હૉસ્પિટલના યુરો-ઓન્કોલોજી અને રોબોટિક સર્જરીના ડિરેક્ટર ડૉ. ટી.બી. યુવરાજાએ શાંઘાઈથી આ સર્જરીઓ સફળતાપૂર્વક કરી. તેમણે કહ્યું, "રિમોટ રોબોટિક સર્જરીએ વિશ્વના કોઈપણ ખૂણામાં ઉચ્ચ-ગુણવત્તાવાળી સર્જિકલ સંભાળ લાવવાની ક્ષમતા દર્શાવી છે.
મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલની ટીમ
મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલ (CSMVS) એ ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય રિમોટ રોબોટિક સર્જરી સફળતાપૂર્વક કરી, જે એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે. ભારત અને ચીન વચ્ચે 5,000 કિલોમીટરના અંતરે હાથ ધરવામાં આવેલી આ સર્જરીએ દેશની તબીબી ટૅકનોલૉજી ક્ષમતાઓને નવી ઊંચાઈ આપી છે. સર્જન ડૉ. ટી.બી. યુવરાજ શાંઘાઈથી રિમોટલી ઑપરેશન કર્યું હતું. આ સર્જરી ‘Toumai’ રિમોટ રોબોટિક સર્જરી સિસ્ટમનો ઉપયોગ કરીને કરવામાં આવી હતી, જે USFDA દ્વારા ટેલિસર્જરી માટે મંજૂર કરાયેલ એકમાત્ર રોબોટિક પ્લેટફોર્મ છે. આ સિસ્ટમે ઑપરેશન દરમિયાન હાઇ-સ્પીડ અને સ્થિર ડેટા ટ્રાન્સમિશન સુનિશ્ચિત કરવાની સાથે સચોટ ચોકસાઈ પણ સુનિશ્ચિત કરી. રોબોટિક-સહાયિત રેડિકલ પ્રોસ્ટેટેક્ટોમી અને રોબોટિક-સહાયિત આંશિક નેફ્રેક્ટોમી સહિત જટિલ ઑપરેશનો કોઇની ફિઝિકલ હાજરી વિના કરવામાં આવ્યા હતા.
હૉસ્પિટલના યુરો-ઓન્કોલોજી અને રોબોટિક સર્જરીના ડિરેક્ટર ડૉ. ટી.બી. યુવરાજાએ શાંઘાઈથી આ સર્જરીઓ સફળતાપૂર્વક કરી. તેમણે કહ્યું, "રિમોટ રોબોટિક સર્જરીએ વિશ્વના કોઈપણ ખૂણામાં ઉચ્ચ-ગુણવત્તાવાળી સર્જિકલ સંભાળ લાવવાની ક્ષમતા દર્શાવી છે. આ સફળતા ભારત અને અન્ય દેશોમાં સર્જિકલ તકનીકો માટે એક નવા યુગની શરૂઆત દર્શાવે છે." આ સર્જરીની સફળતાએ દર્શાવ્યું કે ભૌગોલિક અંતર હવે સર્જિકલ પ્રક્રિયાઓ માટે અવરોધ નથી. આ સર્જરી દરમિયાન, દર્દીઓને સામાન્ય સેટિંગ્સમાં મળતી ઉચ્ચ-સ્તરીય સંભાળ મળી. ‘Toumai’ સિસ્ટમોએ 132 મિલિસેકન્ડની એકદમ ઓછી દ્વિ-દિશાત્મક લેટન્સી પ્રદાન કરી, જે ઑપરેશનના દરેક પગલા પર ચોકસાઇ અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરી છે. આ ચોકસાઇએ સર્જરીને પરંપરાગત ઑન-સાઇટ રોબોટિક સર્જરી જેવી જ કાર્યક્ષમતા અને વિશ્વસનીયતા સાથે પૂર્ણ કરવામાં સક્ષમ બનાવી.
ADVERTISEMENT
આ સફળતા પર આનંદ વ્યક્ત કરતા, હૉસ્પિટલના સીઈઓ ડૉ. સંતોષ શેટ્ટીએ કહ્યું, "આ અમારી સંસ્થા અને ભારતીય આરોગ્યસંભાળ ક્ષેત્ર માટે ગર્વની વાત છે. આ આંતરરાષ્ટ્રીય રિમોટ રોબોટિક સર્જરી કરનારું પહેલું હૉસ્પિટલ બન્યું છે. આ ભારત અને સમગ્ર વિશ્વમાં ઉચ્ચ-ગુણવત્તાવાળી સર્જિકલ સંભાળ પૂરી પાડવાના અમારા વિઝનને વધુ મજબૂત બનાવે છે." આ ઘટના એક મોટી સિદ્ધિ છે કારણ કે તે માત્ર રિમોટ સર્જરીની સંભાવનાને ઓળખવાની સાથે આરોગ્યસંભાળને સુલભ બનાવવા માટે ટૅકનોલૉજીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે તે પણ દર્શાવે છે. આ સર્જરીની સફળતાએ ટેલિસર્જરીના ક્ષેત્રમાં એક નવી ક્રાંતિની શરૂઆત કરી છે, જે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં તબીબી સંભાળને બદલી નાખશે. કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલની ટીમ, જેમાં હૉસ્પિટલના નિષ્ણાતો, ટૅકનોલૉજી પાર્ટનર અને એન્જિનિયરિંગ ટીમોનો સમાવેશ થાય છે, તેમણે આ સફળતા પ્રાપ્ત કરવા માટે જબરદસ્ત પ્રયાસો કર્યા. તેમના સામૂહિક પ્રયાસોએ ખાતરી કરી કે સર્જરી સંપૂર્ણ સલામતી અને ચોકસાઈ સાથે કરવામાં આવે, જેનાથી પ્રક્રિયા વધુ અસરકારક બને.


