Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ટેક્સથી ભારત સરકારની તિજોરી છલકાઈ! જૂનમાં બમ્પર GST કલેક્શન, ૧૩.૯ ટકાનો વધારો

ટેક્સથી ભારત સરકારની તિજોરી છલકાઈ! જૂનમાં બમ્પર GST કલેક્શન, ૧૩.૯ ટકાનો વધારો

Published : 01 July, 2026 05:02 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

GST Collection in June: જૂન મહિનામાં સરકારની તિજોરી વધુ મજબૂત બની છે.. જૂન ૨૦૨૬ ના જીએસટી ડેટા અનુસાર, નેટ જીએસટી કલેક્શન ૧૩.૯ ટકા વધીને ૧,૯૪,૮૧૨ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


ચાલુ નાણાકીય વર્ષના જૂન મહિનામાં સરકારની જીએસટી (GST) આવકમાં મોટો વધારો જોવા મળ્યો છે. વાર્ષિક અહેવાલ મુજબ, આ વખતે ગ્રોસ જીએસટી કલેક્શન ૧૩.૯ ટકા વધીને રુપિયા ૧,૯૪,૮૧૨ કરોડ પર પહોંચી ગયું છે, જે ગયા વર્ષે સમાન ગાળામાં રુપિયા ૧,૭૧,૧૦૫ કરોડ હતું. સરકારી આંકડા અનુસાર, કુલ ગ્રોસ જીએસટીમાં સેન્ટ્રલ જીએસટી (CGST) નો હિસ્સો રુપિયા ૩૭,૩૭૬ કરોડ, સ્ટેટ જીએસટી (SGST) નો હિસ્સો રુપિયા ૪૫,૧૧૬ કરોડ અને ઇન્ટિગ્રેટેડ જીએસટી (IGST)નો હિસ્સો રુપિયા ૧,૧૨,૩૨૦ કરોડ રહ્યો છે. આ આઇજીએસટીની રકમમાં આયાત જીએસટીમાંથી મળેલી રુપિયા ६૦,૦૩૮ કરોડની રકમ પણ સામેલ છે.

૯ વર્ષ પહેલાં ૧ જુલાઈ, ૨૦૧૭ ના રોજ દેશભરમાં જીએસટી લાગુ કરવામાં આવ્યો હતો. આ નવી વ્યવસ્થાના કારણે વેટ (VAT) અને સેલ્સ ટેક્સ જેવા અનેક પરોક્ષ વેરા નાબૂદ થયા હતા અને `એક દેશ, એક ટેક્સ` ની વ્યવસ્થા અમલી બની હતી, જેનાથી દેશમાં વેપાર કરવો પહેલાં કરતાં ઘણો સરળ બન્યો છે.



જીએસટી રિફંડ અને નેટ કલેક્શનના આંકડા


આંકડા દર્શાવે છે કે, (GST Collection in June) જૂન મહિનામાં જીએસટી રિફંડમાં પણ ૨૯.૧ ટકાનો મોટો વધારો થયો છે. આ વખતે રુપિયા ૩૨,4૩૬ કરોડનું રિફંડ જાહેર કરાયું છે, જે ગયા વર્ષે સમાન ગાળામાં રુપિયા ૨૫,૧૨૧ કરોડ હતું. આ રિફંડની રકમ બાદ કરતાં, જૂન મહિનાનું નેટ (ચોખ્ખું) જીએસટી કલેક્શન રુપિયા ૧,૬૨,૩૭૭ કરોડ રહ્યું છે, જે જૂન ૨૦૨૫ ના રુપિયા ૧,૪૫,૯૮૪ કરોડની સરખામણીએ વાર્ષિક ધોરણે ૧૧.૨ ટકાનો વધારો દર્શાવે છે.

નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એટલે કે એપ્રિલથી જૂન દરમિયાન કુલ ગ્રોસ જીએસટી કલેક્શન રુપિયા ૬,૩૧,૬૯૯ કરોડ રહ્યું છે, જે ગયા વર્ષના સમાન ગાળાના રુપિયા ૫,૮૨,૫૪૨ કરોડની સરખામણીએ ૮.૪ ટકા વધુ છે. આ ત્રણ મહિના દરમિયાન સરકારે કુલ રુપિયા ૯૧,૪૮૨ કરોડનું રિફંડ આપ્યું છે, જેથી પ્રથમ ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો જીએસટી સંગ્રહ રુપિયા ૫,૪૦,૨૧૮ કરોડ રહ્યો છે.


સૌથી વધુ ટેક્સ કલેક્શન મેળવનારા રાજ્યો

જૂન મહિનામાં જીએસટી કલેક્શનની બાબતમાં દેશના ટોચના પાંચ રાજ્યોમાં મહારાષ્ટ્ર સૌથી મોખરે રહ્યું છે, જ્યાંથી રુપિયા ૯,૯૨૪ કરોડની આવક થઈ છે. આ યાદીમાં બીજા ક્રમે ગુજરાત રુપિયા ૪,૩૩૩ કરોડ સાથે છે, જ્યારે કર્ણાટક રુપિયા ૪,૧૧૮ કરોડ સાથે ત્રીજા ક્રમે, તમિલનાડુ રુપિયા ૩,૬૩૯ કરોડ સાથે ચોથા ક્રમે અને ઉત્તર પ્રદેશ રુપિયા ૩,૨૪૯ કરોડ સાથે પાંચમા ક્રમે રહ્યું છે.

ઘરેલું વપરાશ અને વિદેશી વેપારની મજબૂતી

ટેક્સ કનેક્ટ એડવાઇઝરી સર્વિસીસ LLP ના પાર્ટનર વિવેક જાલાને જણાવ્યું હતું કે, જૂન ૨૦2૬ ના જીએસટીના આંકડા ભારતીય બજારમાં ઘરેલું વપરાશની મજબૂતી અને વિદેશી વેપારની તાકાત બંને દર્શાવે છે. જીએસટી દરોમાં ઘટાડો અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) ના વિવિધ પડકારો હોવા છતાં સ્થાનિક આવકમાં ૨.૬% નો વધારો થયો છે, જે સાબિત કરે છે કે દેશમાં માળખાકીય પડકારો છતાં ગ્રાહકોની ખરીદી અને વપરાશ મજબૂત સ્થિતિમાં છે.

ખાસ કરીને, જૂન મહિનામાં આયાત (ઇમ્પોર્ટ) માંથી થતી જીએસટી આવકમાં વાર્ષિક ધોરણે ૨૬.૨% નો મોટો ઉછાળો આવ્યો છે, જે કેપિટલ ગુડ્સ અને કાચા માલની મજબૂત માંગ દર્શાવે છે અને આ બાબત ઔદ્યોગિક વિકાસને વેગ આપે છે. આ ઉપરાંત, GSTAT અપીલ માટે પ્રી-ડિપોઝિટ અને ઓગસ્ટ ૨૦૨૬ ની સમયમર્યાદા પહેલાં નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે સેક્શન ૭૪ હેઠળ કારણદર્શક નોટિસ (SCN) જારી કરવા જેવી કડક સરકારી કાર્યવાહીના કારણે પણ કલેક્શનમાં આ મોટો વધારો નોંધાયો છે.

Whatsapp-channel Whatsapp-channel

01 July, 2026 05:02 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK