તેમની કલાકારી જોવા ઘણા લોકો શૉપિંગ છોડીને ઊભા રહી ગયા હતા
નેરુળ
પ્રજસત્તાક દિનની ઉજવણીની તૈયારીરૂપે ગઈ કાલે નવી મુંબઈના નેરુળમાં એક મૉલમાં કેટલાક કલાકારોએ ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમને રંગોળીમાં તાદૃશ કરી હતી. પહેલી વાર વર્લ્ડ કપ જીતેલી વિમેન્સ ટીમના ઉત્સાહ અને દેશપ્રેમને તેમણે એમાં આલેખવાની કોશિશ કરી હતી. તેમની કલાકારી જોવા ઘણા લોકો શૉપિંગ છોડીને ઊભા રહી ગયા હતા.
પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ ગેટવે ઑફ ઇન્ડિયા સામે મિલિટરી બૅન્ડે છેડી સૂરાવલિ
ADVERTISEMENT

પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ ગેટવે ઑફ ઇન્ડિયાને તિરંગાની લાઇટિંગથી રોશન કરવામાં આવ્યો હતો. આઝાદીની લડત અને ‘વંદે માતરમ’ને થયેલાં ૧૫૦ વર્ષના સ્મરણાર્થે સૈન્યની આર્ટિલરી સેન્ટર બ્રાસ ઍન્ડ પાઇપ બૅન્ડ અને MG&G ગેરિસન બટૅલ્યન પાઇપ બૅન્ડે દેશની આઝાદી પર દેશભક્તિનાં ગીતોની સુંદર રજૂઆત કરી હતી. તસવીર : અતુલ કાંબલે
અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં લિવરના દાનની બેવડી સદી
અમદાવાદમાં આવેલી સિવિલ હૉસ્પિટલમાં થઈ રહેલા અંગદાનમાં લિવરના દાનની બેવડી સદી થઈ છે. બ્રેઇન-ડેડ મહિલાના પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કરીને એક લિવર અને બે કિડનીનું દાન કર્યું હતું જેના પગલે અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાંથી ૨૦૦ લિવરનું અંગદાન થયું હતું. સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ કહ્યું હતું કે ‘આજ સુધીમાં સિવિલ હૉસ્પિટલમાં ૨૨૬ અંગદાન થયાં છે જેમાં કુલ ૭૪૯ અંગ મળ્યાં છે. આ અંગદાનમાં અત્યાર સુધીમાં ૨૦૦ લિવર મળ્યાં છે. આ ઉપરાંત ૪૧૬ કિડની, ૧૮ સ્વાદુપિંડ, ૭૩ હૃદય, ૬ હાથ, ૩૪ ફેફસાં અને બે નાનાં આંતરડાં મળ્યાં છે. આ ઉપરાંત ૧૭૪ આંખ અને ૩૪ ચામડીનું દાન મળ્યું છે.’


