નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪૯૬૧ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૬૭૧.૭૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૫,૦૭૯.૮૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૨૦૩૨.૬૫ પૉઇન્ટના નેટ ઘટાડે ૮૧,૫૩૭.૭૦ બંધ રહ્યો. ઉપરમાં ૮૨,૫૧૬, ૮૨,૭૮૪ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૮૧,૧૨૪ નીચે ૮૦,૯૪૫, ૮૦,૫૪૦, ૮૦,૧૩૦ સુધીની શક્યતા. આ સપ્તાહે માસિક એક્સપાયરી છે. આવતા રવિવારે બજેટ છે, સંભાળવું, કંઈ પણ થઈ શકે છે. ચાર્ટ મુજબ તો નરમાઈ જણાય છે, પરંતુ બજાર હાઇલી ઓવરસોલ્ડ છે. વેચાણકાપણીના ઉછાળા આવી શકે.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૪,૪૦૯ અને ૨૧,૮૬૦ ગણાય (આ કારણસર અથવા તો આવી સ્થિતિના પરિણામે ભાવ વધતા અટકે છે અને પાછા ઘટાડાતરફી થાય છે. સપોર્ટ લેવલ પાછલા બૉટમથી અને રેઝિસ્ટન્સ લેવલ પાછલા ટૉપથી ઓળખાય છે. અપટ્રેન્ડમાં સપોર્ટ અને રેઝિસ્ટન્ટ લેવલ એસેન્ડિંગ પૅટર્ન જેવો એટલે કે ઉપર તરફ જતો હોય છે અને ડાઉન ટ્રેન્ડમાં સપોર્ટ અને રઝસ્ટન્સ લેવલ ડિસેન્ડિંગ પૅટર્ન જેવા એટલે કે નીચે તરફ જતો હોય છે. (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૫,૫૬૦.૯૧ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
ADVERTISEMENT
પૉલીકૅબ (૬૭૨૨.૦૦) : ૭૯૪૮ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૮૮૩ ઉપર ૭૦૫૦, ૭૦૮૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૬૭૦૫ નીચે ૬૬૭૦, ૬૫૬૪, ૬૪૫૭, ૬૩૫૧ સુધીની શક્યતા.
જિયો ફાઇનૅન્સ (૨૫૨.૯૦) : ૩૩૮.૦૬ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૫૯ ઉપર ૨૬૮ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૫૨ નીચે ૨૫૦ તૂટે તો ૨૪૨, ૨૩૩, ૨૨૯ સુધીની શક્યતા.
બૅન્ક નિફટી ફ્યુચર (૫૮૫૨૨.૮૦): ૬૦,૫૩૮.૪૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૯,૬૩૨ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૮,૩૫૦ નીચે ૫૮,૦૦૦, ૫૭,૫૮૦, ૫૭,૧૫૦, ૫૬૭૩૦, ૫૬૩૦૦ સુધીની શક્યતા.
નિફ્ટી ફ્યુચર (૨૫૦૭૯.૮૦) : ૨૬,૫૧૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૫,૩૮૦, ૨૫,૪૭૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૫,૦૪૫ નીચે ૨૪,૯૬૧ તૂટે તો ૨૪,૯૩૦, ૨૪,૮૦૦, ૨૪,૭૬૦ સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
નુવામા વેલ્થ (૧૩૩૨.૬૦) : ૧૫૩૧ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૩૫૯ ઉપર ૧૩૮૫, ૧૪૦૨ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૩૨૫ નીચે ૧૩૧૬, ૧૨૯૫, ૧૨૭૩, ૧૨૫૨ સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
એયુ સ્મૉલ ફાઇનૅન્સ બૅન્ક (૯૬૬.૧૦) : ૧૦૨૯.૬૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૯૮૬ ઉપર ૧૦૦૭ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૯૬૧ નીચે ૯૫૯ તૂટે તો ૯૪૭ અને ૯૪૭ તૂટે તો ૯૪૩, ૯૨૧, ૯૦૦ સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
શૅરની સાથે શેર : હતું એ હાથમાં ને રહી ગયું એ હાથમાં એમ જ, ખરે ટાણે હુકમપાનું ઊતરવું યાદ આવ્યું નહીં. - મનોજ ખંડેરિયા.


