વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪,૮૪૩ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૨૪૮.૪૩ પૉઇન્ટના નેટ સુધારે ૨૫,૧૭૧ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૫૯૩.૦૫ પૉઇન્ટના નેટ સુધારે ૮૧,૫૯૨.૪૫ બંધ રહ્યો
પ્રતીકાત્મક તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪,૮૪૩ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૨૪૮.૪૩ પૉઇન્ટના નેટ સુધારે ૨૫,૧૭૧ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૫૯૩.૦૫ પૉઇન્ટના નેટ સુધારે ૮૧,૫૯૨.૪૫ બંધ રહ્યો. ઉપરમાં ૮૧,૮૮૦ ઉપર ૮૨,૫૨૦ કુદાવે તો ૮૨,૯૦૦, ૮૩,૩૭૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૮૦,૫૧૯ સપોર્ટ ગણાય. બજાર હાઇલી ઓવરબૉટ છે. સ્ટૉપલૉસ વગર તેજીનો વેપાર કરવો હિતાવહ નથી.
થોડા દિવસ અગાઉ બજાર હાઇલી ઓવરસોલ્ડ હતું. સુધારો અનિવાર્ય હતો. બજારમાં મોટી મંદી પકડાઈ ગઈ અને ઑપરેટરોએ બરાબરની ગેમ કરી નાખી. તેજી-મંદીવાળાઓ વચ્ચે આવું ચાલ્યા જ કરતું હોય છે. વધારે પડતી મંદીના કારણે જ તેજી થાય છે અને વધારે પડતી તેજીના કારણે જ મંદી થાય છે. ચાર્ટની ભાષામાં આને ઓવરસોલ્ડ અને ઓવરબૉટ કહે છે. તેજી-મંદીનું ચકડોળ ઉપર-નીચે આમ જ ફર્યાં કરે છે.
ADVERTISEMENT
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૨,૨૭૬ અને ૨૧,૮૬૦ ગણાય. નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૪,૫૧૮.૧૩ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
સમ્માન કૅપિટલ (૧૩૭.૫૨) ઃ ૧૧૧.૪૨ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૪૦ ઉપર ૧૪૭ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૩૧ નીચે ૧૨૬, ૧૨૧, ૧૧૮ સપોર્ટ ગણાય. નવું લેવા ઘટાડાની રાહ જોવા હિતાવહ.
GE વેરનોવા (૪૪૨૦.૦૦) : ૩૫૩૩.૪૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૪૬૫ ઉપર ૪૫૮૪, ૪૭૧૬, ૪૮૪૭ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૪૩૨૧ નીચે ૪૧૮૦ સપોર્ટ ગણાય.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૬૦,૯૩૩.૪૦)ઃ ૫૩,૯૩૧.૬૦ના ટૉપથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૧,૪૪૪ ઉપર ૬૧,૬૮૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૫૯,૬૦૦ નીચે ૫૮,૮૨૦ સર્પોટ ગણાય.
નિફ્ટી ફ્યુચર (૨૫,૧૭૧.૦૦): ૨૨,૨૬૮.૯૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૫,૨૮૫ ઉપર ૨૫,૪૬૭ કુદાવે તો ૨૫,૫૮૦, ૨૫,૭૧૫ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૪,૮૪૩ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
ઍક્સિસ બૅન્ક (૧૩૩૧.૦૦): ૧૧૯૬.૯૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૩૪૦ ઉપર ૧૩૬૦ કુદાવે તો ૧૩૬૬, ૧૩૮૩, ૧૪૦૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૩૧૦ નીચે ૧૨૯૫ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
PNB (૧૪૨.૮૧): ૧૦૯.૩૭ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૪૫ ઉપર ૧૪૭ કુદાવે તો ૧૫૦, ૧૫૩, ૧૫૬, ૧૬૦, ૧૬૩ સુધીની શક્યતા જોવા મળશે. વધ-ઘટે ૧૮૦ સુધી પણ આવી શકે. નીચામાં ૧૪૦ નીચે ૧૩૬, ૧૩૩ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
શૅરની સાથે શેર: હરીફો એટલે મારી તરફ કાદવ ઉછાળે છે, ખબર છે તેમને કે ફૂલ પણ સામે નહીં મારું. - મુસાફિર પાલનપુરી
