Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સ્વિટ્ઝરલૅન્ડનાં હાર્ટ-સર્જ્યનને દિલ એકઠાં કરવાનો અનોખો શોખ, ૩૨૦૦ ચીજો એકઠી કરી

સ્વિટ્ઝરલૅન્ડનાં હાર્ટ-સર્જ્યનને દિલ એકઠાં કરવાનો અનોખો શોખ, ૩૨૦૦ ચીજો એકઠી કરી

Published : 18 November, 2026 02:00 PM | Modified : 18 November, 2026 02:27 PM | IST | Switzerland
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડૉ. ડાયના સ્વિસ યુનિવર્સિટીમાંથી પ્રોફેસરની પદવી મેળવનારાં પ્રથમ મહિલા હાર્ટ-સર્જ્યન છે. તેઓ જ્યારે ભણતાં હતાં ત્યારથી તેમને હાર્ટ શેપ પ્રત્યે વિશેષ લગાવ હતો. તેમણે જેમાં હાર્ટ શેપ હોય એવાં કપડાં, પિલો, રમકડાં, જ્વેલરી જેવી અઢળક ચીજો એકઠી કરી રાખી.

દિલનો અનોખો શોખ

અજબ ગજબ

દિલનો અનોખો શોખ


સ્વિટ્ઝરલૅન્ડમાં હાર્ટ-સર્જ્યન ડૉ. ડાયના રેસર તેમની મેડિકલ નિપુણતા માટે તો જાણીતાં છે જ, પણ સાથે તેમના અનોખા  શોખે તેમને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં પણ સ્થાન અપાવ્યું છે. દરદીઓના હૃદયની સારવાર કરવી એ ડૉક્ટર ડાયનાનું પ્રોફેશન છે. જોકે પ્રોફેશન સિવાય પણ ડૉ. ડાયનાને દિલના શેપ સાથે બહુ લગાવ છે. તેમણે હાર્ટ-શેપ ધરાવતી હોય એવી ચીજો એકત્ર કરવાનું શરૂ કર્યું છે અને આ કલેક્શન હવે ૩૨૦૦ની સંખ્યા પાર કરી ગયું છે.

ડૉ. ડાયના સ્વિસ યુનિવર્સિટીમાંથી પ્રોફેસરની પદવી મેળવનારાં પ્રથમ મહિલા હાર્ટ-સર્જ્યન છે. તેઓ જ્યારે ભણતાં હતાં ત્યારથી તેમને હાર્ટ શેપ પ્રત્યે વિશેષ લગાવ હતો. તેમણે જેમાં હાર્ટ શેપ હોય એવાં કપડાં, પિલો, રમકડાં, જ્વેલરી જેવી અઢળક ચીજો એકઠી કરી રાખી છે. કૉલેજના સમયમાં એટલે કે લગભગ ૨૬ વર્ષ પહેલાં શરૂ થયેલી હૉબીએ ડૉક્ટર ડાયનાને તાજેતરમાં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સૌથી વધુ હાર્ટ શેપની ચીજોના કલેક્શન માટે ખિતાબ અપાવ્યો છે.



હવે તો તેમનાં દરદીઓને પણ ખબર છે કે ડૉ. ડાયનાને હાર્ટ શેપ સાથે વિશેષ લગાવ છે એટલે તેમના તરફથી પણ દિલ ધરાવતી અને અનોખી હોય એવી ચીજો ભેટમાં મળે છે. તેમનું કલેક્શન હજી અટક્યું નથી. તેમની ઇચ્છા છે કે દિલનું કલેક્શન ૫૦૦૦ ચીજો સુધી પહોંચે.


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2026 02:27 PM IST | Switzerland | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK