇએલ લિમિટેડ, આઇઆઇએફએલ ફાઇનૅન્સ, ઇન્ડ્સઇન્ડ બૅન્ક, ઇન્ડિયન ઓવરસીસ બૅન્ક, આઇટીસી, આઇઆઇએફએલ વેલ્થ મૅનેજમેન્ટ, જેકે પેપર, કેસી ઇન્ડસ્ટ્રીઝ, કેઇસી ઇન્ટર, કોપરાન, કેપીઆર મિલ્સ, લક્ષ્મી મશીન, લાર્સન ટુબ્રો, લુપિન, મહિન્દ્ર લોજિસ્ટિક્સ, મારુતિ સુઝુકી, માસ ફાઇનૅન્શિયલ, ઓરેકલ, ઓરિએન્ટ બેલ, પીએનબી, ફિલિપ્સ કાર્બન, પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ, પીએસપી પ્રોજેક્ટ, રામકો સિસ્ટમ્સ, રેમન્ડ, સાગર સિમેન્ટ, એસબીઆઇ લાઇફ, શ્રીરામ સિટી યુનિયન, એસકેએફ, સોના કોમસ્ટાર, તાતા કેમિકલ્સ, ટાઇટન, ટોરન્ટ પાવર, ટીટીકે પ્રેસ્ટિજ, ઝી એન્ટર, વેલસ્પન ઇન્ડિયા વગેરે.

27 October, 2021 03:37 PM IST | Mumbai | Anil Patel

અન્ય લેખો

ઑમિક્રૉનને પગલે દેશભરમાં સમાન નીતિ અપનાવવા ફિક્કીનો અનુરોધ

ઓચિંતાં પગલાં ભરવાથી ગભરાટ ફેલાશે

03 December, 2021 02:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

કેન્દ્રનો મૂડીગત ખર્ચ વધ્યો : કોરોના પૂર્વેની સ્થિતિ આવી જવાનો અંદાજ

રાજ્યોમાં પણ એવું થવાની સંભાવના છે

03 December, 2021 02:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

મારુતિ, મર્સિડિઝ અને ઑડી જાન્યુઆરીથી કારના ભાવમાં કરશે વધારો

તેમનું કહેવું છે કે કાચા માલનો ખર્ચ વધવાને કારણે તથા કારનાં ફીચર્સમાં વધારો કરવામાં આવી રહ્યો હોવાથી ભાવમાં વૃદ્ધિ થશે

03 December, 2021 02:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK