નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે, અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ સુધારાતરફી છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૫,૮૦૪.૧૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૧૮૭.૮૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૬,૧૪૫.૪૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૪૪૪.૭૧ પૉઇન્ટના નેટ ઘટાડે ૮૫,૨૬૭.૬૬ બંધ રહ્યો. ઉપરમાં ૮૫,૩૨૧ ઉપર ૮૫,૫૨૦ પ્રતીકારક સપાટી ગણાય. જે કુદાવે તો ૮૫,૭૯૭, ૮૬,૧૫૯ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૮૪,૯૦૬ નીચે ૮૪,૧૫૦ તૂટે તો નબળાઈ સમજવી. ૮૪,૧૫૦ નીચે ૮૩,૯૯૭, ૮૩,૭૬૦, ૮૩,૫૪૨ સુધીની શક્યતા. શૅરોમાં સ્ક્રિપ્ટ આધારિત વધ-ઘટ જોવાશે. ઉતાવળે કોઈ પણ બાજુનો વેપાર ન કરવો. સમજી-વિચારીને નિર્ણય કરવો. બજારમાં સર્વાંગી તેજી નથી.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે, અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. (બે ટ્રેન્ડલાઇન વચ્ચેનુ અંતર વધારે હોય તો આવનારો મૂવ શક્તિશાળી હોવાની અને જો બે ટ્રેન્ડલાઇન વચ્ચેનું અંતર ઓછું હોય તો આવનારો મૂવ નબળો હોવાની સંભાવના રહે છે. ઘણી વાર રેક્ટેન્ગલ જેવી લાગતી રચના ટ્રિપલ ટૉપ અથવા તો ટ્રિપલ બૉટમ રિવર્સલ પૅટર્નમાં પરિણામે છે. આના લીધે ભવિષ્યનો ટ્રેન્ડ નક્કી કરવા માટે જ્યાં સુધી અપર અથવા લોઅર ટ્રેન્ડલાઇનમાંથી ઉપર અથવા નીચે ક્લોઝિંગ લેવલે બ્રેકઆઉટ આવે ત્યાં સુધી રાહ જોવી જોઈએ. (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૬,૦૯૪.૩૬ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
ADVERTISEMENT
રિલાયન્સ (૧૫૫૬.૫૦) ૧૫૮૧.૩૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૫૬૦ ઉપર ૧૫૮૨ પ્રતીકારક સપાટી ગણાય. જેની ઉપર મંદીમાં રહેવું નહીં. નીચામાં ૧૫૨૦ નીચે ૧૫૦૦, ૧૪૯૦ મહત્ત્વની સપાટી ગણાય. ૧૫૬૦ ઉપર સાવચેત રહેવું. ૧૫૮૨ ઉપર ૧૫૯૭ કુદાવે તો સંગીન સુધારો જોવાય.
આઇસીઆઇઆઇ.પ્રુ.લાઇફ (૬૪૭.૫૫) ૬૦૨.૭૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૫૦ ઉપર ૬૫૭, ૬૬૫, ૬૭૧ સુધીની શક્યતા. નીચામાં ૬૩૬ નીચે ૬૨૬ સપોર્ટ ગણાય.
બૅન્ક નિફટી ફ્યુચર (૫૯,૬૫૭.૮૦) ૫૭,૪૫૦.૪૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૯,૮૦૦ ઉપર ૬૦,૧૧૦, ૬૦,૩૫૪ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૫૯,૨૪૨, ૫૯,૦૮૫ નીચે નબળાઈ સમજવી.
નિફ્ટી ફ્યુચર (૨૬,૧૪૫.૪૦) : ૨૬,૪૯૫.૬૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૬,૧૫૯ ઉપર ૨૬,૨૨૫ કુદાવે તો મંદીમાં રહેવું નહીં. ૨૬,૨૨૫ ઉપર ૨૬,૩૭૦, ૨૬,૪૯૬ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૨૬,૦૯૪, ૨૬,૦૩૮, ૨૬,૦૦૦ નીચે ૨૬,૮૦૦ તૂટે તો ૨૫,૭૩૫, ૨૫,૬૬૫, ૨૫,૬૦૦ સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
ભારત ડાયનૅમિક્સ (૧૪૦૯.૯૦) : ૧૫૬૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૪૩૭ ઉપર ૧૪૫૮ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૧૩૯૦ નીચે ૧૩૮૧ તૂટે તો ૧૩૬૦, ૧૩૫૨, ૧૩૧૫, ૧૨૮૦ સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
એસઆરએફ (૩૦૨૩.૬૦) : ૨૭૭૨.૩૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૦૨૯ ઉપર ૩૦૪૫, ૩૦૭૩, ૩૧૦૦, ૩૧૩૦ સુધીની શક્યતા. નીચામાં ૩૦૧૮ નીચે ૨૯૯૦, ૨૯૬૩, ૨૯૩૬, ૨૯૩૧, ૨૯૦૫ સપોર્ટ ગણાય. આ સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે.
શૅરની સાથે શેર : ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી, એથી બધા કહે છે જમાનો ખરાબ છે. -મરીઝ


