નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ ૨૫,૧૮૦ ઉપર બંધ આવતાં સુધારાતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે
પ્રતીકાત્મક તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪,૮૬૨.૨૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૩૫૭.૩૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૫,૨૦૫ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૧૧૯૩.૯૪ પૉઇન્ટના નેટ સુધારે ૮૧,૯૦૪.૭૦ બંધ રહ્યો. ઉપરમાં ૮૧,૯૯૩ ઉપર ૮૨,૨૩૨ મહત્ત્વની સપાટી ગણાય. જેની ઉપર ૮૨,૪૦૫ કુદાવે તો ૮૨,૪૬૫, ૮૨,૭૪૦, ૮૩,૦૧૦, ૮૩,૨૯૦, ૮૩,૫૬૦, ૮૩,૮૩૦, ૮૪,૧૦૦ સુધીની શક્યતા. નીચામાં ૮૧,૨૮૦ નીચે ૮૧,૧૦૦ ગણાય. સોમ, મંગળનાં ટૉપ-બૉટમ ધ્યાનમાં રાખવાં.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ ૨૫,૧૮૦ ઉપર બંધ આવતાં સુધારાતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. (FALLING WEDGE = ફૉલિંગ વેજ બુલિશ પૅટર્ન ગણાય છે. આમાં એકબીજા તરફ સંકડાતી જતી બે ટ્રેન્ડલાઇન નીચે તરફ ઢળતી હોય છે. ઉપરની લાઇનનો ઢાળ નીચેની લાઇનના ઢાળ કરતાં વધારે હોય છે. ભાવોની વધઘટ બે ટ્રેન્ડલાઇનની વચ્ચે સીમિત રહે છે. ફૉલિંગ વેજ ટેક્નિકલી ધીરે-ધીરે મજબૂત થતી પરિસ્થિતિનો નિર્દેશ કરે છે. (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૪,૯૪૮.૧૭ છે. જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
ADVERTISEMENT
હાલ (૪૭૫૪.૧૦) ૪૩૦૦.૮૩ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૭૬૨ ઉપર ૪૮૯૪, ૫૦૨૬ સુધીની શક્યતા. નીચામાં ૪૬૪૦ નીચે ૪૬૦૦ સપોર્ટ ગણાય.
રિલાયન્સ (૧૩૯૫.૦૦) ૧૩૪૦.૬૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૩૯૭ ઉપર ૧૪૦૪, ૧૪૧૮, ૧૪૩૧ સુધીની શક્યતા. નીચામાં ૧૩૬૮ સપોર્ટ ગણાય.
બૅન્ક નિફટી ફ્યુચર (૫૫,૦૧૩.૪૦) ૫૭,૮૪૯.૮૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૫,૦૭૧ ઉપર ૫૫,૩૨૭, ૫૫,૯૫૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૫૪,૭૦૦ નીચે ૫૪,૩૨૦ મહત્ત્વની સપાટી ગણાય.
નિફ્ટી ફ્યુચર (૨૫,૨૦૫.૦૦)
૨૪,૪૦૯ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૫,૨૨૨ ઉપર ૨૫,૨૭૦, ૨૫,૩૬૦, ૨૫,૪૪૫, ૨૫,૫૩૦, ૨૫,૬૨૦, ૨૫,૭૦૫, ૨૫,૭૯૨ સુધીની શક્યતા. નીચામાં ૨૫,૧૭૫ નીચે ૨૫,૧૦૦, ૨૫,૦૦૦, ૨૪,૯૫૦ સપોર્ટ ગણાય. સોમ, મંગળનાં ટૉપ-બૉટમ ધ્યાનમાં રાખવાં. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
નૅશનલ ઍલ્યુમિનિયમ (૨૧૮.૩૦)
૧૮૩.૮૬ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૧૯ ઉપર ૨૨૪, ૨૩૨, ૨૩૯, ૨૪૬, ૨૫૩ સુધીની શક્યતા. નીચામાં ૨૧૦ નીચે ૨૦૬ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
મઝગાવ ડૉક (૨૯૨૪.૭૦)
૨૫૮૯ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ અને અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૯૪૦ ઉપર ૨૯૬૦, ૩૦૪૦, ૩૧૦૦ સુધીની શક્યતા. નીચામાં ૨૮૮૫, ૨૮૪૮, ૨૭૯૨ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
શૅરની સાથે શેર
તમારાં કારનામાંની થશે જો પિતૃઓને જાણ, તમારા શહેરમાંથી કાગડા નાસી જવાના છે. -ભાવિન ગોપાણી

