Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > હૃષીકેશ-બદરીનાથ હાઇવે પર બસ અને રુદ્રપ્રયાગમાં જીપ ખીણમાં પડી ઉત્તરાખંડમાં બે અકસ્માતમાં ૧૩ જણે જીવ ગુમાવ્યા

હૃષીકેશ-બદરીનાથ હાઇવે પર બસ અને રુદ્રપ્રયાગમાં જીપ ખીણમાં પડી ઉત્તરાખંડમાં બે અકસ્માતમાં ૧૩ જણે જીવ ગુમાવ્યા

Published : 18 November, 2026 12:26 PM | IST | Rishikesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

છેલ્લાં પાંચ વર્ષમાં આ વિસ્તારમાં અકસ્માતોનું પ્રમાણ ૩૧ ટકા વધ્યું છે

હૃષીકેશ-બદરીનાથ હાઇવે પર બસ અને રુદ્રપ્રયાગમાં જીપ ખીણમાં પડી

હૃષીકેશ-બદરીનાથ હાઇવે પર બસ અને રુદ્રપ્રયાગમાં જીપ ખીણમાં પડી


ઉત્તરાખંડમાં હૃષીકેશ-બદરીનાથ હાઇવે પર ગુલાર નજીક ૩૪ મુસાફરોને લઈ જતી એક બસને ગઈ કાલે સવારે ૫.૩૦ વાગ્યે થયેલા અકસ્માતમાં ઓછામાં ઓછા ૯ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ૨૬ લોકો ઘાયલ થયા હતા. બીજી તરફ સોમવારે સાંજે રુદ્રપ્રયાગમાં બોલેરો જીપ ખીણમાં પડી જતાં ૪ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આમ એક જ દિવસમાં માર્ગ-અકસ્માતમાં ૧૩ જણે જીવ ગુમાવ્યા હતા. 
તેહરી ગઢવાલ જિલ્લામાં મુનિ કી રેતી વિસ્તારમાં બસના ડ્રાઇવરે તીવ્ર વળાંક પર વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અથવા બ્રેક ફેલ થવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનો અંદાજ છે. વિશ્વનાથ સેવા સર્વિસની આ બસ ખીણમાં ૧૦૦ મીટર નીચે પડી હતી. આ બસ હરિદ્વારથી કર્ણપ્રયાગ-જોશીમઠ જઈ રહી હતી. ઘાયલોને હૃષીકેશની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બસનો રોડ-ટૅક્સ આ વર્ષે ૩૧ ઑક્ટોબરે સમાપ્ત થઈ ગયો હતો.
આ પહેલાં સોમવારે મોડી સાંજે રુદ્રપ્રયાગમાં બાંસવાડા-કન્ડારા રોડ પર બોલેરો જીપ ૫૦૦ મીટર નીચે ખીણમાં પડી હતી. જીપમાં ૧૦ લોકો પ્રવાસ કરતા હતા જેમાંથી ૪ જણે જીવ ગુમાવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2026 12:26 PM IST | Rishikesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK