Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નવેમ્બરમાં ભારતમાં બ્રૉડબૅન્ડ ગ્રાહકોની સંખ્યા એક અબજનો આંકડો વટાવી ગઈ

નવેમ્બરમાં ભારતમાં બ્રૉડબૅન્ડ ગ્રાહકોની સંખ્યા એક અબજનો આંકડો વટાવી ગઈ

Published : 01 January, 2026 07:25 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વાર્ષિક ધોરણે જુલાઈ-સપ્ટેમ્બર ક્વૉર્ટરના અંતે વાયરલાઇન સબ​સ્ક્રિપ્શન્સમાં ૨૬.૨૧ ટકાનો વધારો થયો છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સરકારે ગઈ કાલે જણાવ્યું હતું કે નવેમ્બર મહિનામાં ભારતમાં બ્રૉડબૅન્ડ ગ્રાહકોની સંખ્યા એક અબજ (૧૦૦ કરોડ)ને વટાવી ગઈ છે. છેલ્લાં ૧૦ વર્ષમાં ભારતમાં બ્રૉડબૅન્ડ ગ્રાહકોની સંખ્યા ૬ ગણાથી વધુ વધી છે. મિનિસ્ટ્રી ઑફ કમ્યુનિકેશનના જણાવ્યા અનુસાર નવેમ્બર ૨૦૧૫ના અંતમાં ૧૩.૧૫ કરોડ બ્રૉડબૅન્ડ ગ્રાહકો હતા જે નવેમ્બર ૨૦૨૫ના અંતમાં વધીને એક અબજ (૧૦૦.૩૭ કરોડ) થયા છે.

બીજી તરફ ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (TRAI)નો તાજેતરનો ડેટા દર્શાવે છે કે ભારતમાં ઇન્ટરનેટ સબસ્ક્રાઇબર્સની કુલ સંખ્યા એપ્રિલ-જૂન ક્વૉર્ટરના અંતે ૧૦૦૨.૮૫  મિલ્યનથી વધીને જુલાઈ-સપ્ટેમ્બરના સમયગાળાના અંતે ૧૦૧૭.૮૧ મિલ્યન થઈ ગઈ છે જે ૧.૪૯ ટકાની ત્રિમાસિક વૃદ્ધિ નોંધાવે છે. ૧૦૭૦.૮૧ મિલ્યન ઇન્ટરનેટ સબસ્ક્રાઇબર્સમાંથી વાયર્ડ ઇન્ટરનેટ સબસ્ક્રાઇબર્સની સંખ્યા ૪૪.૪૨ મિલ્યન છે અને વાયરલેસ ઇન્ટરનેટ સબસ્ક્રાઇબર્સની સંખ્યા ૯૭૩.૩૯ મિલ્યન છે.



બ્રૉડબૅન્ડ ઇન્ટરનેટ સબસ્ક્રાઇબર બેઝ જૂનના અંતમાં ૯૭૯.૭૧ મિલ્યનથી આ વર્ષે સપ્ટેમ્બરના અંતમાં ૧.૬૩ ટકા વધીને ૯૯૫.૬૩ મિલ્યન થયો છે. નૅરોબૅન્ડ ઇન્ટરનેટ સબસ્ક્રાઇબર બેઝ જૂન ક્વૉર્ટરમાં ૨૩.૧૪ મિલ્યનથી ઘટીને સપ્ટેમ્બર ક્વૉર્ટરના અંતે ૨૨.૧૮ મિલ્યન થયો છે.


વાયરલાઇન સબસ્ક્રાઇબર્સ એપ્રિલ-જૂન ક્વૉર્ટરના અંતે ૪૭.૪૯ મિલ્યનથી ઘટીને સપ્ટેમ્બર ક્વૉર્ટરના અંતે ૪૬.૬૧ મિલ્યન થયાં છે જેમાં ૧.૮૪ ટકાનો ત્રિમાસિક ઘટાડો થયો છે. વાર્ષિક ધોરણે જુલાઈ-સપ્ટેમ્બર ક્વૉર્ટરના અંતે વાયરલાઇન સબ​સ્ક્રિપ્શન્સમાં ૨૬.૨૧ ટકાનો વધારો થયો છે.


Whatsapp-channel Whatsapp-channel

01 January, 2026 07:25 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK