આ વર્ષે શિયાળામાં મુંબઈનું લઘુતમ તાપમાન બીજી વખત ૧૫ ડિગ્રી સેલ્સિયસથી નીચું નોંધાયું હતું
પ્રતીકાત્મક તસવીર
આ વર્ષે શિયાળામાં મુંબઈનું લઘુતમ તાપમાન બીજી વખત ૧૫ ડિગ્રી સેલ્સિયસથી નીચું નોંધાયું હતું. શનિવારની સવાર સરસ મજાની ઠંડી સાથે થઈ હતી. સાંતાક્રુઝની વેધશાળામાં ગઈ કાલે લઘુતમ તાપમાન ૧૪.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું જે આ સીઝનનું સૌથી નીચું તાપમાન છે. આ સીઝનમાં અત્યાર સુધી શહેરમાં નોંધાયેલું આ સૌથી નીચું લઘુતમ તાપમાન છે.
અગાઉ ૧૨ ડિસેમ્બરે ૧૪.૯ ડિગ્રી સુધી તાપમાનનો પારો નીચે ગયો હતો. છેલ્લાં ૧૦ વર્ષમાં ડિસેમ્બર મહિનાનું આ ત્રીજું સૌથી નીચું લઘુતમ તાપમાન છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં લઘુતમ તાપમાન ૧૩.૭ ડિગ્રી સુધી ઘટી ગયું હતું.
ADVERTISEMENT
હવામાન ખાતાના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મુંબઈમા અચાનક તાપમાન ઘટ્યું હતું. જોકે નૉર્થ અને નૉર્થ-ઈસ્ટ પવનો અને અરબ સાગરમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે વાદળાં બંધાતાં તાપમાનમાં વધારો થશે. આકાશ ચોખ્ખું થતાં ફરી તાપમાનનો પારો નીચે જશે એવી શક્યતા હવામાન ખાતાએ જણાવી હતી. આગામી ૭ દિવસ સુધી મુંબઈમાં સરેરાશ લઘુતમ તાપમાન ૧૬ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.


