Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > સોનાના ભાવમાં બેફામ વધારો થવાથી ઑગસ્ટ મહિનામાં જૂનું સોનું વેચવાનું પ્રમાણ વધ્યું

સોનાના ભાવમાં બેફામ વધારો થવાથી ઑગસ્ટ મહિનામાં જૂનું સોનું વેચવાનું પ્રમાણ વધ્યું

Published : 27 August, 2026 07:21 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઑગસ્ટમાં અત્યાર સુધીમાં જૂના સોના માટે રોકડ વ્યવહારોનો હિસ્સો કુલ વ્યવહારોના લગભગ ૨૦ ટકા સુધી વધી ગયો છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સોનાના ભાવ આસમાને પહોંચવાની સાથે લોકો તેમનાં લૉકરોમાં રહેલા જૂના દાગીના કાઢીને વેચી રહ્યા છે અને ઘરોમાં રોકડ રકમ જમા કરી રહ્યા છે. આ મહિને સોનાના ભાવ રેકૉર્ડ ઊંચાઈએ પહોંચ્યા હોવાથી ઝવેરી બજારમાં જૂનું સોનું વેચવા આવતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. લોકો વધતા જતા ફુગાવાનો સામનો કરવા અને નફો કમાવા માટે પોતાનું સોનું વેચી રહ્યા છે.
જ્વેલર્સ અને ગોલ્ડ રિફાઇનરોએ જૂના સોનાના પ્રવાહમાં અચાનક ઉછાળો જોયો છે. ગ્રાહકો રોકડ એકઠી કરવા માટે ઊંચા ભાવનો લાભ લઈ રહ્યા છે. બીજી તરફ જ્વેલર્સ કહે છે કે રીસાઇકલ કરેલા સોનાનો વધતો પુરવઠો મોંઘા આયાતી સોના પર તેમની નિર્ભરતા ઘટાડવામાં મદદ કરી રહ્યો છે.

ઑગસ્ટમાં અત્યાર સુધીમાં જૂના સોના માટે રોકડ વ્યવહારોનો હિસ્સો કુલ વ્યવહારોના લગભગ ૨૦ ટકા સુધી વધી ગયો છે, જે એક વર્ષ પહેલાં માત્ર પાંચ ટકા હતો. ભારતીયો રોકડ એકઠી કરવા માટે પોતાનું ઘરેલુ સોનું વેચી રહ્યા છે. સોનાના ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧.૬૦ લાખને વટાવી ગયા છે અને આ મહિનામાં અત્યાર સુધીમાં ૧૪ ટકા વધ્યા છે. આ તેજી કેટલો સમય ચાલશે એની અનિશ્ચિતતા વચ્ચે ગ્રાહકો ખર્ચાઓને પહોંચી વળવા અને નફો મેળવવા માટે પોતાનું ઘરેલુ સોનું વેચી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

27 August, 2026 07:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK