૨૪ વખતના ગ્રૅન્ડ સ્લૅમ વિજેતા-જૉકોવિચે રોનાલ્ડો પાસેથી અવોર્ડ મેળવવાની ક્ષણને સ્વપ્ન ગણાવીને પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો
પોર્ટુગીઝ ફુટબૉલ સ્ટાર ક્રિસ્ટીઆનો રોનાલ્ડોએ સર્બિયાના ટેનિસ-સ્ટાર નોવાક જૉકોવિચ
દુબઈમાં આયોજિત ગ્લોબ સૉકર અવૉર્ડ્સ 2025ની સેરેમનીમાં સ્ટેજ પર બે ગ્રેટેસ્ટ ઑફ ઑલ ટાઇમ (GOAT) કહેવાતા પ્લેયર્સની મુલાકાત થઈ હતી. પોર્ટુગીઝ ફુટબૉલ સ્ટાર ક્રિસ્ટીઆનો રોનાલ્ડોએ સર્બિયાના ટેનિસ-સ્ટાર નોવાક જૉકોવિચને ગ્લોબ સ્પોર્ટ્સ અવોર્ડથી સન્માનિત કર્યો હતો. રમતમાં વૈશ્વિક પ્રભાવ પાડનાર નૉન-ફુટબૉલ ખેલાડીઓ માટે શરૂ થયેલા આ અવૉર્ડની જીતનાર તે પહેલો ખેલાડી બન્યો હતો.
૨૪ વખતના ગ્રૅન્ડ સ્લૅમ વિજેતા-જૉકોવિચે રોનાલ્ડો પાસેથી અવોર્ડ મેળવવાની ક્ષણને સ્વપ્ન ગણાવીને પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો. રોનાલ્ડોએ જૉકોવિચના લાંબા ગાળાના પ્રદર્શનની પ્રશંસા કરી અને તેની સરખામણી પોતાના પ્રદર્શન સાથે કરી.


