Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > News In Shorts: ગુજરાત જતું ટ્રેઇલર મુંબઈ-એક્સપ્રેસવે પર ડિવાઇડર પર ચડી ગયું

News In Shorts: ગુજરાત જતું ટ્રેઇલર મુંબઈ-એક્સપ્રેસવે પર ડિવાઇડર પર ચડી ગયું

Published : 16 November, 2026 07:46 AM | Modified : 16 November, 2026 07:47 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ઘટનામાં કોઈ પણ જખમી થયું નહોતું. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


ગઈ કાલે સાંજે પોણાપાંચ વાગ્યાની આસપાસ મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઇવે પર પુણેથી ગુજરાત જઈ રહેલા ટ્રેઇલરનો અકસ્માત થયો હતો. ટ્રેઇલરના ડ્રાઇવરે ટ્રેઇલર પરથી કાબૂ ગુમાવતાં આ અકસ્માત સર્જાયો હતો. આ વિશે હાઇવે પોલીસે આપેલી માહિતી અનુસાર ટ્રેઇલરનો ડ્રાઇવર અલ્લાઉદ્દીન પઠાણ ડ્રાઇવ કરી રહ્યો હતો ત્યારે અચાનક તેનો કાબૂ ટ્રેઇલર પરથી છૂટ્યો હતો અને ટ્રેઇલર જઈને ડિવાઇડર પર ચડી ગયું હતું. આ ઘટનામાં ડિવાઇડરનો ખાસ્સો ભાગ તૂટી ગયો હતો અને ટેલરનો પણ વચ્ચેનો ભાગ છૂટો પડી ગયો હોવાથી દોઢ કલાક માટે અહીં ટ્રાફિક જૅમ રહ્યો હતો અને ત્યાર બાદ ધીમે-ધીમે વાહનવ્યવહાર ફરી શરૂ થઈ ગયો હતો. આ ઘટનામાં કોઈ પણ જખમી થયું નહોતું. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

બેલાપુરમાં ઇન્ડોર સ્પોર્ટ્‍સ કૉમ્પ્લેક્સ માટે ૨૦ કરોડનું ભંડોળ મંજૂર: કૉમ્પ્લેક્સમાં બૅડ‍્મિ ન્ટન કોર્ટ, જિમ, યોગા સેન્ટર જેવી સુવિધા



નવી મુંબઈના બેલાપુર સેક્ટર ૨૦માં સ્પોર્ટ્‍સ કૉમ્પ્લેક્સ બનાવવા માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા ૨૦ કરોડ રૂપિયાનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે. આ કૉમ્પ્લેક્સમાં બૅડ્‍મિન્ટન, ટેબલ ટેનિસ, બાસ્કેટબૉલ, વૉલીબૉલ, જિમ્નેશ્યમ તથા યોગા સેન્ટર જેવી સુવિધા તૈયાર કરવામાં આવશે. આ કૉમ્પ્લેક્સનું કામ સિટી ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (CIDCO) દ્વારા જમીન નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (NMMC)ને ટ્રાન્સફર કરવામાં આવે ત્યાર બાદ શરૂ કરાશે.ઉલ્લેખનીય છે કે બેલાપુરનાં વિધાનસભ્ય મંદા મ્હાત્રે દ્વારા આ પ્રોજેક્ટ બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ કૉમ્પ્લેક્સના કારણે સ્થાનિક પ્લેયરોને તેમની પ્રતિભાનો વિકાસ કરવા માટે તથા ટ્રેઇનિંગ માટે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળી રહેશે અને સ્પર્ધાઓની તૈયારી વધુ સારી રીતે કરી શકશે. 
ઉલ્લેખનીય છે કે બેલાપુર સેક્ટર ૨૦માં આવેલી એન્વાયર્નમેન્ટલ ઍન્ડ વૉટર ટેસ્ટિંગ લૅબોરેટરીની પાછળ આવેલા ખુલ્લા પ્લૉટ પર આ કૉમ્પ્લેક્સ બનાવવામાં આવશે. જમીનના ટ્રાન્સફરની પ્રક્રિયા ઝડપી બનાવવાના પ્રયાસ પણ ચાલી રહ્યા હોવાનું મંદા મ્હાત્રેએ જણાવ્યું હતું. ત્યાર પછી ડીટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

16 November, 2026 07:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK