ગયા વર્ષમાં ચાઇના ૧૮.૩ ટકા, હૉન્ગકૉન્ગ ૨૮.૯ ટકા, જપાન ૨૬.૨ ટકા, સાઉથ કોરિયા ૭૫.૬ ટકા, પાકિસ્તાન ૫૧.૪ ટકા, સિંગાપોર ૨૨.૯ ટકા, અમેરિકન ડાઉ ૧૩.૭ ટકા, જર્મની ૨૩.૧ ટકા, ઇટલી ૩૧.૫ ટકા, સાઉથ આફ્રિકા ૩૮.૫ ટકા, લંડન બજાર ૨૧.૬ ટકા, તાઇવાન ૨૬.૯ ટકા મજબૂત
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
કી હાઇલાઇટ્સ
- સેન્સેક્સ, નિફ્ટી સતત દસમા વર્ષે પ્લસમાં, છેલ્લાં ૯ વર્ષથી વર્ષોવર્ષ ઑલટાઇમ હાઈનો સિલસિલો
- બે લાખ કરોડ પ્લસના પબ્લિક ઇશ્યુ આવ્યા છતાં માર્કેટકૅપ ગયા વર્ષે ઑલટાઇમ હાઈ ન થઈ શક્યું
- રૂપિયાની ખરાબીને કારણે ડૉલરની રીતે ભારતીય બજારમાં લગભગ ઝીરો રિટર્ન
સેન્સેક્સ આગલા બંધથી ૧૧૮ પૉઇન્ટ પ્લસમાં, ૮૪,૭૯૩ ખૂલી છેવટે ૫૪૫ પૉઇન્ટની મજબૂતીમાં ૮૫,૨૨૦ તથા નિફ્ટી ૧૯૧ પૉઇન્ટ ઊંચકાઈ ૨૬,૧૨૯ બુધવારે બંધ થયો છે. આ સાથે સેન્સેક્સમાં ૯ ટકા કે ૭૦૮૧ પૉઇન્ટ અને નિફ્ટીમાં ૧૦.૫ ટકા કે ૨૪૮૫ પૉઇન્ટના વધારા સાથે બજારે ૨૦૨૫ના વર્ષને વિદાય આપી છે. માર્કેટ સતત ૧૦મા વર્ષે વધીને બંધ થયું છે. વધુમાં છેલ્લા ૯ વર્ષથી સતત નવી ઑલટાઇમ હાઈ દર વર્ષે બનતી ગઇ છે. આરંભથી અંત સુધી પૉઝિટિવ ઝોનમાં રહેલા બજારમાં શૅરઆંક ગઈ કાલે નીચામાં ૮૪,૭૦૫ તથા ઉપરમાં ૮૫,૪૩૩ થયો હતો. નિફ્ટીમાં ૨૬,૧૮૮ની ઇન્ટ્રા-ડે હાઈ બની હતી. ખાસ્સી સ્ટ્રૉન્ગ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૨૨૨૨ શૅરની સામે ૯૩૬ જાતો ઘટી છે. પ્રોવિઝનલ ફિગર પ્રમાણે માર્કેટકૅપ ૪.૦૭ લાખ કરોડ વધીને ૪૭૫.૭૯ લાખ કરોડ રૂપિયા થયું છે. બાય ધ વે, ૨૦૨૫માં સેન્સેક્સ નિફ્ટીમાં સતત નવમા વર્ષે ઑલટાઇમ હાઈ બની હોવા છતાં માર્કેટકૅપ નવા બેસ્ટ લેવલે ગયું નથી એ સૂચક છે. લગભગ બે લાખ કરોડના પબ્લિક ઇશ્યુ આવ્યા, એ તમામ કંપની લિસ્ટેડ થઈ, આમ છતાં માર્કેટકૅપમાં નવી ટૉપ બની નથી એની ચોક્કસ નોંધ લેવાવી જોઈએ.
૨૦૨૫ના કૅલૅન્ડર વર્ષમાં બૅન્કિંગ, ઑટો, મેટલ, ફાઇનૅન્સ, એનર્જી જેવાં સેક્ટોરલ નોંધપાત્ર વધારા સાથે માર્કેટ આઉટ પર્ફોર્મર રહ્યાં છે, પરંતુ IT ઇન્ડેક્સ ૧૫ ટકા, સ્મૉલકૅપ ૬.૬ ટકા, હેલ્થકૅર સવાત્રણ ટકા, પાવર ઇન્ડેક્સ સાડાછ ટકા, કૅપિટલ ગુડ્સ ૬.૯ ટકા, રિયલ્ટી ૧૭.૩ ટકા, નિફ્ટી મીડિયા ૨૦.૫ ટકા, FMCG ૨.૩ ટકા ડાઉન થયા છે. ગઈ કાલે મોટા ભાગનાં સેક્ટોરલ વધ્યાં છે. ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ પોણાત્રણ ટકા, મેટલ ઇન્ડેક્સ દોઢ ટકો, એનર્જી બેન્ચમાર્ક સવાબે ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૧.૪ ટકા, નિફ્ટી મીડિયા દોઢ ટકો, પીએસયુ બૅન્ક નિફ્ટી સવા ટકો, નિફ્ટી ડિફેન્સ ૧.૪ ટકા વધ્યો હતો. ટેલિકૉમ ઇન્ડેક્સ પોણો ટકો, IT નહીંવત્ નરમ હતો.
ADVERTISEMENT
૨૦૨૫માં આપણું બજાર ૯.૧૦ ટકા વધ્યું છે ત્યારે સામે ચાઇનીઝ માર્કેટ ૧૮.૩ ટકા, હૉન્ગકૉન્ગ ૨૮.૯ ટકા, સિંગાપોર ૨૨.૯ ટકા, સાઉથ કોરિયા ૭૫.૬ ટકા, ઇન્ડોનેશિયા ૨૨ ટકા, તાઇવાન ૨૬.૯ ટકા, જપાન ૨૬.૨ ટકા વધ્યું છે. પાકિસ્તાનની શૅરબજાર ગઈ કાલે ૧,૭૫,૨૩૩ની નવી સર્વોચ્ચ સપાટી હાંસલ કરીને રનિંગમાં ૨૬૦ પૉઇન્ટની પીછેહઠમાં ૧,૭૪,૨૧૨ દેખાયું છે. વર્ષમાં ત્યાં ૫૧.૪ ટકાની તેજી આવી ચૂકી છે. યુરોપ ખાતે લંડન ફુત્સી ૨૧.૬ ટકા, સ્પેન ૪૯.૭ ટકા, જર્મની ૨૩.૧ ટકા, ફ્રાન્સ ૧૦.૭ ટકા, ઇટલી ૩૧.૫ ટકા, સ્વિટ્ઝરલૅન્ડ ૧૪.૪ ટકા, સાઉથ આફ્રિકા ૩૮.૫ ટકા વધ્યા છે. અમેરિકન ડાઉ ૧૩.૭ ટકા તથા નૅસ્ડૅક ૨૧.૩ ટકા પ્લસ થયા છે.
ગઈ કાલે JSW સ્ટીલ ૪.૮ ટકા તથા તાતા સ્ટીલ અઢી ટકા જેવી તેજીમાં નિફ્ટી સેન્સેક્સમાં ટૉપ ગેઇનર બન્યા છે. રિલાયન્સ ૧.૯ ટકા ઊંચકાઈને ૧૫૬૯ના શિખરે જઈને પોણાબે ટકા વધી ૪૦૪૬ રહી છે. શ્રીરામ ફાઇનૅન્સ ચાર આંકડે, ૧૦૦૦ની સર્વોચ્ચ સપાટી હાંસલ કરીને પોણાબે ટકા વધીને ૯૯૬ નજીક હતી. અન્ય મહત્ત્વની જાતોમાં કોટક બૅન્ક સવા બે ટકા, ઍક્સિસ બૅન્ક પોણાબે ટકા, ફ્રેન્ટ ૧.૭ ટકા, પાવરગ્રિડ ૧.૬ ટકા, ભારત ઇલે. દોઢ ટકા, NTPC દોઢ ટકા, મહિન્દ્ર સવા ટકો, હિન્દુસ્તાન યુનિલિવર સવા ટકો, ONGC અઢી ટકા, SBI લાઇફ બે ટકા, આઇશર ૧.૭ ટકા, તાતા મોટર્સ પૅસેન્જર દોઢ ટકો, સિપ્લા સવા ટકો પ્લસ હતી.
TCS સવા ટકાના ઘટાડામાં ૩૨૦૬ બંધ આપીને બન્ને બજારમાં ટૉપ લૂઝર હતી. ટેક મહિન્દ્ર પોણો ટકો તથા ઇન્ફી અડધો ટકો કપાઈ છે. ગ્રાસિમ પણ અડધા ટકા જેવી નરમ હતી. અશોક લેલૅન્ડ ૧૮૦ ઉપર નવી ટૉપ બનાવી સામાન્ય સુધારામાં ૧૭૯ થઈ છે. સીઈઆઇ ઑટોમોટિવ ૯ ટકાના ઉછાળે ૪૨૫ વટાવી ગઈ છે. વોડાફોનમાં રાહતનું પૅકેજ ભરોસાની ભેંસે પાડો જણ્યા જેવું આવ્યુ છે એના કારણે શૅર ૧૨.૮૦ની ઐતિહાસિક ટૉપથી તૂટી સવાદસ રૂપિયા થઈ ૧૧ ટકા જેવા કડાકામાં પોણાઅગિયાર રૂપિયા બંધ થયો છે. કામકાજ સાડાચાર ગણું હતું.
ઑઇલ-ગૅસ શૅર ઝમકમાં, ભારત પેટ્રો અને હિન્દુસ્તાન પેટ્રો નવી ટોચે, MRPL તગડી તેજીમાં
વોડાફોન માટે રિલીફ પૅકેજ જાહેર થવાની તૈયારીમાં હોવાના અહેવાલ પાછળ શૅર ગઈ કાલે ૧૨.૮૦ની ઐતિહાસિક ટૉપ બનાવી ૧૧ ટકા તૂટીને ૧૦.૭૬ બંધ થયો છે. અમદાવાદી એ-વન લિમિટેડ એક શૅરદીઠ ૩ બોનસમાં એક્સ બોનસ થતાં પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૫૦૭ વટાવી ત્યાં જ બંધ રહ્યા છે. શૅરમાં સતત પાંચમા દિવસે ઉપલી સર્કિટ લાગી છે. બોનસ બાદ હવે ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં આ શૅર બીજી જાન્યુઆકીએ એક્સ સ્પ્લિટ થવાનો છે. રાઇટસ લિમિટેડને ઝિમ્બાબ્વે ખાતેથી ૩૬ લાખ ડૉલરનો ઓર્ડર મળતાં ભાવ ૨૫૪ વટાવી અંતે બે ટકા વધીને ૨૪૨ થયો છે. અન્ય રેલવે શૅર ઇરકોન ઇન્ટર. ૩.૫ ટકા વધ્યો હતો. રેલટેલ કૉર્પ સવા ટકા, ટીટાગર રેલ દોઢ ટકા, જ્યુપિટર વેગન્સ અઢી ટકા અપ હતી.
MRPL તરફથી ડિસેમ્બર ક્વૉર્ટરનાં રિઝલ્ટ ૧૫ જાન્યુઆરીના રોજ જાહેર કરાશે. શૅર ૧૪ ગણા કામકાજે ઉપરમાં ૧૫૮ વટાવી ૭.૫ ટકાની તેજીમાં ૧૫૨ બંધ રહ્યા છે. ગઈ કાલે તેલ કંપનીઓના શૅર ડિમાન્ડમાં હતા. હિન્દુસ્તાન પેટ્રોલિયમ ૫૦૦ના શિખરે જઈને ૬.૫ ટકા વધી ૪૯૯, ચેન્નઈ પેટ્રો ૫ ટકા વધીને ૮૩૭, ભારત પેટ્રોલિયમ ૩૮૬ની નવી ટૉપ બનાવીને ૩.૮ ટકા વધી ૩૮૪ બંધ હતી. ઑઇલ ઇન્ડિયા ૩ ટકા, ગુજરાત ગૅસ ૫.૩ ટકા, જીએસપીએલ ૪ ટકા, ગાંધાર ઑઇલ ૪ ટકા, ઇન્ડિયન ઑઇલ ૩ ટકા, મહાનગર ગૅસ ૨.૩ ટકા વધ્યો હતો. BSEનો એનર્જી ઇન્ડેક્સ વર્ષમાં ૧૧.૭ ટકા પ્લસ થયો છે. સાંડૂર મેન્ગેનીઝ ૭૮ ટકાની તેજીમાં અત્રે બેસ્ટ ગેઇનર બની છે. એન્ટેલોપ સેલન ૪૯.૭ ટકા તૂટી છે.
મફતલાલ ગ્રુપની નવીન ફ્લોરીન ૬૧૭૪ની ઇન્ટ્રા-ડે હાઈથી પટકાઈને ૫૮૭૧ થઈ ૩.૪ ટકા કે ૨૦૮ રૂપિયા તૂટીને ૫૯૨૦ બંધ થઈ છે. ઝાયડસ વેલનેસ ૯૬ ગણા જંગી વૉલ્યુમે ઉપરમાં ૪૮૨ વટાવી ૭.૭ ટકાના જમ્પમાં ૪૫૬ બંધ આપી એ-ગ્રુપમાં ઝળકી છે. ગ્લોબસ સ્પિરિટ્સ ઉપરમાં ૧૧૧૭ થઈને ૧૪૭ ગણા વૉલ્યુમે ૮.૭ ટકા કે ૮૫ રૂપિયાના ઉછાળામાં ૧૦૬૮ રહી છે. ગ્રેફાઇટ ઇન્ડિયા ૯.૨ ટકાના જોરમાં ૬૪૨ થઈ હતી. HEG લિમિટેડ પણ ૪ ટકાની મજબૂતીમાં ૬૨૪ બંધ આવી છે. કૉન્ડોમ ઉત્પાદક ક્યુપિડ લિમિટેડ તેજીની આગેકૂચમાં ૫૨૦ના શિખરે જઈને ૧.૭ ટકા વધીને ૫૧૮ રહી છે. ૭ એપ્રિલે શૅર પચાસના તળિયે હતો. આનોન્દિતા મેડિકૅર પાંચ ટકાની ઉપલી સર્કિટે ૧૦૧૭ની વિક્રમી સપાટી મેળવી ત્યાં જ બંધ થઈ છે.
ધારા રેલમાં પચીસ ટકા લિસ્ટિંગ-ગેઇન, એડમેક સિસ્ટમ્સમાં લિસ્ટિંગ-લૉસ
ગઈ કાલે પાંચ SME IPO લિસ્ટેડ થયા છે. મુંબઈના ગિરગામ ખાતેની ધારા રેલ પ્રોજેક્ટ્સ ૧૦ના શૅરદીઠ ૧૨૬ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૮થી શરૂ થઈ ઉપરમાં ૨૦ થયા બાદ છેલ્લે ચાલતા ૧૬ રૂપિયાના પ્રીમિયમ સામે NSEમાં ૧૫૦ ખૂલી ૧૫૭ બંધ થતાં પચીસ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. મહારાષ્ટ્રના લાતુરની બાઇ કાકાજી ગેઇન મળ્યો છે. મહારાષ્ટ્રના લાતુરની બાઇ કાકાજી પૉલિમર્સ ૧૦ના શૅરદીઠ ૧૮૬ની ઇશ્યુ પ્રાઇસ તેમ જ ૮થી શરૂ થઈ ઉપરમાં ૧૫ થયા બાદ છેલ્લે બોલાતા ૩નાં પ્રીમિયમ સામે BSEમાં ૧૯૦ ખૂલી ૧૮૮ બંધ રહેતાં પોણાબે ટકા લિસ્ટિંગ ગેઇન મળે છે. પુણે ખાતેની એડમેક સિસ્ટમ્સ ૧૦ના શૅરદીઠ ૨૩૯ની ઇશ્યુ પ્રાઇસ અને પાંચથી શરૂ થઈ ઝીરો થયા બાદ છેલ્લે ચાલતા ૧૧ના પ્રીમિયમ સામે BSEમાં ૧૯૧ ખૂલી ૨૦૧ બંધ આવતાં ૧૬ ટકા લિસ્ટિંગ લૉસ ગઈ છે. અમદાવાદી નાન્ટા ટેક લિમિટેડ ૧૦ના શૅરદીઠ ૨૨૦ની ઇશ્યુ પ્રાઇસ તેમ જ ગ્રેમાર્કેટમાં ૧૫થી શરૂ થઈ ઝીરો થયા બાદ છેલ્લે બોલાતા ૨૦ના પ્રીમિયમ સામે BSE ખાતે ૨૩૪ ખૂલી ૨૪૬ બંધ થઈ છે. એમાં ૧૧.૭ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. ગુજરાતના મહેસાણાના મંડાલી ખાતેની એપોલો ટેક્નો ઇન્ડસ્ટ્રીઝ ૧૦ના શૅરદીઠ ૧૩૦ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટમાં ૧૮થી શરૂ થઈ છેલ્લે બોલાતા ૯ના પ્રીમિયમ સામે BSEમાં ૧૪૫ ખૂલી ૧૫૨ બંધ રહેતાં એમાં ૧૭ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે.
દરમ્યાન ગઈ કાલે નવી દિલ્હીની મૉડર્ન ડાયગ્નોસ્ટિકનો ૧૦ના શૅરદીઠ ૯૦ના ભાવનો ૩૭ કરોડનો BSE SME ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં ૫ ગણા સહિત કુલ ૫.૬ ગણો ભરાયો છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૧૦થી ઘટી ૮ છે. બૅન્ગલોરની e2E ટ્રાન્સપોર્ટેશનનો ૧૦ના શૅરદીઠ ૧૭૪ના ભાવનો ૮૪ કરોડનો NSE SME IPO શુક્રવારે લિસ્ટેડ થશે. પ્રીમિયમ ૧૪૫ હાલમાં યથાવત્ ચાલે છે.
સરકારી સેફગાર્ડ-ડ્યુટીથી મેટલ શૅરોને દોડવા માટે ઢાળ મળ્યો
સ્થાનિક ઉદ્યોગોના રક્ષણ માટે સરકારે નેપાલ, ચાઇના તથા વિયેટનામ ખાતેથી થતી સ્ટીલની કેટલીક આઇટમ ઉપર ૧૨ ટકાની સેફગાર્ડ-ડ્યુટી લાદી છે જે ૩ વર્ષ અમલમાં રહેશે. આના પગલે ગઈ કાલે સ્ટીલ શૅરોની આગેવાની હેઠળ મેટલ ઇન્ડેક્સ ૩૬,૯૮૨ની ઑલટાઇમ હાઈ બનાવી ૧૩માંથી ૯ શૅરના સથવારે દોઢ ટકા વધીને ૩૬,૮૧૨ બંધ થયો છે. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ ૧૫માંથી ૯ શૅરની આગેકૂચમાં ૧૧,૨૧૬ની સર્વોચ્ચ સપાટી દેખાડી દોઢ ટકા વધી ૧૧,૧૬૮ રહ્યા છે. સરકારી કંપની સેઇલ ૧૪૯ની જુલાઈ-૨૦૨૪ પછીની ટૉપ બતાવી ૪.૨ ટકા વધીને ૧૪૭ થઈ છે. JSW સ્ટીલ ૪.૯ ટકા ઊચકાઈ ૧૧૬૬ હતી. જિંદલ સ્ટીલ ૨.૮ ટકા વધીને ૧૦૪૯, તાતા સ્ટીલ મજબૂતીની હૅટ-ટ્રિકમાં અઢી ટકા વધીને ૧૮૦, લૉઇડ્સ મેટલ્સ ૨.૩ ટકા વધી ૧૩૨૨, જિંદલ સ્ટેનલેસ ૮૬૭ની ટોચે જઈને નજીવી સુધરી ૮૩૭ બંધ રહી છે. વિશ્વબજારની પાછળ ચાંદીના ભાવમાં ભારી પીછેહઠને લીધે હિન્દુસ્તાન ઝિંકની તેજી અટકી છે. શૅર બે ટકા ઘટીને ૬૧૨ બંધ હતો જ્યારે વેદાન્તા સાધારણ નરમ તો હિન્દાલ્કો સામાન્ય સુધારામાં હતી. નાલ્કો ૩૨૦ના બેસ્ટ લેવલ બાદ અડધો ટકો ઘટીને ૩૧૪ હતી. હિન્દુસ્તાન કૉપર ઉપરમાં ૫૩૮ થયા બાદ ૨.૭ ટકા ઘટી ૫૧૮ રહી છે. સેકન્ડરી સ્ટીલ શૅરમાં જય બાલાજી ઇન્ડસ્ટ્રીઝ સાડાસાત ટકા, NMDC સ્ટીલ સવા બે ટકા, મુકંદ લિમિટેડ અઢી ટકા, મનકસિયા સ્ટીલ ૩ ટકા, પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝ નહીંવત્ પ્લસ હતી.
ઇન્ડસ્ટ્રિયલ મિનરલ્સ સેક્ટરમાં ગોવા કાર્બન આઠ ગણા કામકાજે ઉપરમાં ૪૪૫ બતાવી ૭ ટકા ઊછળીને ૪૨૯ થઈ છે. જીએમડીસી અડધો ટકા, Moil સવા બે ટકા, સધર્ન મૅગ્નેશિયમ અઢી ટકા મજબૂત હતી. ૨૦૨૫ના કૅલૅન્ડર વર્ષમાં મેટલ ઇન્ડેક્સ ૨૭.૪ ટકા તથા નિફ્ટી મેટલ ઇન્ડેક્સ ૨૯ ટકા વધીને સેકન્ડ બેસ્ટ ગેઇનર બન્યો છે. અત્રે હિન્દુસ્તાન કૉપર ૧૧૧ ટકા જેવા રિટર્ન સાથે ઝળક્યો છે, સામે અદાણી એન્ટર. સાડાઆઠ ટકાથી વધુની નબળાઈમાં ટૉપ લૂઝર બન્યો છે.
પીએસયુ બૅન્ક નિફ્ટી ઇન્ડેક્સ ૨૦૨૫ના વર્ષે સૌથી વધુ ઝમકમાં
પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૨ શૅરની આગેકૂચમાં ગઈ કાલે સવા ટકો વધ્યો છે. ૨૦૨૫ના વર્ષમાં આ બેન્ચમાર્ક ૩૦.૫ ટકા ઊછળીને બેસ્ટ ગેઇનર પુરવાર થયો છે. જ્યારે બૅન્ક નિફ્ટી વર્ષમાં ૧૭.૪ ટકા જેવો વધ્યો છે. બેન્ક નિફ્ટી ગઈ કાલે ૧૪માંથી ૧૨ શૅર પ્લસમાં આપીને ૪૧૦ પૉઇન્ટ કે ૦.૭ ટકા વધ્યો હતો. બૅન્ક નિફ્ટીમાં એયુ બેન્ક ૭૯.૨ ટકાની તથા પીએસયુ બૅન્ક નિફ્ટીમાં ઇન્ડિયન બૅન્ક ૫૭.૬ ટકાની તેજી સાથે મોખરે રહી છે, સામે પંજાબ સિંધ બૅન્ક ૪૧.૭ ટકા અને ઇન્ડ્સઇન્ડ બૅન્ક ૯.૯ ટકા ઘટીને વર્સ્ટ પર્ફોર્મર બની છે. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગના ૪૧ શૅરમાંથી ગઈ કાલે ૩૬ શૅર વધ્યા હતા. કૅનેરા બૅન્ક ૧૫૮ના શિખરે જઈને અડધો ટકો વધી ૧૫૫, CSB બૅન્ક ૪૬૧ ઉપર નવી ટૉપ દેખાડી સવાચાર ટકા ઊછળી ૪૫૮, IDFC ફર્સ્ટ બૅન્ક ૮૬ની ટોચે જઈને એક ટકો વધીને ૮૫ ઉપર, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ૬૨.૬૦ની ઊંચી સપાટી હાંસલ કરીને અઢી ટકા વધીને ૬૨ બંધ હતી. ગઈ કાલે CSB બૅન્ક ૪.૩ ટકા, પંજાબ સિંધ બૅન્ક ૨.૧ ટકા, ઇન્ડિયન બૅન્ક ૩.૬ ટકા, ઇક્વિટાસ બૅન્ક સવા બે ટકા, ઉત્કર્ષ બૅન્ક ૧.૪ ટકા, ઇન્ડ્સઇન્ડ બૅન્ક ૨.૭ ટકા, આઇડીબીઆઇ ૧.૭ ટકા, યુકો બૅન્ક બે ટકા, ઉજજીવન બૅન્ક ૧.૭ ટકા મજબૂત હતી. સેન્સેક્સ ખાતે HDFC બૅન્ક નહીંવત્, ICICI બૅન્ક નજીવી, કોટક બૅન્ક ૨.૨ ટકા, સ્ટેટ બૅન્ક એકાદ ટકો, ઍક્સિસ બૅન્ક ૧.૮ ટકા પ્લસ રહેતાં બજારને કુલ ૧૬૨ પૉઇન્ટનો ફાયદો થયો છે.
ફાઇનૅન્સ ઇન્ડેક્સ ગઈ કાલે ૧૮૨માંથી ૧૪૦ શૅરની હૂંફમાં પોણો ટકા વધ્યો છે. ૨૦૨૫ના વર્ષમાં આ બેન્ચમાર્ક ૧૫.૮ ટકા ઊંચકાયો છે. અહીં ઇન્ડો થાઇ સિક્યૉરિટીઝ વર્ષમાં ૧૩૩ ટકા જેવી તેજી સાથે મોખરે રહી છે. વર્થ ઇન્વેસ્ટમેન્ટ ૭૮.૭ ટકા ગગડી છે. ગઈ કાલે અહીં SME ગ્લોબલ સવા છ ટકા, આઇએફસીઆઇ પાંચ ટકા, આઇઆઇએફએલ કૅપિટલ ૩.૮ ટકા, ટૂરિઝમ ફાઇનૅન્સ કૉર્પોરેશન ૩.૭ ટકા, સન્માન કૅપિટલ ૩.૨ ટકા, ફેડ બૅન્ક ફાઇનૅન્સ સર્વિસિસ ૪.૮ ટકા વધી મોખરે હતી. ઇન્ડો થાઇ સિક્યૉરિટીઝ પાંચ ટકા ગગડીને ૨૯૬ રહી છે. ૧૭ ઑક્ટોબરે અહીં ૪૭૦ની ઑલટાઇમ હાઈ બની હતી. નિફ્ટી ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૨૦૨૫માં ૧૭.૬ ટકા નજીક વધ્યો છે. એમાં મુથુટ ફાઇનૅન્સ ૭૮ ટકા પ્લસનાં રિટર્ન સાથે ટૉપ ગેઇનર તો REC લિમિટેડ ૨૮.૪ ટકાની ખરાબીમાં ટૉપ લૂઝર બની છે.


