Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વિધાનસભામાં ચૂંટાયા બાદ સુનેત્રા પવારે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું

વિધાનસભામાં ચૂંટાયા બાદ સુનેત્રા પવારે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું

Published : 07 May, 2026 07:42 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જય પવાર અને છગન ભુજબળ તેમના સ્થાન માટે પ્રબળ દાવેદાર

સુનેત્રા પવાર

સુનેત્રા પવાર


મહારાષ્ટ્રનાં નાયબ મુખ્ય પ્રધાન અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)નાં અધ્યક્ષ સુનેત્રા પવારે બારામતી વિધાનસભાની પેટાચૂંટણીમાં ઐતિહાસિક જીત નોંધાવ્યા બાદ રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. સુનેત્રા પવારે તેમના સ્વર્ગસ્થ પતિ અજિત પવારના નિધનથી ખાલી પડેલી આ બેઠક પર દેશમાં અત્યાર સુધીની સૌથી મોટી સરસાઈથી જીત મેળવીને નવો રાષ્ટ્રીય રેકૉર્ડ સ્થાપિત કર્યો છે.

નિયમ અનુસાર બન્ને સભાગૃહોમાં ચૂંટાયેલી વ્યક્તિએ ૧૪ દિવસની અંદર એમાંથી એકમાંથી રાજીનામું આપવું જરૂરી છે. પરિણામે વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોની જાહેરાત થતાં જ સુનેત્રા પવારે પોતાની સંસદીય બેઠક પરથી રાજીનામું આપી દીધું છે. હવે સુનેત્રા પવાર દ્વારા ખાલી કરાયેલી રાજ્યસભાની બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત ટૂંક સમયમાં થવાની ધારણા છે. એમાં સુનેત્રા પવારના પુત્ર જય પવાર અને છગન ભુજબળને પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહ્યા છે.



જોકે સુનેત્રા પવારના રાજીનામા પહેલાં જ તેમના પુત્ર પાર્થ પવાર સંસદસભ્ય બની ચૂક્યા છે. પાર્થ પવારે ગયા મહિને જ રાજ્યસભામાં સંસદસભ્ય તરીકે શપથ લીધા હતા. 


વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા બાદ સુનેત્રા પવારે દિલ્હીમાં રાજ્યસભાના સભ્યપદેથી પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણનને સુપરત કર્યું છે. હવે તેઓ મહારાષ્ટ્ર વિધાનસભામાં બારામતીનું પ્રતિનિધિત્વ કરશે અને રાજ્ય સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન તરીકેની જવાબદારી સંભાળવાનું ચાલુ રાખશે.


Whatsapp-channel Whatsapp-channel

07 May, 2026 07:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK