અગાઉ પણ અવાર-નવાર જણાવ્યું છે કે મોટા ભાગની સ્ક્રીપોમાં લાબાં ગાળાના ટૉપ બની ગયા છે. જે પણ ઉછાળા આવે છે એ મંદીના ઉછાળા છે જે ધારણા મુજબના નથી હોતા.
પ્રતીકાત્મક તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪,૩૬૩.૨૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૨૦૫.૪૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૪,૪૪૯.૬૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૪૮૯.૬૨ પૉઇન્ટના નેટ ઘટાડે ૭૮,૦૦૯.૨૫ બંધ રહ્યો. ઉપરમાં ૭૮,૧૧૯ ઉપર ૭૮,૨૬૪, ૭૮૫૦૯, ૭૮,૬૦૦ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૭૭,૪૯૭ નીચે ૭૬ ૯૮૮, ૭૬,૨૧૦ સુધીની શક્યતા જોવા મળશે. અગાઉ પણ અવાર-નવાર જણાવ્યું છે કે મોટા ભાગની સ્ક્રીપોમાં લાબાં ગાળાના ટૉપ બની ગયા છે. જે પણ ઉછાળા આવે છે એ મંદીના ઉછાળા છે જે ધારણા મુજબના નથી હોતા. નરમ અન્ડરટોન વચ્ચે સ્ક્રીપ આધારિત વધ-ઘટ જોવાશે.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. ૨૪,૪૦૯ તૂટતાં હવે લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૮૬૦ ગણાય. નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની અૅવરેજ ૨૪,૪૭૮.૯૩ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
ADVERTISEMENT
IFCI (૭૬.૯૪) : ૬૮ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમા ઉપર ૭૮ ઉપર ૮૦ કુદાવેતો ૮૫ થી ૮૮ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૭૨ સપોર્ટ ગણાય.
જ્યુબિલન્ટ ફૂડ (૫૦૪.૧૦) ઃ ૪૦૭.૬૧ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૦૭ ઉપર ૫૨૧ કુદાવે તો ૫૨૭, ૫૪૬, ૫૬૫ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૪૯૫ નીચે ૪૭૧ સપોર્ટ ગણાય.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૭,૮૬૧.૪૦)ઃ ૫૬,૧૫૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૮,૦૯૯, ૫૮,૨૧૨, ૫૮,૬૯૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૫૭,૫૦૦ નીચે ૫૭,૩૬૦ સપોર્ટ ગણાય.
નિફ્ટી ફ્યુચર (૨૪,૪૪૯.૬૦): ૨૪,૭૫૮.૩૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ , અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪,૫૧૫ ઉપર ૨૪,૫૫૦, ૨૪,૬૨૧ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૨૪,૩૬૩ નીચે ૨૪,૩૩૦, ૨૪,૨૭૦, ૨૪,૦૪૦, ૨૩ ૮૫૦ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
ભારત ડાયનેમિક (૧૩૯૮.૦૦): ૧૨૪૧ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૪૨૦ ઉપર ૧૪૩૦, ૧૪૪૧ મહત્ત્વની સપાટી ગણાય જેની ઉપર ૧૪૬૧, ૧૪૯૩, ૧૫૨૪, ૧૫૫૫, ૧૫૮૭ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૩૬૭ નીચે ૧૩૩૦ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે
પંજાબ નૅશનલ બૅન્ક (૧૧૮.૦૦): ૧૦૦.૪૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૨૦ ઉપર ૧૨૫ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૧૫ નીચે ૧૧૨ તૂટે તો ૧૦૮ અને ૧૦૬ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
શૅરની સાથે શેર: પ્રત્યેકના નસીબમાં એવાય મિત્ર છે, આંખોની સામે હોય અને ઓળખાય નહીં.- ભાવિન ગોપાણી.
