Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ખાદ્ય પદાર્થોના વધેલા ભાવથી રીટેલ ઇન્ફ્લેશને RBIની રેડ લાઇન વટાવી

ખાદ્ય પદાર્થોના વધેલા ભાવથી રીટેલ ઇન્ફ્લેશને RBIની રેડ લાઇન વટાવી

Published : 13 November, 2026 07:19 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતનો છૂટક ફુગાવો રિઝર્વ બૅન્કની ઉપલી મર્યાદાને વટાવીને ૬.૦૯ ટકા થયોઃ છેલ્લાં બે વર્ષમાં સૌથી વધુ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ખાધ પદાર્થોના ભાવમાં થયેલા વધારાના પગલે ભારતનો છૂટક ફુગાવો (રીટેલ ઇન્ફ્લેશન) રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ની ૬ ટકાની રેડ લાઇનને વટાવી ગયો છે અને ઑક્ટોબરમાં એ ૬.૦૯ ટકા પર પહોંચ્યો છે, જે છેલ્લાં બે વર્ષમાં સૌથી વધુ છે. સપ્ટેમ્બરમાં આ આંકડો ૫.૫૪ ટકા રહ્યો હતો. વર્ષ ૨૦૨૬માં ફુગાવાનો દર દરેક મહિને વધતો રહ્યો છે. જાન્યુઆરીમાં એ ૨.૭૪ ટકા હતો, જ્યાંથી એમાં સતત વધારો જોવા મળ્યો છે; નવી શ્રેણી હેઠળ આ સતત નવમો મહિનો છે જેમાં ફુગાવામાં વધારો નોંધાયો છે. નવી કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ (CPI) શ્રેણી હેઠળ પણ આ અત્યાર સુધીનો સૌથી ઊંચો આંકડો છે. ફુગાવો વધવા પાછળનાં કારણોમાં સૌથી મોટો ફાળો ખાદ્યપદાર્થોની મોંઘવારી છે. ઑક્ટોબર મહિનામાં રેસ્ટોરાંઓમાં ૧૦.૬ ટકા, ખાદ્યચીજો અને પીણામાં ૮.૫૧ ટકા અને ટ્રાન્સપોર્ટમાં ૫.૮૪ ટકા ફુગાવો જોવા મળ્યો હતો. 

ઑક્ટોબર મહિનામાં કાંદાના ભાવમાં ૧૧૬.૨૨ ટકા, લસણના ભાવમાં ૬.૭૪ ટકા, આદુંમાં ૪૮.૩૨ ટકા જેટલો વધારો થયો હતો. બટાટા, ફ્લાવર અને રીંગણ જેવાં શાકભાજીના ભાવ એક વર્ષ પહેલાંની સરખાણીમાં સસ્તા થયા હતા, પરંતુ આ ઘટાડો ભાવવધારાની ઓવરઑલ અસરને સરભર કરવા માટે પૂરતો નહોતો.


Whatsapp-channel Whatsapp-channel

13 November, 2026 07:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK