Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > આજની રેસિપી : મકાઈની રિંગ અને જુવારના પફનો ચેવડો

આજની રેસિપી : મકાઈની રિંગ અને જુવારના પફનો ચેવડો

Published : 12 November, 2026 04:54 PM | Modified : 12 November, 2026 04:59 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ રીતે બનાવો મકાઈની રિંગ અને જુવારના પફનો ચેવડો. મકાઈની રિંગ અને જુવારના પફને બે ચમચી તેલ મૂકીને અલગ-અલગ શેકી લેવા. ક્રિસ્પી થાય ત્યાં સુધી ધીમા તાપે શેકવા. વેફર, સીંગદાણા, કાજુ-દાળિયા અને પૌંઆ આ બધી જ ચીજો વારાફરતી તળી લેવી પછી મિક્સ કરવી.

મકાઈની રિંગ અને જુવારના પફનો ચેવડો

મકાઈની રિંગ અને જુવારના પફનો ચેવડો


સામગ્રી : ૫૦ ગ્રામ મકાઈની રિંગ, ૫૦ ગ્રામ જુવારના પફ, ૫૦ ગ્રામ પૌંઆ, ૫૦ ગ્રામ બટાટાની વેફર, થોડા સીંગદાણા, કાજુના ટુકડા, દાળિયા, ૫૦ ગ્રામ તેલ, મીઠું, મરચું, દળેલી સાકર અને તલ.

બનાવવાની રીતઃ મકાઈની રિંગ અને જુવારના પફને બે ચમચી તેલ મૂકીને અલગ-અલગ શેકી લેવા. ક્રિસ્પી થાય ત્યાં સુધી ધીમા તાપે શેકવા. વેફર, સીંગદાણા, કાજુ-દાળિયા અને પૌંઆ આ બધી જ ચીજો વારાફરતી તળી લેવી પછી મિક્સ કરવી. બધું ગરમ હોય ત્યારે જ તેલનો વઘાર કરીને તલ, લાલ મરચું, મીઠું નાખીને બરાબર હળવા હાથે હલાવવું. ઠંડું પડે ત્યાં સુધી એમ જ ખુલ્લું રાખવું. છેલ્લે દળેલી સાકર નાખીને ફરીથી મિક્સ કરવું. ટેસ્ટી અને હેલ્ધી ચેવડો ઍરટાઇટ કન્ટેનરમાં ભરી લેવો.



- રાગિણી ગાંધી


Whatsapp-channel Whatsapp-channel

12 November, 2026 04:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK