Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બ્લૉક તો હતો અને ઓવરહેડ વાયરમાં ફૉલ્ટ આવતાં નાયગાવ-ભાઈંદર વચ્ચે ટ્રેનો અટકી

બ્લૉક તો હતો અને ઓવરહેડ વાયરમાં ફૉલ્ટ આવતાં નાયગાવ-ભાઈંદર વચ્ચે ટ્રેનો અટકી

Published : 13 April, 2026 07:19 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાંચ કલાક સુધી ટ્રેનો ખોટકાઈ, સ્ટેશનો પર ભારે ગિરદી, ટ્રૅક પર ચાલીને પ્રવાસીઓ ભાઈંદર સ્ટેશન પહોંચ્યા

૮૦૦ મીટર જેટલા ઓવરહેડ ઇક્વિપમેન્ટને નુકસાન થયું હતું જેને પગલે ૨૦ ટ્રેનો કૅન્સલ થઈ હતી અને ૫૦ ટ્રેનો મોડી પડી હતી.

૮૦૦ મીટર જેટલા ઓવરહેડ ઇક્વિપમેન્ટને નુકસાન થયું હતું જેને પગલે ૨૦ ટ્રેનો કૅન્સલ થઈ હતી અને ૫૦ ટ્રેનો મોડી પડી હતી.


વેસ્ટર્ન રેલવેમાં ગઈ કાલે સવારે નાયગાવ અને ભાઈંદર વચ્ચે સ્લો ટ્રૅક પર ઓવરહેડ વાયર તૂટવાને લીધે બે લોકલ અને એક MEMU ટ્રેન અટવાઈ ગઈ હતી. ટ્રેનોમાં ફસાયેલા અનેક પ્રવાસીઓ પાટા પર ચાલીને ભાઈંદર સ્ટેશન પહોંચ્યા હતા. ટેક્નિકલ ફૉલ્ટને કારણે ટ્રેનોનું ટાઇમટેબલ બપોર સુધી ખોરવાયેલું રહ્યું હતું. 

રવિવારે સવારે ૭.૫૦ વાગ્યે ભાઈંદર ખાડીના પહેલા બ્રિજના એન્ટ્રન્સ પાસે જ ટ્રેન પર મોટો ધડાકો થયો હતો અને પછી તરત જ ટ્રેન ઊભી રહી ગઈ હતી અને એના લીધે પાછળની બીજી ટ્રેનો પણ અટકી ગઈ હતી.



ઘટનાસ્થળે ફસાયેલી એક લોકલ ટ્રેન અને MEMUને હટાવી લેવામાં આવી હતી જ્યારે એની પાછળની એક લોકલ ટ્રેનને ડીઝલ એન્જિન મોકલાવીને ત્યાંથી ખસેડી લેવાઈ હતી. ત્યાર બાદ ઓવરહેડ વાયર રિપેર કરવા ટાવર વૅગન મોકલાવવામાં આવ્યું હતું અને ફૉલ્ટ રિપેર કર્યો હતો. એ પછી ૧૨.૪૭ વાગ્યે પહેલી ટ્રેન ત્યાંથી રવાના થઈ હતી.


દરમ્યાન વિરારથી બોરીવલી વચ્ચે ટ્રેનો ઠપ થઈ ગઈ હતી અને દરેક સ્ટેશનોએ મુસાફરોની ભારે ભીડ હતી. રજામાં ફરવા નીકળેલા હજારો લોકો હેરાન-પરેશાન થયા હતા.


Whatsapp-channel Whatsapp-channel

13 April, 2026 07:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK