Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > શાંતિ-સમજૂતીના નવા આશાવાદમાં ક્રૂડ નરમ, સોના-ચાંદી અને શૅર નરમ

શાંતિ-સમજૂતીના નવા આશાવાદમાં ક્રૂડ નરમ, સોના-ચાંદી અને શૅર નરમ

Published : 07 May, 2026 08:29 AM | IST | Mumbai
Anil Patel

SRF લિમિટેડ દ્વારા સિંગલ ડિજિટ ગ્રોથમાં ૪૬૪૦ કરોડની આવક પર ૧૧ ટકા વધારામાં ૫૮૨ કરોડ નેટ નફો બતાવાયો છે

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


પૉઝિટિવ ઓપનિંગ બાદ ૯૫૧ પૉઇન્ટ ઘટેલો સેન્સેક્સ ત્યાંથી ૧૨૫૦ પૉઇન્ટ ઊંચકાઈ છેવટે ૯૪૧ પૉઇન્ટ વધીને બંધ : સાઉથ કોરિયન માર્કેટ સાડાછ ટકાની તેજી સાથે નવી ટોચે, સૅમસંગ ટ્રિલ્યન ડૉલરની બીજી એશિયન કંપની બની : પરિણામની પૂર્વસંધ્યાએ BSE લિમિટેડ નવા શિખરે : ઇન્ડિગો બન્ને બજારમાં ટૉપ ગેઇનર, રિલાયન્સ સેન્સેક્સમાં વર્સ્ટ પર્ફોર્મર: સિગ્નિટી ટેકનું કોફોર્જમાં ૧:૧ના રેશિયોથી મર્જર, બન્ને શૅરમાં તગડો જમ્પ : સારાં રિઝલ્ટ્સમાં SRFમાં તેજી, એની પાછળ કામા હોલ્ડિંગ્સ પણ મજબૂત થઈ

બ્રેન્ટ ક્રૂડ છ ટકા ગગડીને ૧૦૩ ડૉલર આસપાસ આવી જતાં બુધવારે શૅરબજારો એકંદર ગેલમાં હતાં. હાજર અને વાયદામાં સોનું ત્રણ ટકાની તેજીમાં ફરીથી ૪૭૦૦ ડૉલર પાર થયું છે. કોમેક્સ સિલ્વર સવાપાંચ ટકા ઊછળી ૭૭.૪૦ ડૉલર વટાવી ગઈ હતી. બિટકૉઇન સવા ટકાના સુધારામાં ૮૨,૦૦૦ ડૉલર થવાની તૈયારીમાં છે. એશિયા ખાતે જપાન રજામાં હતું. સાઉથ કોરિયા ૭૪૨૬ના નવા શિખરે જઈ સાડાછ ટકા ઊછળી ૭૩૮૪ બંધ થયું છે. એની કંપની સૅમસંગ ૧૪.૫ ટકા વધીને બંધ થતાં એનું માર્કેટકૅપ એક લાખ કરોડ ડૉલરને આંબી ગયું છે. તાઇવાનની TSMC પછી એક લાખ કરોડ ડૉલરના માર્કેટકૅપની એલિટ ક્લબમાં સામેલ થનારી સૅમસંગ બીજી એશિયન કંપની બની છે. તાઇવાનીઝ શૅરબજાર ૪૧૫૭૬ના બેસ્ટ લેવલે જઈ એક ટકો વધી ૪૧૧૩૯ બંધ થયું છે. થાઇલૅન્ડ પોણાબે ટકા, ચાઇના સવા ટકો, હૉન્ગકૉન્ગ સવા ટકો, ઇન્ડોનેશિયા તથા સિંગાપોર સાધારણ પ્લસ હતાં. યુરોપ રનિંગમાં ખાસ્સું બેથી અઢી ટકા મજબૂત દેખાયું છે. પાકિસ્તાની શૅરબજારનો કરાચી ઇન્ડેક્સ ૬૯૮૧ પૉઇન્ટ વધીને રનિંગમાં ૧૭૧૭૨૩ ચાલતો હતો. મંગળવારે ડૉલર સામે નવા ઑલટાઇમ બૉટમ બાદ ૯૫.૨૯ બંધ રહેલો રૂપિયો ગઈ કાલે બાઉન્સબૅકમાં ૯૪.૫૫ થઈ ૭૧ પૈસાની મજબૂતીમાં ૯૪.૬૧ હતો. 



ઈરાન-અમેરિકા વચ્ચે તનાવ ઘટી રહ્યો છે, ટૂંકમાં શાંતિ સ્થપાશે એવા વહેતા અહેવાલ ગઈ કાલે બજારોમાં તેજીનું કારણ બન્યા છે.  ઘરઆંગણે સેન્સેક્સ પણ આ જ કારણે ૭૬૭૭૩ની ઇન્ટ્રા-ડે બૉટમથી ૧૨૫૦ પૉઇન્ટના શાર્પ ઉછાળામાં ઉપરમાં ૭૮૦૨૩ થઈ છેવટે ૯૪૧ પૉઇન્ટ ઘટી ૭૭૯૫૮ તથા નિફ્ટી નીચલા મથાળેથી ૩૫૮ પૉઇન્ટના જમ્પમાં ઉપરમાં ૨૪૩૫૬ થઈ ૨૯૮ પૉઇન્ટ વધી ૨૪૩૩૧ બંધ થયો છે. બજારની શરૂઆત સારી હતી. શૅરઆંક આગલા બંધથી ૪૦૬ પૉઇન્ટ પ્લસ ૭૭૪૨૪ ખૂલ્યો હતો. ત્યાંથી ધીમા ઘસારામાં બજાર ૯૫૧ પૉઇન્ટ બગડી નીચામાં ૭૬૭૭૩ થયું હતું. સ્ટ્રૉન્ગ માર્કેટબ્રેડ્થમાં NSEમાં ૨૪૨૯ શૅર વધ્યા છે, ૮૪૩ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૫.૯૯ લાખ કરોડ વધીને ૪૭૨.૮૦ લાખ કરોડ થયું છે. 


સરકાર તરફથી વૉરની અસરમાં રાહત માટે સંબંધિત ઉદ્યોગોને ઇમર્જન્સી ક્રેડિટ ગૅરન્ટી સ્કીમનો લાભ આપવા થયેલી જાહેરાત વચ્ચે ક્રૂડની નરમાઈથી ઇન્ડિગો ત્રણગણા વૉલ્યુમે ઉપરમાં ૪૫૬૪ થઈ સાડાછ ટકા કે ૨૮૦ રૂપિયાની તેજીમાં ૪૫૧૯ બંધ આપી બન્ને બજારમાં ઝળક્યું છે. HDFC બૅન્ક ત્રણ ટકા વધી બજારને ૩૦૯ પૉઇન્ટ તથા ICICI બૅન્ક સવાબે ટકા વધી ૧૬૯ પૉઇન્ટ લાભદાયી નીવડી છે. ઍક્સિસ બૅન્ક ૨.૯ ટકા અને કોટક બૅન્ક સવા ટકો વધી છે. તાતા મોટર પૅસેન્જર સવા પાંચ ટકા, શ્રીરામ ફાઇ. ચાર ટકા, એશિયન પેઇન્ટ્સ સાડાત્રણ ટકા, સ્ટેટ બૅન્ક ૩.૪ ટકા, અદાણી એન્ટર. ત્રણ ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ ૩.૧ ટકા, એટર્નલ ત્રણ ટકા વધી હતી. બજાજ ઑટો પરિણામ પૂર્વે પોણાત્રણ ટકા કે ૨૭૧ રૂપિયા વધી ૧૦,૩૧૫ હતી. અદાણી પોર્ટ્‍સ ૧૭૬૧ના નવા શિખરે જઈ સવા ટકો વધી ૧૭૪૮ રહી છે. ONGC ત્રણ ટકા ગગડી નિફ્ટીમાં તો રિલાયન્સ ૧.૮ ટકા બગડીને સેન્સેક્સમાં ટૉપ લૂઝર બની છે. પાવરગ્રીડ ૧.૧ ટકા, NTPC એક ટકા, HCL ટેક્નો એક ટકા, લાર્સન સવા ટકો નરમ હતી. 

