સ્ટૉક એક્સચેન્જિસ જેવી વિરાટ સંસ્થાઓમાં આમૂલ પરિવર્તન, ઉત્કૃષ્ટ કામગીરી અને જવાબદેહી નેતૃત્વ પૂરું પાડવા બદલ આશિષ ચૌહાણને આ અવૉર્ડ આપવામાં આવ્યો છે.
આ પૂર્વે તેમણે ૧૦ વર્ષ બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના MD અને CEO તરીકે કામગીરી બજાવી હતી.
તાજેતરમાં યોજાયેલા ET ઍઝ ઇન્ડિયાઝ ઇમ્પૅક્ટફુલ CEO અવૉર્ડ્સ કૉન્ક્લેવમાં નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE)ના મૅનેજિંગ ડિરેક્ટર (MD) અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) આશિષ ચૌહાણને ઇમ્પૅક્ટફુલ લાર્જ એન્ટરપ્રાઇઝ CEO તરીકેના અવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા.
સ્ટૉક એક્સચેન્જિસ જેવી વિરાટ સંસ્થાઓમાં આમૂલ પરિવર્તન, ઉત્કૃષ્ટ કામગીરી અને જવાબદેહી નેતૃત્વ પૂરું પાડવા બદલ આશિષ ચૌહાણને આ અવૉર્ડ આપવામાં આવ્યો છે. તેમણે જે અદ્વિતીય વિઝન પૂરું પાડ્યું છે એણે દેશના મૂડીબજારના વિકાસ અને રાષ્ટ્રની પ્રગતિમાં અમૂલ્ય પ્રદાન કર્યું છે.
ADVERTISEMENT
અત્યારે NSEનું નેતૃત્વ કરી રહેલા આશિષ ચૌહાણનું NSEની સ્થાપનામાં પણ મોટું યોગદાન રહ્યું છે. આ પૂર્વે તેમણે ૧૦ વર્ષ બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના MD અને CEO તરીકે કામગીરી બજાવી હતી.


