Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૪,૨૩૨ અને નીચામાં ૨૩,૭૫૦ નીચે ૨૩,૧૮૦ મહત્ત્વની સપાટીઓ

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૪,૨૩૨ અને નીચામાં ૨૩,૭૫૦ નીચે ૨૩,૧૮૦ મહત્ત્વની સપાટીઓ

Published : 13 April, 2026 09:07 AM | IST | Mumbai
Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૨,૬૨૭ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૧૩૩૪.૪૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૪,૧૦૧ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૪૨૩૦.૭૦ પૉઇન્ટના નેટ સુધારે ૭૭,૫૫૦.૨૫ બંધ રહ્યો. ઉપરમાં ૭૭,૬૩૬ ઉપર ૭૭,૮૧૫, ૭૮,૧૯૦, ૭૮,૨૬૦, ૭૮,૭૧૦ સુધીની શક્યતા. નીચામાં ૭૬,૩૪૭ નીચે ૭૬,૦૨૦, ૭૫,૧૨૦, ૭૪,૬૮૦ સુધીની શક્યતા. સીઝફાયરના સમાચારને લીધે ૮ એપ્રિલે બજાર ઉપર ખૂલતાં ઇન્ડેક્સમાં ૨૩૫૫.૮૨, બૅન્ક નિફ્ટી ફ્યુચરમાં ૧૮૬૫.૪૦ અને નિફ્ટી ફ્યુચરમાં ૬૪૫.૬૦ પૉઇન્ટના તેજી-ગૅપ પડ્યા છે. ગૅપ પૂરવા માટે બજાર કોઈ પણ ખરાબ કારણસર ગમે ત્યારે નીચે આવી શકે એમ સમજીને ચાલવું.

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. ૨૪,૪૦૯ તૂટતાં હવે લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૮૬૦ ગણાય. (અમુક સપોર્ટ અથવા તો રેઝિસ્ટન્સ એરિયાનું મહત્ત્વ કેટલું છે એ જાણવાની મુખ્ય બે રીત છે. (૧) એ એરિયામાં વિતાવેલો સમય, (૨) વૉલ્યુમ. (૧) અમુક સપોર્ટ અથવા રેઝિસ્ટન્સ એરિયામાં જેટલા લાંબા સમય સુધી ટ્રેડિંગ થયું હોય એટલો જ એ એરિયા મહત્ત્વનો બની રહે છે. (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૩,૪૫૪.૮૧ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.



બૅન્ક ઑફ ઇન્ડિયા (૧૪૭.૯૩) ૧૩૪.૫૨ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૫૪ ઉપર ૧૫૭ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૪૫ નીચે ૧૪૨ સપોર્ટ ગણાય.


જિયો ફાઇનૅન્સ (૨૪૩.૨૦) ૨૨૩.૩૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪૮ ઉપર ૨૫૧ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૨૩૬ ગણાય.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૬,૦૭૭.૨૦) ૫૦,૦૯૩.૨૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૬,૧૩૦ ઉપર ૫૬,૩૧૫, ૫૬,૪૦૫, ૫૬,૬૧૦, ૫૬,૮૮૦ સુધીની શક્યતા. નીચામાં ૫૪,૮૦૫ નીચે ૫૪,૪૪૦, ૫૩,૭૧૦, ૫૨,૯૪૦ સુધીની શક્યતા.


નિફ્ટી ફ્યુચર (૨૪,૧૦૧.૦૦) : ૨૨,૨૮૫.૮૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪,૧૨૦ ઉપર ૨૪,૧૭૫, ૨૪,૨૩૨, ૨૪,૩૦૦, ૨૪,૪૨૫, ૨૪,૫૩૦ સુધીની શક્યતા. નીચામાં ૨૩,૭૫૦ નીચે ૨૩,૫૪૦, ૨૩,૨૮૦, ૨૩,૧૮૦ સુધીની શક્યતા. આ સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે. એમાં ૮ એપ્રિલે પડેલો તેજી-ગૅપ જોઈ શકાય છે.

એચએફસીએલ (૮૪.૪૦) : ૫૯.૮૨ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૮૫.૫૦ ઉપર ૮૭.૫૦, ૮૯.૫૦, ૯૧.૭૦, ૯૪ સુધીની શક્યતા. નીચામાં ૮૦ નીચે ૭૩ સપોર્ટ ગણાય. આ સાથે લાંબા ગાળાનો માસિક ચાર્ટ આપ્યો છે.

સમ્માન કૅપિટલ (૧૫૫.૮૪) : ૧૨૯ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૫૭ ઉપર ૧૬૨ મહત્ત્વની સપાટી ગણાય. એની ઉપર વધુ સુધારો જોવાય. નીચામાં ૧૫૦ નીચે ૧૪૪ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

શૅરની સાથે શેર: અમને જગતમાં જોઈતી સગવડ મળી નહીં, એથી જ જેમતેમ જીવી ને જતા રહ્યા. - બેફામ

Whatsapp-channel Whatsapp-channel

13 April, 2026 09:07 AM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK