આજથી ૧૦ મે સુધી BJPના નેતાઓ સોશ્યલ મીડિયાના ડિસ્પ્લેમાં તિરંગા સાથે ઑપરેશન સિંદૂરનો લોગો રાખશે
ઓપરેશન સિંદૂર લોગો
ઑપરેશન સિંદૂરને એક વર્ષ પૂરું થવાના અવસરે BJPએ મોટો ડિજિટલ પ્લાન તૈયાર કર્યો છે. પાર્ટીએ તમામ નેતાઓ અને કાર્યકર્તાઓને ૭થી ૧૦ મે સુધી પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સના ડિસ્પ્લેમાં તિરંગા સાથેનો ઑપરેશન સિંદૂરનો લોગો મૂકવાનું કહ્યું છે. આ નવા DPમાં ઑપરેશન સિંદૂર લખેલું હશે. BJPએ તમામ નેતાઓને તેમની પોસ્ટ અને સંદેશાઓમાં #Operation Sindoorનો ઉપયોગ અચૂક કરવાનું કહેવાયું છે. આ એક સોશ્યલ મીડિયા ચેન્જ નથી, પરંતુ ડિજિટલ સંદેશ અભિયાન છે. એનો હેતુ આખા દેશમાં એક જેવો સંદેશ આપવાનો છે.
આ બદલાવ ચાર દિવસ માટે હશે. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ૬-૭ મેની રાતે ભારતીય સેનાએ ઑપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આ ઑપરેશન અંતર્ગત ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરની અંદર આવેલા ૯ આતંકવાદી ઠેકાણાઓ પર ઍરસ્ટ્રાઇક કરી હતી. આ કાર્યવાહી રાતે ૧.૩૦ વાગ્યે થઈ હતી.
