અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ નરમાઈતરફી છે. ૨૪,૪૦૯ તૂટતાં હવે લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૮૬૦ ગણાય.
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૩,૮૪૧.૭૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૧૧૦.૮૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૪,૨૪૧.૯૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૧૯૪.૫૨ પૉઇન્ટના નેટ ઘટાડે ૭૭,૫૬૯.૩૯ બંધ રહ્યો. ઉપરમાં ૭૭,૬૪૩ ઉપર ૭૭,૮૫૧, ૭૮,૦૩૧, ૭૮,૬૬૫ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૭૬,૨૫૯ નીચે ૭૬,૦૮૨ સપોર્ટ ગણાય. શૅરોમાં વધ-ઘટે સ્ક્રિપ આધારિત સુધારાની ચાલ જળવાશે. ટ્રમ્પના વાણી-વિલાસ પર નજર રાખવી. અબી બોલા અભી ફોક જેવું છે.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ નરમાઈતરફી છે. ૨૪,૪૦૯ તૂટતાં હવે લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૮૬૦ ગણાય. (૧/૩ અને ૨/૩ એટલે કે ૩3 ટકા અને ૬૭ ટકા આ પર્સન્ટેજ રીટ્રેચમેન્ટ લેવલ ઘણા ઉપયોગી અને જાણીતા છે. સામાન્ય રીતે મિનિમમ રીટ્રેચમેન્ટ ૩3 ટકા આસપાસ અને મેક્સિમમ રીટ્રેચમેન્ટ ૬૭ ટકા આસપાસ ગણાય. મતલબ કે શક્તિશાળી ટ્રેન્ડના કરેક્શન વખતે માર્કેટ સામાન્ય રીતે પાછલા મૂવના ૩૩ ટકા સુધી ઘટી શકે.) (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની અૅવરેજ ૨૪,૧૨૮.૩૪ છે જે ક્લૉઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
ADVERTISEMENT
ઇન્ડિયન હોટેલ (૭૫૨.૩૦) : ૬૧૯.૬૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૫૪ ઉપર ૭૬૬, ૭૮૬, ૭૯૫ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં નીચે ૭૩૪, ૭૨૭, ૭૧૮ સપોર્ટ ગણાય.
ઇન્ડસઇન્ડ બૅન્ક (૧૦૧૫.૮૦) : ૮૬૮.૭૨ના સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૦૩૯ ઉપર ૧૦૭૨, ૧૧૦૫ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૯૮૯ સપોર્ટ ગણાય.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૮,૨૦૦.૦૦): ૫૨,૮૭૨.૬૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ તરફ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૮,૩૬૧ ઉપર ૫૮,૬૯૦ કુદાવે તો ૫૯,૫૨૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૫૬,૭૦૪ સપોર્ટ ગણાય.
નિફ્ટી ફ્યુચર (૨૪,૨૪૧.૯૦) : ૨૩,૧૦૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪,૨૭૦ ઉપર કુદાવે તો ૨૪,૩૩૦, ૨૪,૪૦૫, ૨૪,૫૬૫ મહત્ત્વની સપાટી ગણાય જેની ઉપર ૨૪,૬૦૪, ૨૪,૭૦૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૩,૮૪૧ નીચે ૨૩,૭૧૮ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
CDSL (૧૪૩૧.૯૦) : ૧૧૮૩.૯૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૪૪૩ ઉપર ૧૪૬૪ કુદાવે તો ૧૪૯૯, ૧૫૩૪ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૩૯૪ નીચે ૧૩૬૦ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
એમ્બેસી ડેવલપમેન્ટ (૬૬.૨૪) : ૩૯.૪૬ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૭.૬૧ ઉપર ૬૯, ૭૨, ૭૬ કુદાવે તો ૭૮, ૮૬, ૯૪, ૯૮ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૬૦ સપોર્ટ ગણાય. ૬૦ નીચે ૫૫.૩૬ તૂટે તો ૪૯ સુધીની શક્યતા જોવા મળશે. દરેક ઘટાડે રોકાણ કરી શકાય. પરચૂરણ વાવશો તો નોટો લણી શકશો. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
શૅરની સાથે શેર : ન હો જો કશું તો અભાવો નડે છે, મળે જો બધું તો સ્વભાવો નડે છે. - હિમાંશુ ભટ્ટ
