Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > સોનું ૧૧ મહિનામાં સૌથી સસ્તા સ્તરે, ચાંદીનો ભાવ પણ કિલોએ ૧.૬૫ લાખ પર આવી ગયો

સોનું ૧૧ મહિનામાં સૌથી સસ્તા સ્તરે, ચાંદીનો ભાવ પણ કિલોએ ૧.૬૫ લાખ પર આવી ગયો

Published : 19 November, 2026 07:53 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બીજી તરફ ૨૦૨૫માં ૩૧ ડિસેમ્બરે ૧૦ ગ્રામ ૨૪-કૅરૅટ સોનાની કિંમત ૧.૩૩ લાખ રૂપિયા હતી અને ૨૯ જાન્યુઆરીએ ૧.૭૬ લાખ રૂપિયાની સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઈ હતી. ત્યારથી સોનું ૪૪,૦૦૦ રૂપિયા અથવા લગભગ ૩૨ ટકા સસ્તું થયું છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નવેમ્બર મહિનામાં ગઈ કાલે સતત છઠ્ઠા દિવસે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો ચાલુ રહ્યો હતો અને ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ અસોસિએશન (IBJA)ના જણાવ્યા અનુસાર ૨૪ કૅરૅટ સોનાના ૧૦ ગ્રામનો ભાવ ગઈ કાલે ૨૬૯૬ રૂપિયા ઘટીને ૧.૩૨ લાખ રૂપિયા થઈ ગયો હતો. બીજી તરફ એક કિલોગ્રામ ચાંદી ૪૬૬૫ રૂપિયા ઘટીને ૧.૬૫ લાખ રૂપિયા થઈ ગઈ હતી. સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આંતરરાષ્ટ્રીય બજારમાં ડૉલરના મજબૂત થવા અને મોટા રોકાણકારો દ્વારા ઊંચા ભાવે વેચાણને કારણે થયો છે.
આમ સોનું ૧૧ મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચી ગયું છે. આ પહેલાં ૨૦૨૫માં ૧૯ ડિસેમ્બરે  સોનાનો ભાવ ૧,૩૧,૭૭૯ રૂપિયા હતો. ૨૨ ડિસેમ્બરે ૧,૩૩,૯૭૦ રૂપિયા થયો હતો. આ પછી ભાવ ૧,૩૧,૭૭૯ રૂપિયાથી નીચે આવ્યો નહોતો. આ વર્ષે સોના અને ચાંદીના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે. ૨૦૨૫માં ૩૧ ડિસેમ્બરે ચાંદીના ભાવ ૨.૩૦ લાખ રૂપિયા હતા અને ૨૯ જાન્યુઆરીએ ૩.૮૦ લાખ રૂપિયાના સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યા હતા. ત્યારથી ચાંદી ૨.૧૫ લાખ રૂપિયા અથવા લગભગ ૧૨૫ ટકા સસ્તી થઈ ગઈ છે.


બીજી તરફ ૨૦૨૫માં ૩૧ ડિસેમ્બરે ૧૦ ગ્રામ ૨૪-કૅરૅટ સોનાની કિંમત ૧.૩૩ લાખ રૂપિયા હતી અને ૨૯ જાન્યુઆરીએ ૧.૭૬ લાખ રૂપિયાની સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઈ હતી. ત્યારથી સોનું ૪૪,૦૦૦ રૂપિયા અથવા લગભગ ૩૨ ટકા સસ્તું થયું છે.

સોનું સસ્તું થવાનાં મુખ્ય કારણો

જ્યારે ડૉલર મજબૂત થાય છે ત્યારે અન્ય દેશો માટે સોનું ખરીદવું મોંઘું થઈ જાય છે અને માગણીમાં ઘટાડો થવાને કારણે સોનાના ભાવ ઘટે છે. અમેરિકામાં વ્યાજદર ઊંચા હોય છે ત્યારે રોકાણકારો સોનાને બદલે બૉન્ડ અને બૅન્ક-ડિપોઝિટમાં રોકાણ કરે છે. સોનાના ભાવ રેકૉર્ડ ઊંચાઈએ પહોંચે ત્યારે મોટા રોકાણકારો નફો મેળવવા માટે સોનું વેચવાનું શરૂ કરે છે, આથી સોનાના ભાવ નીચે આવે છે.

ચાંદીના ભાવઘટાડા માટેનાં કારણો

ઇલેક્ટ્રૉનિક્સ, સોલર પેનલ્સ અને ફૅક્ટરીઓમાં ચાંદીનો વ્યાપકપણે ઉપયોગ થાય છે, પણ માગણીમાં ઘટાડો થવાને કારણે ભાવમાં ઘટાડો થાય છે. ખાણોમાંથી ઉત્પાદનમાં વધારો અથવા બજારમાં ચાંદીની ઉપલબ્ધતામાં વધારો ભાવ પર દબાણ લાવે છે. ચાંદી ઘણી વાર આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની ગતિવિધિને અનુસરે છે; જ્યારે સોનાના ભાવ ઘટે છે, ત્યારે ચાંદીમાં પણ વેચાણ થતું હોય છે.


Whatsapp-channel Whatsapp-channel

19 November, 2026 07:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK