Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > એનએસઈએ પોતાનું નામ ખોટી રીતે સામેલ કરતા રોકાણકાર જાગૃતિ કાર્યક્રમો પ્રત્યે લોકોને ચેતવ્યા

એનએસઈએ પોતાનું નામ ખોટી રીતે સામેલ કરતા રોકાણકાર જાગૃતિ કાર્યક્રમો પ્રત્યે લોકોને ચેતવ્યા

Published : 31 January, 2025 07:12 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એનએસઈને જાણ કરવામાં આવી છે કે આ બહુરૂપિયાએ ૨૦૨૫ની ૩૦ જાન્યુઆરીએ એક કાર્યક્રમ પણ યોજ્યો હતો, જેની સાથે એનએસઈ કોઈ પણ રીતે જોડાયેલું નથી.

નૅશનલ સ્ટૉક એક્સચેન્જની પ્રતીકાત્મક ફાઈલ તસવીર

નૅશનલ સ્ટૉક એક્સચેન્જની પ્રતીકાત્મક ફાઈલ તસવીર


નૅશનલ સ્ટૉક એક્સચેન્જ ઑફ ઇન્ડિયા (એનએસઈ)ના ધ્યાનમાં આવ્યું છે કે એક લુચ્ચી વ્યક્તિ નામે ‘અનૈશા પાટીલ’ કે જે મોબાઇલ નંબર 62671 78479, ઈ-મેઇલ આઇડી national.financial.awareness@gmail.com , પોતે ‘જનરલ મૅનેજર-એનએસઈ’ હોવાનો દાવો કરે છે અને એનએસઈની નૅશનલ ફાઇનૅન્શિયલ અવેરનેસ ઍકૅડેમીનું પ્રતિનિધિત્વ કરતી હોવાનું અને એની સાથે જોડાણ હોવાનો ખોટો દાવો કરે છે. આ એનએસઈના નામ અને લોગોનો જાણીજોઈને કરાઈ રહેલો દુરુપયોગ છે. આ વ્યક્તિ ગવર્નમેન્ટ આઇટીઆઇ, ધોરાજી જિલ્લા રાજકોટમાં રોકાણકાર જાગૃતિ કાર્યક્રમ યોજી રહી છે.


એનએસઈને જાણ કરવામાં આવી છે કે આ બહુરૂપિયાએ ૨૦૨૫ની ૩૦ જાન્યુઆરીએ એક કાર્યક્રમ પણ યોજ્યો હતો, જેની સાથે એનએસઈ કોઈ પણ રીતે જોડાયેલું નથી.



લોકોને સાવધ કરવામાં આવે છે કે આ બાબતની નોંધ લેવામાં આવે અને આવા કાર્યક્રમોમાં પોતાને જોખમે ભાગ લેવો. આવા કાર્યક્રમોમાં કરવામાં આવેલા કોઈ પણ દાવા, કૃત્યો, વિવાદો, ભિન્ન મતો માટે એનએસઈ જવાબદાર રહેશે નહીં. એનએસઈ આવી વ્યક્તિઓ વિરુદ્ધ યોગ્ય જણાશે એ કાનૂની પગલાં ભરશે.


Whatsapp-channel Whatsapp-channel

31 January, 2025 07:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK