Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મૉન્સૂન પહેલાં ૬ લેનનો કોંકણ એક્સપ્રેસવે તૈયાર થઈ જશે તો, બૉમ્બે ટુ ગોવા માત્ર ૬ કલાકમાં

મૉન્સૂન પહેલાં ૬ લેનનો કોંકણ એક્સપ્રેસવે તૈયાર થઈ જશે તો, બૉમ્બે ટુ ગોવા માત્ર ૬ કલાકમાં

Published : 31 January, 2025 07:09 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈ-ગોવા હાઇવેને ૬ લેનનો કરી કોંકણ એક્સપ્રેસવે બનાવવાનું ૨૦૧૨માં ચાલુ કરવામાં આવ્યું હતું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


એક બાજુ પશ્ચિમ ઘાટના પર્વતોની વનરાજી અને બીજી બાજુ ઘૂઘવતા દરિયાના કારણે કુદરતી સૌંદર્યથી ભરપૂર એવું ગોવા વર્ષોથી ટૂરિસ્ટોનું માનીતું રહ્યું છે. ગોવા સાથે કોંકણના અન્ય ટૂરિસ્ટ સ્પૉટ પણ વિકસાવવાના ઇરાદાથી ૪૬૬ કિલોમીટર લાંબા મુંબઈ-ગોવા હાઇવેને ૬ લેનનો કરી કોંકણ એક્સપ્રેસવે બનાવવાનું ૨૦૧૨માં ચાલુ કરવામાં આવ્યું હતું. જોકે જમીન સંપાદન કરવામાં થયેલો વિલંબ અને કૉન્ટ્રૅક્ટરો દ્વારા પણ કરવામાં આવેલા વિલંબના કારણે એ પ્રોજેક્ટ લંબાતો ગયો હતો. હવે જ્યારે મોટા ભાગનું કામ પતી ગયું છે ત્યારે મૉન્સૂન પહેલાં એ કામ આટોપી લેવાના પ્રયાસ થઈ રહ્યા છે. જો એ કામ થઈ જશે તો હમણાં મુંબઈથી ગોવા પહોંચતાં ૧૨ કલાકનો સમય લાગે છે એ ઘટીને ૬ કલાકનો થઈ જશે. આ પ્રોજેક્ટની કૉસ્ટ પહેલાં ૩૫૦૦ કરોડ હતી, જે ડિલે થવાના કારણે વધતી-વધતી હવે ૭૩૦૦ કરોડ પર પહોંચી ગઈ છે.


બૉમ્બે ટુ ગોવાના આ એક્સપ્રેસવે પરના સૌથી લાંબા ૮૪ કિલોમીટરના પનવેલથી ઇંદાપુર સુધીના પટ્ટાને નૅશનલ હાઇવે ઓથૉરિટી ઑફ ઇન્ડિયા ડેવલપ કરી રહી છે, જ્યારે બાકીનો હાઇવે રાજ્યનો પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD) કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ ઍન્ડ હાઇવેઝની દોરવણી હેઠળ બનાવી રહ્યો છે. પનવેલ-ઇંદાપુર પૅચનું કામ ૯૨ ટકા પતી ગયું છે, જ્યારે ઇંદાપુરથી વડપેના ૨૭ કિલોમીટરના રોડનું ૬૭ ટકા અને અરવલી–કાંટે વચ્ચેના ૩૯ કિલોમીટરના રોડનું ૬૪ ટકા જ કામ થઈ શક્યું છે. બાકીના અલગ-અલગ પૅચના કામ મોટા ભાગના પૂરા થઈ ગયા છે.



માણગાંવ, ઇંદાપુર, લાંજા, પાલી, કોલાડ અને ચિપલૂણ શહેરને લાગીને કેટલાક અન્ડરપાસ, બાયપાસ અને ફ્લાયઓવર બનાવવાના બાકી હોવાથી હાલ એનું કામ ચાલી રહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

31 January, 2025 07:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK