Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ધારાવી માટે દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ જોઈએ છે, પણ એને ખાલી કરવા ૧૦ વર્ષનો સમય લાગી શકે

ધારાવી માટે દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ જોઈએ છે, પણ એને ખાલી કરવા ૧૦ વર્ષનો સમય લાગી શકે

Published : 31 January, 2025 02:15 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ધારાવી રીડેવલપ કરવાના પ્રોજેક્ટ અંતર્ગત રાજ્ય સરકારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) પાસેથી દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડની જમીનમાંથી જગ્યા માગી હતી.

દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ

દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ


ધારાવી રીડેવલપ કરવાના પ્રોજેક્ટ અંતર્ગત રાજ્ય સરકારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) પાસેથી દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડની જમીનમાંથી જગ્યા માગી હતી. એથી BMCએ ડમ્પિંગ ગ્રાઉન્ડની એ જગ્યા રાજ્ય સરકારને ૩ મહિના પહેલાં જ આપી હતી. હવે રાજ્ય સરકારે BMCને પત્ર લખીને કહ્યું છે કે સ્વચ્છ ભારત અભિયાનના નિયમો હેઠળ BMCએ જ દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ પરનો કચરો સાઇન્ટિફિકલી સાફ કરીને એ જમીન રાજ્ય સરકારને આપવી. જોકે દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ પરના એ કચરાના ૪૦ ​મીટર ડુંગરને હટાવવો એટલો સહેલો નથી. ૧૯૨૭થી દેવનારના એ ડમ્પિંગ ગ્રાઉન્ડ પર કચરો ડમ્પ કરવામાં આવતો હતો. હવે એ જગ્યાએ ૨૦૦ લાખ ટન કચરો જમા થયો હોવાથી જો એ કાઢવાનું ચાલુ કરાય તો એ કાઢતાં પણ ૧૦ વર્ષનો સમય લાગી શકે એમ છે. વળી એ કાઢવાનો ખર્ચ પણ અંદાજે ૨૫૦૦ કરોડ આવવાનો છે એથી ધારાવી રીડેવલપમેન્ટનો આ ભગીરથ પ્રોજેક્ટ પાર કરવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે એમ છે. ૨૦૧૬થી દેવનારમાં કચરો નથી નાખવામાં આવતો.


Whatsapp-channel Whatsapp-channel

31 January, 2025 02:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK