Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૫,૫૬૪ અને નીચામાં ૨૫,૨૦૫, ૨૪,૪૦૯ મહત્ત્વની સપાટીઓ

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૫,૫૬૪ અને નીચામાં ૨૫,૨૦૫, ૨૪,૪૦૯ મહત્ત્વની સપાટીઓ

Published : 02 February, 2026 10:43 AM | IST | Mumbai
Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે

પ્રતીકાત્મક તસવીર

ચાર્ટ મસાલા

પ્રતીકાત્મક તસવીર


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪,૯૫૭ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૩૩૬.૬૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૫,૪૧૬.૪૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૭૩૨.૦૮ પૉઇન્ટના નેટ સુધારે ૮૨,૨૬૯.૭૮ બંધ રહ્યો. ઉપરમાં ૮૨,૬૯૦, ૮૨,૮૭૪ ઉપર ધ્યાન સુધારાતરફી ગણાય. નીચામાં ૮૧,૭૦૭, ૮૧,૦૮૮ સપોર્ટ ગણાય. બજેટની અસર નવી વહુ નવ દિવસ જેવી ગણાય. બજાર એની કુદરતી ચાલે ચાલશે. મોટા ભાગના શૅરોમાં લાંબા ગાળાની ચાલ નરમાઈતરફી છે. બૉટમથી પાંચ-દસગણા ભાવો થઈ ગયા છે. સમજી-વિચારીને કામકાજ કરવું. 

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૪,૪૦૯ અને ૨૧,૮૬૦ ગણાય. (ટ્રેન્ડને બરાબર સમજવા માટે સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલનું પૂરું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. અપટ્રેન્ડને ચાલુ રહેવા માટે હાયર બૉટમ અને હાયર ટૉપની રચના થવી જોઈએ. અગર જો અપટ્રેન્ડમાં ઘટાડો પાછલા બૉટમ પાસે આવે તો આને વહેલાસરની વૉર્નિંગ ગણવી જોઈએ કે અપટ્રેન્ડ અટકવામાં છે અથવા તો અપટ્રેન્ડમાંથી સાઇડવેઝ ટ્રેન્ડ શરૂ થશે. (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૫,૪૮૬.૩૨ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.



એમ્બેસી ડેવલપમેન્ટ (૬૬.૨૩) ૫૫.૬૯ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૬.૨૫ ઉપર ૬૯ અને ૭૪ કુદાવે તો ૭૮, ૮૩, ૮૭, ૯૨ સુધીની શક્યતા. નીચામાં ૬૩ નીચે ૫૮ સપોર્ટ ગણાય. 


સમ્માન કૅપિટલ (૧૫૦.૭૧) ૧૩૫.૬૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૫૩.૬૦ ઉપર ૧૫૭, ૧૬૦, ૧૬૫, ૧૬૮ સુધીની શક્યતા. નીચામાં ૧૪૪ નીચે ૧૩૮ સપોર્ટ ગણાય. 

બૅન્ક નિફટી ફ્યુચર (૫૯,૯૦૮.૬૦) ૬૦,૫૩૮.૪૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૦,૨૬૧ ઉપર ધ્યાન સુધારાતરફી ગણાય. નીચામાં ૫૯,૫૩૨ નીચે ૫૯,૨૨૬, ૫૮૭૫૦ સર્પોટ ગણાય. 


નિફ્ટી ફ્યુચર (૨૫,૪૧૬.૪૦)

૨૬,૫૧૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડીક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૫,૫૬૪ ઉપર ધ્યાન સુધારાતરફી ગણાય. નીચામાં ૨૫,૨૬૨, ૨૫,૨૦૫, ૨૪,૯૫૭ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે. 

રિલાયન્સ (૧૩૯૫.૪૦)

૧૬૧૧.૮૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પૉઝિશન દર્શાવે છે. નવી લેવાલીનો કોઈ સંકેત નથી, પણ ૧૭૧૦ અને ૧૭૧૬ ઉપર મંદીમાં રહેવું નહીં સુધારો જોવાય. નીચામાં ૧૩૭૮, ૧૩૬૮ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

ભારત ડાયનૅમિક (૧૫૩૮.૨૦)

૧૪૦૪ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૫૫૮ ઉપર ૧૫૯૩, ૧૬૦૨, ૧૬૫૯ સુધીની શક્યતા. ૧૬૫૯ કુદાવશે તો સંગીન સુધારો જોવાશે. નીચામાં ૧૫૦૩ નીચે ૧૪૯૮ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

શૅરની સાથે શેર: ભર બપોરે તું કદી માપે જો તારો છાંયડો, કેટલું ઊંચું છે તારું કદ ખબર પડશે તને. - ખલીલ ધનતેજવી

Whatsapp-channel Whatsapp-channel

02 February, 2026 10:43 AM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK