રાહદારીઓ અને મોટરિસ્ટોની સેફ્ટી માટે પરેલ બ્રિજ પર વ્યુક્ટર લગાવાયા
પરેલ બ્રિજ પર લગાવાલાં વ્યુકટર.
ગણેશોત્સવના ૧૦ દિવસ દરમ્યાન ગણપતિ શોભાયાત્રા જોવા માટે હજારો લોકો બહાર નીકળે એવી અપેક્ષા છે ત્યારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના F નૉર્થ વૉર્ડે પરેલ બ્રિજ પર બૅરિકેડ્સ અને લીલા કાપડના વ્યુકટર લગાવ્યા છે જેથી લોકો ઉજવણીની એક ઝલક જોવાનો પ્રયાસ કરતી વખતે પોતાને જોખમમાં ન મૂકે.
મુંબઈ પોલીસના સૂચન બાદ આ પગલું લેવામાં આવ્યું હતું. શોભાયાત્રા જોવા અને દર્શન કરવા માટે પુલ પર મોટી સંખ્યામાં ભીડ એકઠી થતી હોવાથી પોલીસે આ પગલું લીધું છે. ITC ગ્રૅન્ડ સેન્ટ્રલ હોટેલ પાસે આવેલો આ પુલ પરંપરાગત રીતે તહેવાર દરમ્યાન રહેવાસીઓ અને ભક્તો માટે એક સુવિધાજનક સ્થળ બની ગયો છે. છેલ્લાં ઘણાં વર્ષોથી અમે મોટી સંખ્યામાં ભીડ એકઠી થતી અને મોટરિસ્ટો પણ વાહનો રોકીને ઊભા રહી જાય છે. એથી પરિસ્થિતિ જોખમી બની જાય છે. જનતાની સલામતી માટે, અમે વ્યુકટર લગાડવાનું સૂચન કર્યું હતું. અેમ કાલાચૌકી પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર આદિનાથ ગાવડેએ જણાવ્યું હતું.
ADVERTISEMENT
મંડળોએ કર્યું આ પગલાનું સ્વાગત
‘લોકો પોતાની સલામતી ભૂલી જાય છે. તેઓ રેલિંગ પર ઝૂકી જાય છે અથવા પુલ પર જૂથોમાં ઊભાં રહે છે. આ વ્યુકટર ઘણાં વર્ષો પહેલાં લગાવી દેવા જોઈતાં હતાં. હું ભક્તોને નીચેના રસ્તા પરથી દર્શન કરવા અને શોભાયાત્રાનો આનંદ માણવા વિનંતી કરું છું. અમે સારી વ્યવસ્થા કરવા માટે પણ શ્રેષ્ઠ પ્રયાસ કરીશું’
- પ્રણીલ પંચાલ, ઉપપ્રમુખ, ચિંચપોકલીચા ચિંતામણિ મંડળ
‘અમે ઇચ્છીએ છીએ કે ભક્તો ઉત્સવનો આનંદ માણે અને દર્શન કરે, પરંતુ તેમની સલામતીના ભોગે નહીં. જો લોકોને પુલ પર ભેગા થવાથી અટકાવવામાં આવે તો તે બિનજરૂરી દલીલો અને
ભીડ-સંબંધિત મુદ્દાઓને ટાળવામાં પણ મદદ કરશે.’
- લાલબાગચા રાજા ગણેશ મંડળના સમિતિના સભ્ય
- રિતિકા ગોંધળેકર અને સૈયદ સમીર અબેદી
