Ram Sutar No More: દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટૅચ્યુ ઑફ યુનિટી બનાવનાર જાણીતા મૂર્તિકાર રામભાઈ સુતારનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. સો વર્ષના રામ સુતારે બુધવારે નોઈડામાં તેમના ઘરે જ અંતિમ શ્વાસ લીધા હતા.
તાજતેરમાં જ રામ સુતારને નોઈડા જઈને દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર એનાયત કર્યો હતો
દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટૅચ્યુ ઑફ યુનિટી બનાવનાર જાણીતા મૂર્તિકાર રામભાઈ સુતારનું નિધન (Ram Sutar No More) થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. સો વર્ષના રામ સુતારે બુધવારે નોઈડામાં તેમના ઘરે જ અંતિમ શ્વાસ લીધા હતા.
૧૯મી ફેબ્રુઆરી, ૧૯૨૫ના રોજ મહારાષ્ટ્રના ગોંડુર ગામમાં એક ગરીબ પરિવારમાં જન્મેલા રામભાઈએ (Ram Sutar No More) નોઇડામાં પોતાનો સ્ટુડિયો બનાવ્યો હતો. તેઓ ૧૯૯૦થી નોઇડામાં જ રહેતા હતા. તેઓ મુંબઈની જેજે સ્કૂલ ઓફ આર્ટ એન્ડ આર્કિટેક્ચરના ગોલ્ડ મેડલિસ્ટ છે. રામ સુતારને ૧૯૯૯માં પદ્મશ્રી અને ૨૦૧૬માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
આજે અંતિમ સંસ્કાર
તેમના પુત્ર અનિલ સુતારે (Ram Sutar No More) મીડિયાને જણાવ્યું હતું કે, "ખૂબ જ દુઃખ સાથે જણાવવાનું કે અમારા પિતાશ્રી રામ વનજી સુતારનું ૧૭મી ડિસેમ્બરની મધ્યરાત્રિએ અમારા ઘરે અવસાન થયું છે. સો વર્ષના અમારા પિતાના અંતિમ સંસ્કાર ગુરુવારે સેક્ટર ૯૪માં કરવામાં આવશે."
સ્ટૅચ્યુ ઑફ યુનિટી માટે પ્રસિદ્ધ
સ્ટૅચ્યુ ઑફ યુનિટી ઉપરાંત પણ રામભાઈએ (Ram Sutar No More) અનેક મૂર્તિઓ ઘડી હતી. તેઓ મહાત્મા ગાંધીની ત્રણસો પચાસથી વધુ પ્રતિમાઓ તૈયાર કરી હતી, જે પ્રતિમાઓ આજે વિશ્વના ખૂણે ખૂણે સ્થાપિત કરાઈ છે. રામ સુતારે બનાવેલી મહાત્મા ગાંધીજીની એક પ્રતિમા સંસદ ભવનમાં શોભી રહી છે. તેમણે બાબાસાહેબ આંબેડકરની પણ ઘણી મૂર્તિઓ બનાવી છે. પૂણેસ્થિત છત્રપતિ સંભાજી મહારાજની સો ફૂટ ઊંચી પ્રતિમાના સર્જક પણ તેઓ જ છે. રામભાઈએ અજંતા-ઈલોરાની ગુફાઓમાં પણ ઘણા પ્રાચીન શિલ્પોની પુનઃસ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે અયોધ્યામાં લતા મંગેશકર ચોક ખાતે `વીણા`ની પ્રતિમા ભગવાન રામની ૨૫૧ મીટર ઊંચી પ્રતિમા પણ તૈયાર કરી છે.
કર્ણાટકમાં ગાંધીજીની વિશાળ પ્રતિમા છે તે પણ એમની જ દેન છે. બેંગલુરુ આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર ૧૦૮ ફૂટ ઊંચી કેમ્પેગૌડાની પ્રતિમા, ચંબલ નદી પર ૪૫ ફૂટ ઊંચું સ્મારક, ભાકરા નાંગલ ડેમ પર મજૂરોની મહેનત દર્શાવતી ૫૦ ફૂટની કાંસાની પ્રતિમા પણ રામભાઈની કળાશક્તિ દર્શાવે છે
રામ સુતાર (Ram Sutar No More)ની સૌથી મોટી સિદ્ધિઓમાંથી એક ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા- સરદાર વલ્લભભાઈ પટેલનું `સ્ટૅચ્યુ ઑફ યુનિટી` છે. આ સ્ટેચ્યુ ૧૮૨ મીટર ઊંચી છે. આ પ્રતિમા ભારતના પ્રથમ વડાપ્રધાન સરદાર પટેલને સમર્પિત છે. રામભાઈએ આ પ્રતિમાને આકાર આપીને વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ બનાવી હતી. લગભગ ૯૩ વર્ષની ઉંમરે રામ સુતારે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૂર્ણ કર્યો હતો, જે તેમની અથાક મહેનતનું પ્રતીક છે.
તાજેતરમાં જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રામ સુતારને રાજ્યના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એવા મહારાષ્ટ્ર ભૂષણથી નવાજ્યા હતા. આ ખાસ સન્માન માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તેમના મંત્રીમંડળ સાથે નોઈડામાં રામભાઈના ઘરે ગયા હતા.