રેમન્ડ રિયલ્ટી તગડા નફાના જોરમાં ૨૦ ટકાની તેજીમાં 


હીરો મોટોકૉર્પની ત્રિમાસિક આવક ૨૮.૮ ટકા વધીને ૧૨,૭૯૭ કરોડ તથા નેટ નફો ૨૯.૬ ટકા વધીને ૧૪૦૧ કરોડ આવ્યો છે. શૅરદીઠ ૭૫ રૂપિયાનું બમ્પર ડિવિડન્ડ જાહેર કર્યું છે. એની રેકૉર્ડ-ડેટ ૨૪ જુલાઈ છે. શૅર ગઈ કાલે નીચામાં ૪૯૪૮ થઈ એક ટકો વધી ૫૧૭૦ બંધ હતો. રેમન્ડ રિયલ્ટીની આવક ૧૧૭ ટકા વધીને ૧૧૫૭ કરોડ થઈ છે. નફો અઢી કરોડથી અનેકગણો ઊછળીને ૧૬૧ કરોડ નોંધાયો છે. શૅર ૩૨ ગણા કામકાજે ઉપર ૫૬૯ થઈ ૨૦ ટકા ઊછળી ત્યાં જ બંધ હતો. પૂનાવાલા ફિનકોર્પની ત્રિમાસિક આવક ૮૦.૭ ટકા વધીને ૨૧૨૦ કરોડ થઈ છે. નેટ નફો ૬૨ કરોડથી ૪ ગણો વધી ૨૫૫ કરોડ નજીક પહોંચ્યો છે. શૅર ગઈ કાલે ૪૬૫ની ઇન્ટ્રા-ડે ટાફપ બતાવી ૨.૯ ટકા વધી ૪૫૧ હતો. 

IT કંપની કોફોર્જ લિમિટેડે ૩૦ ટકા વધારામાં ૪૪૫૦ કરોડની આવક પર ૧૩૪ ટકા વધારામાં ૬૧૨ કરોડ નેટ નફો કર્યો છે. દરમ્યાન IT કંપની સિગ્નિટી તથા કોફોર્જનું મર્જર નક્કી થયું છે જેમાં સિગ્નિટી ટેક્નૉલૉજીઝના એક શૅર સામે શૅરધારકોને કોફોર્જનો એક શૅર મળશે. સિગ્નિટીનો ૧૦ની ફેસવૅલ્યુવાળો શૅર ગઈ કાલે સવા દસ ટકા વધી ૧૨૭૪ બંધ હતો જ્યારે કોફોર્જનો બેની ફેસવૅલ્યુવાળો શૅર ઉપરમાં ૧૨૯૫ થઈ ૯.૬ ટકા ઊછળી ૧૨૮૧ બંધ થયો છે. સિગ્નિટીની બુકવૅલ્યુ ૪૩૯ રૂપિયા તો કોફોર્જની બુકવૅલ્યુ ૧૬૮ રૂપિયા છે. યુનાઇટેડ બ્રુઅરીઝે ત્રણ ટકાના ઘટાડામાં ૨૨૫૦ કરોડની આવક પર સવાચાર ટકાના વૃદ્ધિદરથી ૧૦૨ કરોડ ત્રિમાસિક નફો કરી શૅરદીઠ ૧૦નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. શૅર સવાબે ટકા ઘટી ૧૪૨૦ બંધ થયો છે. TCS દ્વારા શૅરદીઠ ૩૧ના આખરી ડિવિડન્ડની રેકૉર્ડ-ડેટ ૨૫ મે જાહેર થઈ છે. શૅર ગઈ કાલે ઉપર ૨૪૭૫ થઈ ૦.૪ ટકા સુધરી ૨૪૩૫ રહ્યો છે. 

પુણેની EFC (૧) લિમિટેડ આજે એક્સ-રાઇટ થશે

અજન્ટા ફાર્માએ ૨૧ ટકા વધારામાં ૧૪૨૨ કરોડની આવક પર ૧૮ ટકા વૃદ્ધિદરથી ૨૬૭ કરોડ નફો મેળવ્યો છે. શૅર ગઈ કાલે ઉપર ૩૧૧૪ બતાવી ૬.૬ ટકા ઊછળી ૩૦૯૩ હતો. ફેસવૅલ્યુ બેની છે. આવકમાં ૧૬.૭ ટકા વધારા સામે ૨૯ ટકા વધારામાં ૨૪૩ કરોડનો નેટ પ્રૉફિટ દર્શાવ્યા પછી આગલા દિવસે સવાપાંચ ટકા બગડેલી એમક્યોર ફાર્મા ગઈ કાલે ૧.૯ ટકા ઘટીને ૧૬૬૦ રહી છે. શૅર આગલા દિવસે પરિણામ પૂર્વે ઇન્ટ્રા-ડેમાં ૧૮૩૦ના બેસ્ટ લેવલે ગયો હતો. 

પુણે ખાતે વર્કસ્પેસ ઑપરેટર EFC ઇન્ડિયા લિમિટેડ ૧૦૩ શૅરદીઠ આઠ શૅરના પ્રમાણમાં બેના શૅરદીઠ ૧૫૦ રૂપિયાના ભાવથી આશરે ૧૬૦ કરોડનો રાઇટ કરવાની છે. શૅર આજે, ગુરુવારે એક્સ-રાઇટ થશે. શૅર ગઈ કાલે ઉપરમાં ૧૯૭ થઈ ૧.૪ ટકા વધી ૧૯૦ બંધ રહ્યો છે. આ કંપની અગાઉ અમાણી ટ્રેડિંગ ઍન્ડ એક્સપોર્ટ્‍સ તરીકે ઓળખાતી હતી અને મૂળ યાર્ન, કૉટન ફૅબ્રિક્સ અને ઇન્ડસ્ટ્રિયલ ફાસ્ટનર્સનું ટ્રેડિંગ કરતી હતી. કંપનીએ ૨૦૨૪-૨૫માં ૬૫૭ કરોડની આવક પર ૧૪૧ કરોડ જેવો નફો મેળવી શૅરદીઠ ૧૪ પ્લસની EPS દર્શાવી છે. ઇક્વિટી ૧૯૯૧ લાખની છે. સામે રિઝર્વ માર્ચ ૨૫ના અંતે ૩૭૦ કરોડ રૂપિયા છે. પ્રમોટર્સ હોલ્ડિંગ ૬૦.૪ ટકા છે. એમાંથી ઉમેશકુમાર સહાય ૩૮.૭ ટકા અને અભિષેક નરભરિયા ૨૦.૫ ટકા હિસ્સો ધરાવે છે. કુલ ૨૪,૩૪૭ જેટલા શૅરધારકમાં ૨૨,૬૭૭ જેટલા નાના રોકાણકાર ૧૩ ટકા હોલ્ડિંગ ધરાવે છે. ડિસેમ્બર ૨૦૨૪માં શૅરદીઠ એક બોનસ આપેલું છે. ઑગસ્ટ ૨૦૨૩માં ૧૦ના શૅરનું એકમાં વિભાજન કર્યું હતું. ડિવિડન્ડનો રેકૉર્ડ નથી. ૨૪ જુલાઈ ૨૦૨૫ના રોજ શૅર ૩૭૪ નજીક ઑલટાઇમ હાઈ થયો હતો. ૩૦ માર્ચના રોજ ચાલુ વર્ષે ૧૭૬ની વર્ષની બૉટમ બની હતી. ડિસેમ્બર ૨૦૨૨ના અંતે ભાવ ૨૦ની અંદર હતો. 

 

ગયા સમગ્ર વર્ષે NSEની આવક ૩ ટકા, નેટનફો ૧૫ ટકા ઘટ્યો 

BSE લિમિટેડ પરિણામની પૂર્વસંધ્યાએ ૩૮૭૨ની નવી લાઇફટાઇમ ટૉપ બતાવી ૩.૪ ટકાની આગેકૂચમાં ૩૮૫૨ બંધ થયો છે. MCX અઢી ટકા વધી ૨૯૭૩ હતી. એનાં રિઝલ્ટ્સ આઠમીએ છે. NSE લિમિટેડ એનો IPO લાવવાની તૈયારીમાં વ્યસ્ત છે. છેલ્લા અહેવાલ પ્રમાણે મિડ-જૂન સુધીમાં એ સેબીને ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કરવાની છે. NSE તરફથી માર્ચ ક્વૉર્ટરમાં ૩૨ ટકા વધારામાં ૪૯૬૮ કરોડની આવક ઉપર ૮ ટકા વૃદ્ધિદરથી ૨૮૭૧ કરોડ નેટ નફો મેળવી શૅરદીઠ ૩૫નું ડિવિડન્ડ જાહેર થયું છે. ૨૦૨૫-’૨૬ના સમગ્ર વર્ષે કંપનીની ઑપરેટિંગ ઇન્કમ ત્રણ ટકા ઘટીને ૧૬,૬૦૧ કરોડ થઈ છે. નેટ નફો ૧૫ ટકા ઘટી ૧૦,૩૦૨ કરોડ થયો છે. સરવાળે શૅરદીઠ કમાણી ૪૯.૨૪થી ઘટીને ૪૧.૬૨ આવી છે. રિટર્ન ઑન ઇક્વિટી અર્થાત્ ઇક્વિટી પર વળતરનો દર અગાઉ ૪૫ ટકા હતો એ ઘટી ૩૩ ટકા નોંધાયો છે. અનલિસ્ટેડ માર્કેટમાં IPO નજીકમાં હોવાના પગલે શૅરનો ભાવ જે મહિના પહેલાં ૧૯૨૫ હતો એ હાલ ૨૦૪૫ બોલાય છે. બીજી મેના રોજ ભાવ ૧૯૫૦ હતો. વર્ષ પૂર્વે મિડ-જૂનમાં રેટ ૨૩૭૭ના શિખરે ગયો હતો. 

SRF લિમિટેડ દ્વારા સિંગલ ડિજિટ ગ્રોથમાં ૪૬૪૦ કરોડની આવક પર ૧૧ ટકા વધારામાં ૫૮૨ કરોડ નેટ નફો બતાવાયો છે. કંપનીએ ઓડિશા ખાતે સુમિત નવા પ્લાન્ટમાં ૧૧૦૦ કરોડના બદલે હવે ૨૩૦૦ કરોડનું રોકાણ નક્કી કર્યું છે. શૅર સાડાસાત ટકાના જમ્પમાં ૨૭૧૯ બંધ રહ્યો છે. કંપનીમાં ૫૦.૩ ટકા હોલ્ડિંગ ધરાવતી એની પેરન્ટ્સ કામા હોલ્ડિંગ્સ પણ ગઈ કાલે ત્રણગણા વૉલ્યુમે સવાસાત ટકા ઊછળીને ૨૬૭૫ બંધ હતી. ભારત બીજલીનાં પરિણામ ૧૨ મેના રોજ છે, પણ શૅર ગઈ કાલે દોઢા કામકાજમાં સાડાપાંચ ટકા કે ૧૬૫ રૂપિયા ખરડાઈને ૨૭૭૩ બંધ આપી A-ગ્રુપમાં ટૉપ લૂઝર બન્યો છે.

માર્જિનના વસવસામાં લાર્સનનું બમ્પર ડિવિડન્ડ બેકાર ગયું 

ઇજનેરી જાયન્ટ લાર્સને માર્ચ ક્વૉર્ટરમાં ૧૧ ટકા વધારામાં ૮૨,૭૬૨ કરોડની આવક પર ત્રણ ટકા ઘટાડામાં ૫૩૨૬ કરોડ નેટ નફો મેળવી શૅરદીઠ ૩૮ રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. કંપનીની ઑર્ડર બુક વર્ષ દરમ્યાન ૨૮ ટકા વધીને ૭.૪૦ લાખ કરોડને વટાવી ગઈ છે. ડિવિડન્ડની રેકૉર્ડ-ડેટ બાવીસ મે ઠરાવાઈ છે. કંપનીનું ઑપરેટિંગ માર્જિન ૧૧ ટકાથી ઘટીને ૧૦.૪ ટકા નોંધાયું છે. શૅર ગઈ કાલે નીચામાં ૩૯૦૦ થઈ સવા ટકો ઘટી ૪૦૦૮ બંધ થયો છે. સ્ટેટ બૅન્કનાં પરિણામ શુક્રવારે છે. કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝ ૧૬,૪૭૫ કરોડ તથા નોમુરા ૧૮,૭૦૦ કરોડના નફાની ધારણા મૂકે છે. શૅર ગઈ કાલે ઉપર ૧૧૦૧ થઈ ૩.૪ ટકા વધી ૧૦૯૫ હતો. વિશ્વબજારમાં ક્રૂડમાં બહુ ઘટાડો થતાં ઇન્ડિગોફેમ ઇન્ટરગ્લોબ એવિયેશન ગઈ કાલે ત્રણગણા વૉલ્યુમે ઉપરમાં ૪૫૬૪ બતાવી ૬.૬ ટકા વધી ૪૫૧૯ બંધ આવી છે. સ્પાઇસ જેટ પણ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૨.૭૦ થઈ ત્યાં જ બંધ રહી હતી. એશિયન પેઇન્ટ્સ ૩.૬ ટકા વધી ૨૫૧૯ હતો. નેસ્લે ૧૪૯૦ નજીક નવી સર્વોચ્ચ સપાટી સર કરી અડધો ટકો વધીને ૧૪૮૫ થઈ છે. હિન્દુ. યુનિલિવર ૨૩૪૦ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ અડધો ટકો ઘટી ૨૩૧૮ રહી છે. ITCનાં પરિણામો ૧૪ મેના રોજ અપેક્ષિત છે. શૅર ઉપરમાં ૩૧૪ થઈ નહીંવત્ ઘટાડામાં ૩૧૦ હતો. 

રિલાયન્સ પૉઝિટિવ ઓપનિંગ બાદ ઉપરમાં ૧૪૭૩ વટાવી છેવટે પોણાબે ટકા બગડી ૧૪૩૮ બંધ થઈ છે. જીઓ. ફાઇ. દોઢ ટકો વધી હતી. તાતાની ટ્રેન્ટમાં બે શૅરદીઠ એક બોનસની રેકૉર્ડ-ડેટ ૨૯ મે છે. શૅર ગઈ કાલે ચારેક ટકા વધી ૪૨૯૨ થયો છે. પરિણામનો કરન્ટ જાળવી રાખતાં મહિન્દ્ર ચારગણા કામકાજે ઉપરમાં ૩૩૧૫ બતાવી ૨.૮ ટકાની આગેકૂચમાં ૩૩૦૦ થઈ છે. મારુતિ સુઝુકી દિવસ દરમ્યાન બેતરફી વધઘટે અથડાઈ સવાબે ટકા વધી ૧૩,૩૨૦ બંધ આવી છે. 

Whatsapp-channel Whatsapp-channel

07 May, 2026 08:29 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK