ફોરેક્સ રિઝર્વમાં ૬ અબજ ડોલરનો ઘટાડો અને વધુ સમાચાર
મિડ-ડે લોગો
ફોરેક્સ રિઝર્વમાં ૬ અબજ ડોલરનો ઘટાડો
દેશમાં ૧૯મી મેનાં રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ફોરેક્સ રિઝર્વમાં ૬.૦૫૨ અબજ ડોલરનો ઘટાડો થઈને કુલ ૫૯૩.૪૭૭ અબજ ડોલરનું રિઝર્વ થયું છે તેમ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જણાવ્યં હતું. ફોરેક્સ રિઝર્વમાં સતત બે સપ્તાહ દરમિયાન વધારો થયા બાદ ઘટાડો થયો છે. સમિક્ષા હેઠળનાં સપ્તાહમાં ફોરેન કરન્સી એસેટમાં ૪.૬૫૪ અબજ ડોલરનો ઘટાડો થઈને ૫૨૪.૯૪૫ અબજ ડોલરનું રિઝર્વ રહ્યુ છે. જ્યારે ગોલ્ડ રિઝર્વમાં ૧.૨૨૭ અબજ ડોલરનો ઘટાડો થઈને ૪૫.૧૨૭ અબજ અને સ્પેશ્યિલ ડ્રોઈંગ રાઈટ્સ ૧૩૭૦ લાખ ડોલર ઘટીને ૧૮.૨૭૬ અબજ ડોલરનું રહ્યું છે.
ADVERTISEMENT
આશિષકુમાર ચૌહાણને અવૉર્ડ
સિક્યૉરિટીઝ સર્વિસિસને આવરી લેતી એક અગ્રણી આંતરરાષ્ટ્રીય પ્રકાશન સંસ્થા ગ્લોબલ કસ્ટોડિયને એનએસઈના મૅનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ આશિષકુમાર ચૌહાણને ‘લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ-લીડર્સ ઇન કસ્ટડી અવૉર્ડ્સ ફૉર એશિયા પૅસિફિક’થી સન્માનિત કર્યા છે. સિંગાપોરમાં ૨૫મી મેએ યોજાયેલા એક સમારંભમાં આ અવૉર્ડ આપવામાં આવ્યો હતો. આશિષકુમાર ચૌહાણે દૂરદર્શી બિઝનેસ-લીડર તરીકે બન્ને ભારતીય સ્ટૉક એક્સચેન્જના સંચાલનના કેન્દ્રમાં રહી ભારતીય સિક્યૉરિટીઝ બજારમાં આપેલા ઉત્કૃષ્ટ યોગદાનને પગલે આ અવૉર્ડ આપવામાં આવ્યો છે.
સેન્સેક્સ અને બૅન્કેક્સ ડેરિવેટિવ્ઝ કૉન્ટ્રૅક્ટ્સમાં ૧૭,૩૪૫ કરોડનું ટર્નઓવર
તાજેતરમાં રીલૉન્ચ કરવામાં આવેલા એસઍન્ડપી બીએસઈ સેન્સેક્સ અને બૅન્કેક્સ ડેરિવેટિવ્ઝ કૉન્ટ્રૅક્ટ્સની આજે દ્વિતીય સાપ્તાહિક એક્સપાયરી હતી. આ કૉન્ટ્રૅક્ટ્સમાં ૧૭,૩૪૫ કરોડ રૂપિયાનું (૧૭,૩૧૬ કરોડ રૂપિયાનું ઑપ્શન્સમાં અને ૨૯ કરોડ રૂપિયા ફ્યુચર્સમાં) નોંધાયું હતું. બીએસઈના આ કૉન્ટ્રૅક્ટ્સનું વિલક્ષણ પાસું એ છે કે એ શુક્રવારની એક્સપાયરી ધરાવે છે. આ બન્નૅ કૉન્ટ્રૅક્ટ્સના ટર્નઓવર અને ઓપન ઇન્ટરેસ્ટમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે ૯૮,૨૪૨ સોદા દ્વારા કુલ ૧,૭૮,૩૪૧ કૉન્ટ્રૅક્ટ્સનું ટ્રેડિંગ થયું હતું. એક્સપાયરી પૂર્વે કુલ ૧,૨૮૦ કરોડ રૂપિયા મૂલ્યના ૨૦,૭૦૦ કૉન્ટ્રૅક્ટ્સના ઓપન ઇન્ટરેસ્ટ રહ્યા હતા. આ કૉન્ટ્રૅક્ટ્સમાં વધી રહેલો રસ એ દર્શાવે છે કે નવા કૉન્ટ્રૅક્ટ્સ બજારના સહભાગીઓ માટે ઉપયોગી છે, એમ બીએસઈના એમડી અને સીઈઓ સુંદરરમણ રામમૂર્તિએ કહ્યું હતું. બીએસઈ (અગાઉનું બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ)એ બજારના સહભાગીઓ અને હિતધારકોના પ્રાપ્ત કરેલા પ્રતિભાવના આધારે શુક્રવારની સમાપ્તિ ધરાવતા નાની લોટ સાઇઝ ધરાવતા સેન્સેક્સ અને બૅન્કેક્સ ફ્યુચર્સ કૉન્ટ્રૅક્ટ્સ લૉન્ચ કર્યા હતા.