ભારતની ઉચ્ચ ગુણવત્તાની પ્રખ્યાત ચા સાથે સસ્તી વિદેશી ચાની ભૂકીનું મિશ્રણ નહીં કરવાનો ટી બોર્ડે તમામ નોંધણીકૃત આયાતકારોને આદેશ આપ્યો છે.
					 
					
પ્રતીકાત્મક તસવીર
ભારતની ઉચ્ચ ગુણવત્તાની પ્રખ્યાત ચા સાથે સસ્તી વિદેશી ચાની ભૂકીનું મિશ્રણ નહીં કરવાનો ટી બોર્ડે તમામ નોંધણીકૃત આયાતકારોને આદેશ આપ્યો છે. 
બોર્ડના ઉપાધ્યક્ષ કે. એન. રાઘવને કહ્યું છે કે આદેશનું પાલન નહીં કરનાર સામે પગલાં ભરવામાં આવશે. એમનું લાઇસન્સ રદ કરવા સુધીની કડક કાર્યવાહી પણ થઈ શકે છે. અન્ય એક આદેશમાં બોર્ડે કહ્યું છે કે કોઈ ડિસ્ટ્રિબ્યુટર આયાતી ચાની ભૂકીનું વેચાણ કરવાનો બિઝનેસ નહીં કરી શકે અને કોઈ પણ નિકાસકાર બોર્ડના લાઇસન્સ સિવાયની ચાની નિકાસ નહીં કરી શકે. બોર્ડનું કહેવું છે કે હલકી ગુણવત્તાની ચાની ભૂકીની આયાત કરીને ભારતીય બજારમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેને કારણે સ્થાનિક ગ્રાહકોના આરોગ્યને નુકસાન થઈ શકે છે. ઇન્ડિયા ટી અસોસિએશને આ બાબતે વાણિજ્ય મંત્રાલયને જાણ કરી છે કે સસ્તી નેપાળી ચાને દાર્જિલિંગની ચા તરીકે ખપાવવાનું ચલણ ચાલ્યું છે. અહીં જણાવવું રહ્યું કે ટી બોર્ડ નેપાળથી ચાની ભૂકી આયાત કરવા પર પ્રતિબંધ મૂકવા તૈયાર નથી.
 
		        	 
		         
        




 
		 
	 
								 
								 
        	